સંબંધો બાંધવા નથી

sunray.jpg

મારી પોતાની કબર પર, હું રોજ ફુલ મુકું છું
પરોઢના ઉજાસમાં, ઉગતા સુરજને કહું છું
જો,
તને ચાહતો એક માણસ, પથ્થર બની ગયો છે
તારા પ્રથમ કિરણ પર, માત્ર એનોજ હક્ક છે

હવે નવા નવા સંબંધો બાંધવા નથી
મારે તુટેલા ધાગાઓ સાંધવા નથી

ખુલ્લુ આકાશ હવે ક્યાંય દિવાલ નથી
હૈયુ વિવશ કરે એવુ કોઈ વ્હાલ નથી
તું નથી આસપાસ, તારો સાથ નથી
તારો પ્રેમ નથી ને તારો ખ્યાલ નથી

ભલે હૈયુ આ રણ, પણ ઝાંઝવા નથી
મારે તુટેલા ધાગાઓ સાંધવા નથી

નહિ કોઇ એક બાગ કે કોઈ એક વૃક્ષ
નહિ કોઇ એક ડાળ કે કોઇ એક ફુલ
માનવનો મુઠ્ઠીભર પ્રેમ એ તો
વચકીને કોઇ દિવસ ભાંગે એ ભુલ

મારે મૃગજળથી લોચન માંજવા નથી
મારે તુટેલા ધાગાઓ સાંધવા નથી

– રાજીવ

Advertisements

9 Responses to “સંબંધો બાંધવા નથી”

 1. Rakesh Says:

  ભલે હૈયુ આ રણ, પણ ઝાંઝવા નથી
  મારે તુટેલા ધાગાઓ સાંધવા નથી

  khub j saras rachana

 2. Sneha Says:

  Sundar rachana…

 3. વિવેક Says:

  મારી પોતાની કબર પર, હું રોજ ફુલ મુકું છું
  પરોઢના ઉજાસમાં, ઉગતા સુરજને કહું છું
  જો, તને ચાહતો એક માણસ, પથ્થર બની ગયો છે
  તારા પ્રથમ કિરણ પર, માત્ર એનોજ હક્ક છે

  – ખૂબ સરસ અભિવ્યક્તિ… અભિનંદન…

 4. bimal Says:

  exellent job keep it up and up

 5. કુણાલ Says:

  શબ્દો ખુબ જ ચળકી રહ્યા છે રાજીવભાઈ હવે…

  અદભુત અભિવ્યક્તિ…

 6. વિશ્વદીપ બારડ Says:

  હવે નવા નવા સંબંધો બાંધવા નથી
  મારે તુટેલા ધાગાઓ સાંધવા નથી

  સુંદર!
  “સંબંધ” બંધાતા રહેના, તુટતા રહેવાના અને સંધાતા રહેવાના!
  જિદગીનું કાંઈક આવુંજ છે!!

 7. ઊર્મિ Says:

  મારે મૃગજળથી લોચન માંજવા નથી
  મારે તુટેલા ધાગાઓ સાંધવા નથી

  sundar shabdo…

 8. hemantpunekar Says:

  મારે મૃગજળથી લોચન માંજવા નથી
  મારે તુટેલા ધાગાઓ સાંધવા નથી

  khub sundar Rajiv!

 9. Pinki Says:

  મારી પોતાની કબર પર, હું રોજ ફુલ મુકું છું
  પરોઢના ઉજાસમાં, ઉગતા સુરજને કહું છું
  જો, તને ચાહતો એક માણસ, પથ્થર બની ગયો છે
  તારા પ્રથમ કિરણ પર, માત્ર એનોજ હક્ક છે

  રાજીવભાઇ,
  એ પણ તો પથ્થર જ છે ને, ઇશ્વર ! લાગણીઓને સરસ રીતે અભિવ્યક્ત કરી છે. કાવ્ય જોડે જ સંબંધ બાંધેલો રાખોને !!

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s


%d bloggers like this: