Archive for સપ્ટેમ્બર, 2007

दर पर कहे बग़ैर

સપ્ટેમ્બર 30, 2007

statue1.jpg

घर जब बना लिया तिरे दर पर कहे बग़ैर
जानेगा अब भी तू न मिरा घर कहे बग़ैर

જ્યારે મે બનાવી લીધુ છે મારુ ઘર તારા દરવાજા પર, તને કહ્યા વગર, શું તું હજી નથી જાણતો મારુ સરનામુ, તને કઈ કહ્યા વગર?

कह्‌ते हैं जब रही न मुझे ताक़त-ए सुख़न
जानूं किसी के दिल की मैं क्‌यूंकर कहे बग़ैर

તે કહે છે મને, જ્યારે મારામાં બોલવાની પણ તાકાત રહી નથી ત્યારે, હુઊ કઈ રીતે સમજી શકુ કોઈના દિલની લાગણીઓ, તેના કઈ પણ કહ્યા વગર?

काम उस से आ पड़ा है कि जिस का जहान में
लेवे न कोई नाम सितम्‌गर कहे बग़ैर

કામ એનુ આવી પડ્યુ છે મારે કે જેનુ આ દુનિયામાં, કે જેનુ નામ નથી લેતુ કોઈ ઝુલ્મ કરનાર કહ્યા વગર

जी में ही कुछ नहीं है हमारे वगर्‌नह हम
सर जाए या रहे न रहें पर कहे बग़ैर

વધ્યુ કઈ નથી હવે અમારી અંદર નહીતર અમે, માથુ રહે કે કપાય, અમે રહેતા નહી કહ્યા વગર

छोड़ूंगा मैं न उस बुत-ए काफ़िर का पूज्‌ना
छोड़े न ख़ल्‌क़ गो मुझे काफ़िर कहे बग़ैर

હું તે કાફિરની મુર્તિની પુજા કરવાનુ નહી છોડુ!, ભલે પછી લોકો ન છોડે મને પોતાને કાફિર કહ્યા વગર

मक़्‌सद है नाज़-ओ-ग़म्‌ज़ह वले गुफ़्‌तगू में काम
चल्‌ता नहीं है दश्‌नह-ओ-ख़न्‌जर कहे बग़ैर

મતલબ છે મારે રમત કરવાનો અને નજર મેળવવાનો, પરંતુ વાતચીત ના કામ માં, ચાલતું નથી ચાકુ અને છરી વગર

हर-चन्‌द हो मुशाहदह-ए हक़ की गुफ़्‌तगू
बन्‌ती नहीं है बादह-ओ-साग़र कहे बग़ैर

ભલે લોકો વાતો કરતા ભગવાનને જોયાની, પણ આવી વાતો નથી બનતી શરાબ પીધા વગર

बह्‌रा हूं मैं तो चाहिये दूना हो इल्‌तिफ़ात
सुन्‌ता नहीं हूं बात मुकर्‌रर कहे बग़ैर

કેમકે હું બહેરો છુ, એટલે તમારે થોડી વધુ (બમણી) સહાનુભુતિ બતાવવી રહી, હું સાંભળી નથી શકતો, તમારા બે વાર કહ્યા વગર

ग़ालिब न कर हुज़ूर में तू बार बार `अर्‌ज़
ज़ाहिर है तेरा हाल सब उन पर कहे बग़ैर

ગાલિબ, કોઇની હાજરીમાં ના દુહાઈ દે, તારી પરિસ્થીતી દેખાય આવે છે કઈ પણ કહ્યા વગર

ગુજરાતી અનુવાદ રાજીવ ગોહેલ દ્વારા

– ग़ालिब

Advertisements

મારા મુક્તક

સપ્ટેમ્બર 28, 2007

madela_flowers_1.jpg

હાથમાં કલમ લઇ, વિચારોમાં બેસાડુ છુ તને
રોજ હું કાવ્ય રૂપે, કાગળમાં ઉતારુ છું તને
રોજ રોજ ફુલોમાં રંગભરુ છું, તારી યાદના
ને રોજ સુગંધરૂપે, ફુલોમાં શણગારું છુ તને

– રાજીવ

*** *** *** *** ***

મે મારા હૃદયને કહી દીધુ
હું ફરીવાર આવુ કઇ નહિ કરુ
કોઇ ન તોડી નાખે એ ખયાલે
ફરીવાર તને કોઇ સમક્ષ નહિ ધરુ

– રાજીવ

*** *** *** *** ***

તારી મૌન આંખોને મે મન ભરી વાંચી છે
મારી રગેરગમાં તું સમાઇ, વાત એ સાચી છે
તારા વગર હૂં અને મારા વીના તું અધુરી છે
આ જ તો પુર્ણતા છે, પ્રિત ક્યા હવે કાચી છે

– રાજીવ

સુરાલય

સપ્ટેમ્બર 26, 2007

nature.jpg

અમારી જિંદગીનો આ સરળ સીધો પરિચય છે,
રુદનમાં વાસ્તવિકતા છે – ને હસવામાં અભિનય છે.

તમે આવો તો એને પણ જરા ઠપકા સમું લાગે,
આ મારું મન, ઘણાં વર્ષોથી મારામાં જ તન્મય છે.

તને મળવાનો છું હું એટલે હમણાં તો ચૂપ છું પણ
ખુદા તારા વિશે મારાય મનમાં સહેજ સંશય છે.

મને જોઇ નજરને શું સિફતથી ફેરવી લ્યો છો !
તમારી તો ઉપેક્ષા પણ ખરેખર બહુ કળામય છે.

હવે ક્યાં આગ્રહ છે કે ‘સૈફ’ સાકી હો મદિરા હો,
હવે તો શાંત ખૂણો પણ મળે તો એ સુરાલય છે.

– ‘સૈફ’

दिल-ए नादां

સપ્ટેમ્બર 23, 2007

दिल-ए नादां तुझे हुआ क्‌या है
अख़िर इस दर्‌द की दवा क्‌या है

અરે એ નાસમજ-હૃદય, તને થયુ છે શું? ખરેખર, આ દુઃખની દવા (ઈલાજ) શું છે?

हम हैं मुश्‌ताक़ और वह बेज़ार
या इलाही यह माज्‌रा क्‌या है

અમે છીએ લાગણીસભર અને તેઓ લાગણીશુન્ય, હે પ્રભુ, આ કેવો બનાવ છે?!

मैं भी मुंह में ज़बान रख्‌ता हूं
काश पूछो कि मुद्‌द`आ क्‌या है

હું પણ મોઢામાં જીભ રાખુ છું (બોલી શકુ છું), જો તમે પુછ્યુ હોત કે, ખરેખર વાત શું છે?

जब कि तुझ बिन नहीं कोई मौजूद
फिर यह हन्‌गामह अय ख़ुदा क्‌या है

જ્યારે કે તારા વગર નથી અહી ખરેખર કોઈ, ત્યારે, આ બધી બેચેની શું છે?

यह परी-चह्‌रह लोग कैसे हैं
ग़म्‌ज़ह-ओ-`इश्‌वह-ओ-अदा क्‌या है

આ પરી જેવા ચહેરા વાળા માણસો – તેઓ શું છે? આ એક નજર, હવા અને દુવાઓ – શું છે?

शिकन-ए ज़ुल्‌फ़-ए अन्‌बरीं क्‌यूं है
निगह-ए चश्‌म-ए सुर्‌मह-सा क्‌या है

શા કારણે ગડીઓ પડી ગઈ છે આ વાદળ જેવી સુગંધવાળા કેશમાં? અને સુરમાભરેલી આંખોથી મારા તરફ થયેલી એક નજર શું છે?

सब्‌ज़ह-ओ-गुल कहां से आए हैं
अब्‌र क्‌या चीज़ है हवा क्‌या है

ક્યાંથી આવ્યા છે આ ઘાસ અને ગુલાબના ફુલો? શું વસ્તુ છે આ આકાશ? અને પવન શું છે?

हम को उन से वफ़ा की है उम्‌मीद
जो नहीं जान्‌ते वफ़ा क्‌या है

અમે ઈચ્છીએ છિએ તેમની પાસેથી વિશ્વસનીયતા, જે નથી જાણતા વિશ્વસ્નીયતા શું છે?

हां भला कर तिरा भला होगा
और दर्‌वेश की सदा क्‌या है

હાં, સારુ કર, તારુ પણ સારુ જ થશે, બીજુ ક્યાંય દરવેશે કહ્યુ શું છે?

जान तुम पर निसार कर्‌ता हूं
मैं नहीं जान्‌ता दु`आ क्‌या है

પ્રાણ તારા માટે આપી શકુ છું હું, હું નથી જાણતો પ્રાર્થના શું છે?

मैं ने माना कि कुछ नहीं ग़ालिब
मुफ़्‌त हाथ आए तो बुरा क्‌या है

હું માનુ છુ કે ગાલિબ કઈ નથી, પણ જો તમને મફતમાં મળતો હોય તો તમને વાંધો શું છે?

ગુજરાતી અનુવાદ રાજીવ ગોહેલ દ્વારા

– ग़ालिब

તમન્ના

સપ્ટેમ્બર 21, 2007

wish.jpg

ફરીવાર તમારા દિલમાં જીવવાની તમન્ના જાગી છે
ફરીવાર દિલમાં તમને પામવાની લગની લાગી છે

સફરમાં હતા સાથે, તેઓ ઘણાં આગળ પહોચ્યા છે
અમે ખુબ ધીમે ચાલ્યા તેથી મંઝિલ ઘણી આઘી છે

સાથ તમારો જ્યારે હોય, ત્યારે જીંદગી એક પળની છે
અને આમ જોઇએ તો એકલતાની એકપળ પણ ઝાઝી છે

‘રાજીવ’નું સ્વપ્ન હતું, તને સુખ મળે જીવનભર
તેથી જ તેણે, તારી સાથે, ઘણી ખુશીને ત્યાગી છે

– રાજીવ

પ્રેમમાં ફાવી ગયા

સપ્ટેમ્બર 19, 2007

flowers_invertedblue.jpg

છે ઘણા એવા કે, જેઓ યુગને પલટાવી ગયા,
પણ બહુ ઓછા છે, જેઓ પ્રેમમાં ફાવી ગયા.

દુર્દશા જેવું હતું, કિંતુ સમજ નો’તી મને,
દોસ્તો આવ્યા અને આવીને સમજાવી ગયા.

હું વીતેલા દિવસો પર એક નજર કરતો હતો,
યાદ કંઈ આવ્યું નહીં, પણ આંસુઓ આવી ગયાં.

મેં લખેલો દઈ ગયા; પોતે લખેલો લઈ ગયા,
છે હજી સંબંધ કે, એ પત્ર બદલાવી ગયા.

‘સૈફ’ આ તાજી કબર પર નામ તો મારું જ છે,
પણ ઉતાવળમાં આ લોકો કોને દફનાવી ગયા ?

– સૈફ પાલનપુરી

अप्‌ना

સપ્ટેમ્બર 16, 2007

sky.jpg

ज़िक्‌र उस परी-वश का और फिर बयां अप्‌ना
बन गया रक़ीब आख़िर था जो राज़्‌दां अप्‌ना

વાત તે પરી જેવા ચહેરા વાળાની, અને તેમા પણ, મારી કહેવાની રીત, તેજ બની ગયો મારો હરીફ કે જે મારા રાઝનો જાણનાર હતો

मै वह क्‌यूं बहुत पीते बज़्‌म-ए ग़ैर में या रब
आज ही हुआ मन्‌ज़ूर उन को इम्‌तिहां अप्‌ना

એ પ્રભુ, શા માટે તે પીવે છે વધુ શરાબ જ્યાં લોકો એકઠા થયા હોય છે? આજે જ થયુ મન એને પોતાની પરિક્ષા કરવાનુ

मन्‌ज़र इक बुलन्‌दी पर और हम बना सक्‌ते
`अर्‌श से इधर होता काश-के मकां अप्‌ना

અમે બનાવી શક્ય હોત મિનારો વધુ થોડી ઉંચાઈ પર, જો અમારૂ ઘર આકાશની આ બાજુ પર હોત

दे वह जिस क़दर ज़िल्‌लत हम हंसी में टालेंगे
बारे आश्‌ना निक्‌ला उन का पास्‌बां अप्‌ना

તે ગમે તેટલી બદનામી કરે અમાતી અમે તેને હસીને સહન કરીશુ, આખરે, તેનો દ્વારરક્ષક બની ગયો છે મિત્ર મારો

दर्‌द-ए दिल लिखूं कब तक जाऊं उन को दिख्‌ला दूं
उंग्‌लियां फ़िगार अप्‌नी ख़ामह ख़ूं-चकां अप्‌ना

ક્યાં સુધી લ્ખ્યા કરુ આ હૃદયના દુઃખો? હું જઈને એને બતાવી દઉ, મારી ઝખ્મી આંગળીયો, રક્ત નીતરતી કલમ મારી

घिस्‌ते घिस्‌ते मिट जाता आप ने `अबस बद्‌ला
नन्‌ग-ए सिज्‌दह से मेरे सन्‌ग-ए आस्‌तां अप्‌ना

ઘસતા ઘસતા તે નાશ પામી જાત, જો તમે બદ્લ્યો ન હોત, મારા હાથ ઘસવાથી, તમારા દ્વારનો પત્થર

ता करे न ग़म्‌माज़ी कर लिया है दुश्‌मन को
दोस्‌त की शिकायत में हम ने हम-ज़बां अप्‌ना

કરે ન વાર પાછળથી, તેથી દુશ્મન ને કરી લીધો છે મિત્ર, કરી ને મિત્રની ફરીયાદો દુશ્મન સમક્ષ

हम कहां के दाना थे किस हुनर में यक्‌ता थे
बे-सबब हुआ ग़ालिब दुश्‌मन आस्‌मां अप्‌ना

અમે ક્યાં કઈ જાણતા હતા? અને કઈ કળામાં અમે અનોખા હતા? કોઈ કારણ વગર, ગાલિબ, બન્યુ છે આભ દુશ્મન મારુ

ગુજરાતી અનુવાદ રાજીવ ગોહેલ દ્વારા

– ग़ालिब