થઇ… જઈએ

grass-dew.jpg

જમીન થી આકાશ સુધી ફેલાઇ જઇએ
સંધ્યાના રંગો બની રેલાઇ જઇએ

આંખનુ કાજળ બની અંજાઈ જઇએ
પાંપણ બની આંસુથી ભીંજાઈ જઇએ

શબ્દ બની હોંઠોથી કહેવાય જઈએ
ઝુલ્ફોમાં બુંદ બની અટલાય જઈએ

મહેંદી બની પથ્થરથી ઘુંટાઈ જઈએ
ફુલો પર ઝાકળ બની ઝીલાઈ જઈએ

વેણીમાં ફુલો બની ગુંથાઈ જઈએ
નાના હાથે માટી બની ચુંથાઈ જઈએ

રેત પરના નામ બની ભુંસાઈ જઈએ
તરસી કોઇ નદી થઈ સુકાઈ જઈએ

નકામી યાદો બની વિસરાઈ જઈએ
નકામો ભંગાર થઈ વેંચાઈ જઈએ

આંખોથી આંખ બની અથડાઈ જઈએ
ધડકન બની હ્રદયમાં ખોવાય જઈએ

– રાજીવ

2 Responses to “થઇ… જઈએ”

  1. Ramesh Says:

    Beautiful

  2. Reeta Says:

    રેત પરના નામ બની ભુંસાઈ જઈએ
    તરસી કોઇ નદી થઈ સુકાઈ જઈએ

    sundar

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s


%d bloggers like this: