પ્રેમમાં ફાવી ગયા

flowers_invertedblue.jpg

છે ઘણા એવા કે, જેઓ યુગને પલટાવી ગયા,
પણ બહુ ઓછા છે, જેઓ પ્રેમમાં ફાવી ગયા.

દુર્દશા જેવું હતું, કિંતુ સમજ નો’તી મને,
દોસ્તો આવ્યા અને આવીને સમજાવી ગયા.

હું વીતેલા દિવસો પર એક નજર કરતો હતો,
યાદ કંઈ આવ્યું નહીં, પણ આંસુઓ આવી ગયાં.

મેં લખેલો દઈ ગયા; પોતે લખેલો લઈ ગયા,
છે હજી સંબંધ કે, એ પત્ર બદલાવી ગયા.

‘સૈફ’ આ તાજી કબર પર નામ તો મારું જ છે,
પણ ઉતાવળમાં આ લોકો કોને દફનાવી ગયા ?

– સૈફ પાલનપુરી

Advertisements

6 Responses to “પ્રેમમાં ફાવી ગયા”

 1. hemantpunekar Says:

  ‘સૈફ’ આ તાજી કબર પર નામ તો મારું જ છે,
  પણ ઉતાવળમાં આ લોકો કોને દફનાવી ગયા ?

  vaah!

  sundar gazal select kari rajiv!!!

 2. નીરજ Says:

  સુંદર ગઝલ… આ ગઝલ મનહર ઉધાસનાં સ્વરમાં અહિં સાંભળી શકાશે. http://rankaar.com/?p=81

 3. Pinki Says:

  હું વીતેલા દિવસો પર એક નજર કરતો હતો,
  યાદ કંઈ આવ્યું નહીં, પણ આંસુઓ આવી ગયાં.

  yaad to bahu aavyu ane chhupavi didhu
  pan aansu aankhna badhu boli gaya

  waah khub saras…………….

 4. pravinash1 Says:

  નસીબદાર પ્રેમમાં ફાવી જાય

 5. Rajiv Says:

  Thanks Niraj, for putting the audio link…!

 6. ઊર્મિ Says:

  છે ઘણા એવા કે, જેઓ યુગને પલટાવી ગયા,
  પણ બહુ ઓછા છે, જેઓ પ્રેમમાં ફાવી ગયા.

  My all-time favorite sher…

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s


%d bloggers like this: