પ્રણયને આંધળો કહેવાય છે

california_poppy.jpg 

વ્યર્થ દુનિયામાં પ્રણયને આંધળો કહેવાય છે
તું નયન સામે નથી, તોપણ મને દેખાય છે.

જ્યાં જુઓ ત્યાં બધે એક જ વદન દેખાય છે
કોઇને એક વાર જોયા બાદ, આવું થાય છે?

એમ તો એનું અચાનક પણ મિલન થઇ જાય છે
શોધમાં નીકળું છું ત્યારે જ કેમ એ સંતાય છે

આવ મારાં આંસુની થોડી ચમક આપું તને,
તું મને જોઇને બહું ઝાંખી રીતે મલકાય છે.

એટલે સાકી, સુરા પણ આપજે બમણી મને,
મારા માથા પર દુઃખોની પણ ઘટા ઘેરાય છે.

હોય ના નહિ તો બધોય માર્ગ અંધારભર્યો,
લાગે છે કે આપની છાયા બધે પથરાય છે.

હું કરું છું એના ઘરની બંધ બારી પર નજર,
ત્યારે ત્યારે મારી આંખોમાં જ એ ડોકાય છે.

પ્યાર કરવો એ ગુનો છે એમ માને છે જગત,
પણ મને એની સજા તારા તરફથી થાય છે.

છે લખાયેલું તમારું નામ એમાં એટલે,
લેખ મારાથી વિધિના પણ હવે વંચાય છે.

છે અહીં ‘બેફામ’ કેવળ પ્રાણની ખુશ્બૂ બધી,
પ્રાણ ઊડી જાય છે તો દેહ પણ ગંધાય છે.

-બરકત વિરાણી “બેફામ”

Advertisements

9 Responses to “પ્રણયને આંધળો કહેવાય છે”

 1. Rakesh Says:

  છે લખાયેલું તમારું નામ એમાં એટલે,
  લેખ મારાથી વિધિના પણ હવે વંચાય છે.

  khub j saras

 2. Sweta Says:

  આવ મારાં આંસુની થોડી ચમક આપું તને,
  તું મને જોઇને બહું ઝાંખી રીતે મલકાય છે.

  sundar

 3. વિવેક Says:

  છે અહીં ‘બેફામ’ કેવળ પ્રાણની ખુશ્બૂ બધી,
  પ્રાણ ઊડી જાય છે તો દેહ પણ ગંધાય છે.

  -મૃત્યુ વિષયક મક્તાઓ લખવા માટે બેફામ ખૂબ જાણીતા છે… આ આખી ગઝલના અંતે આ મક્તો કેટલો અદભૂત લાગે છે!

 4. chetu Says:

  યર્થ દુનિયામાં પ્રણયને આંધળો કહેવાય છે
  તું નયન સામે નથી, તોપણ મને દેખાય છે.

  આવ મારાં આંસુની થોડી ચમક આપું તને,
  તું મને જોઇને બહું ઝાંખી રીતે મલકાય છે.

  pranay ni vaat j nyaari che..!!…dard vadahre ne khushi ochhi toye jiv ema atvaay chhe..!!!

 5. Shah Pravinchandra Kasturchand Says:

  બહુ સરસ!
  ખૂબ સરસ!

  અતિ સરસ!
  ઘણી સરસ!

  આ ગઝલ
  કેવી સરસ?

  ટૂંકમાં કહુ?
  બેફામ સરસ!

  શાહ પ્રવીણચંદ્ર કસ્તુરચંદ.

 6. વિશ્વદીપ બારડ Says:

  જ્યાં જુઓ ત્યાં બધે એક જ વદન દેખાય છે
  કોઇને એક વાર જોયા બાદ, આવું થાય છે?

  this is true… sundar rachna!

 7. ઊર્મિ Says:

  મને યાદ છે ત્યાં સુધી… પ્રથમ શબ્દ ‘યર્થ’ નથી, પણ ‘વ્યર્થ’ છે…

  સુંદર ગઝલ.

 8. Rajiv Says:

  ઊર્મિજી,
  તમારી વાત સાચી હોય તેવુ લાગે છે અને આમ પણ વ્યર્થ વધારે અનુરુપ લાગે છે…
  અપડેટ કરી રહ્યો છું…
  આભાર

  રાજીવ

 9. dharmesh Says:

  kavita na meaning su che a mane jara kahse ,,,,

  by the way khub saras

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s


%d bloggers like this: