વળતી વેળાએ…

raghunath.jpg

(રઘુનાથ મંદિર)

તારિખઃ ૨૧મી જુલાઈ ૨૦૦૫

અમરનાથના દર્શન કરી ધન્ય ધન્ય બની ગયા પણ અમારી સફર હજી પુરી થઈ નહતી… અમારે તો હજી ખુબ દુર જવાનુ હતુ. દર્શન કરીને થાક તો ઉતરી ગયો હતો પણ વળતી વેળાની મુસાફરી બાકી હતી… આ વખતે અમે બાલતાલના રસ્તેથી નીચે ઉતરવાનુ ચાલુ કર્યુ. બાલતાલ તરફનો રસ્તો થોડો ટુંકો છે પણ થોડો વધારે ખરાબ એટલે કે ઉબડખાબડ અને તકલીફ ભરેલો છે. અમે ચાલતા રહ્યા અને ફક્ત ચાલતા રહ્યા. ખબર પડતી નહતી ક્યા પહોચ્યા… કેટલુ ચાલવાનુ બાકી છે અને ક્યારે પહોચીશુ… કઈ જ ખબર પડતી નહતી… સાંજ પડી ગઈ હતી અને અંધારુ થઈ ગયુ હતુ… વચ્ચે ક્યાંય રોકાય શકાય તેવુ હતુ જ નહી એટલે બીજો કોઈ વિકલ્પ ન હોવાના કારણે અમે ચાલ્યા કરતા હતા… લગભગ રાતના ૧૧ વાગ્યે અમે બાલતાલની છાવણીમાં પહોચ્યા અને ત્યાં સુવા માટૅ વ્યવસ્થા હતી તેમા અમે વિજય પ્રવેશ કર્યો… અમે અંદર પહોચ્યા કે અમને ત્યાં અંદર થોડા પરિચિત ચહેરાઓ જોવા મળ્યા. અમારા સાથીઓ એક અંકલ આંટી અને બા તેઓ પણ ત્યાં હતા… અમારે વહેલા સવારે નિકળી બાલતાલના પાર્કિંગ એરીયામાં જઈ અમારા મેનેજરને શોધવાનો હતો… અમે ત્યાંથી નિકળી શ્રીનગર જવા રવાના થયા.

યે કશ્મીર હૈ…

તારિખઃ ૨૩મી જુલાઈ ૨૦૦૫

gulmarg2.jpg

(ગુલમર્ગ, કશ્મીર)

શ્રીનગર પહોચતા પહેલા અમારે ગુલમર્ગ અને સોનમર્ગ જવાનુ હતુ… બન્ને જગ્યા સારી હતી… અને અમને ત્યાં ફરવાની મજા આવી… આમતો કશ્મીરને સ્વર્ગ કહ્યુ છે અને તે સાચુ છે પણ અમને બધાને હવે ઘરે પહોચવાની ઉતાવળ હોય તેવુ લાગતુ હતુ અને બધા માત્ર ફરવા ખાતર ફરતા હોય તેવુ લાગી રહ્યુ હતુ…

sonmarg1.jpg

(સોનમર્ગ, કશ્મીર)

અમે શ્રીનગર બે દિવસ રોકાયા ત્યાં ચશ્મેશાહી, નિશાંત બાગ ફર્યા અને પછી શાલીમાર બાગ ગયા, તે બાગનો ફોટો જુની ૧૦ રુપિયાની નોટમાં આવતો હતો. પણ એક પણ બાગ આપણા સયાજી બાગ જેવો નહતો…! અમે દાલ લેકમાં બોટીંગ કર્યુ… ખુબ મજા આવી… પણ પાણી ખુબ ગંદુ થઈ ગયુ છે અને અંદર ખુબજ વનસ્પતિ ઉગી નીકળી છે… પાણીમાં જોઈયે તો બીક લાગતી હતી…!

dallake.jpg

(દાલ લેક)

અમે રઘુનાથ મંદિર પણ ગયા હતા… ખુબજ મોટુ મંદિર છે અને ખુબજ સિક્યોરીટી હતી ત્યાં કેમકે આતંકવાદીઓએ તે મંદિર ઉડાડી દેવાની ધમકી આપેલી છે. ત્યાં દુનિયામાં સૌથી મોટી સ્ફટીકની શિવલીંગ છે… ખુબ જ અદભુત હતી તે… દર્શન કરવાની મજા આવી… ત્યાં મંદિરની બહારજ ખુબ મોટી માર્કેટ છે. અમે બધા ફર્યા અને ખાસો એવો ખર્ચો કર્યો…!

બોમ્બ ધડાકા વચ્ચેની રાહત…

અમે શ્રીનગર જે હોટલમાં રોકાયા હતા તે હોટલથી થોડે દુર એક જબરદસ્ત બોમ્બ વિસ્ફોટ થયો હતો. એ દિવસે સવારે હું, વિશ્વાસ અને ચંદુ રુમમા બેઠા હતા અને મારી નજર બારી તરક હતી. અચાનક જ જોરદાર અવાજ આવ્યો અને મે જોયુ તો બારી માથી થોડે દુર ખુબ ઉંચા ધુમાડાના ગોટેગોટા ઉડતા હતા. અમને થોડી વાર પછી ખબર પડી કે બાજુ માં કોઈ સરકારી શાળાના પટાંગણની બહાર એક મારુતિ જીપ્સીમા બોમ્બ વિસ્ફોટ થયો છે. અમે બધા ચાલતા ચાલતા ત્યાં સુધી જોવા ગયા. અમેને એમ કે ત્યાં નહી જવા દેત હોય, પણ ત્યાંના લોકો અને પોલીસ આ બધાથી એટલા ટેવાઈ ગયેલા લાગતા હતા કે કોઈના ચહેરા પર ભય કે કોઈ એવી લાગણી દેખાતી જ નહ્તી… અમે ત્યાં પહોંચ્યા અને રસ્તા પર બધેજ કાંચના ટુકડે ટુકડા પડ્યા હતા… વીજળીના તાર પણ તુટીને જમીન પર પડી ગયા હતા… કારમાં કઈ બાકી વધ્યુ નહ્તુ… રસ્તા પર ક્યાંક ક્યાંક લોહી પડેલુ હતુ… આજતક અને ઝી ટીવીના રીપોર્ટરો આવી ગયા હતા… પોલીસ એનુ કામ કરી રહી હતી… અમે થોડી વાર ત્યાં ઉભા રહી પાછૂ હોટલ તરફ પ્રયાણ કર્યુ…

ઘર તરફ…

ફરીથી અમે બધા જમ્મુ-તાવીમાં ગોઠવાયા અને સમય ગણવા લાગ્યા… સુખે દુઃખે અમે અમદાવાદ પહોચ્યા અને ત્યાંથી મીની બસમાં ઘર સુધી.

આમ, મારી અમરનાથ યાત્રા પુર્ણ થઈ.

— સમાપ્ત —

Advertisements

3 Responses to “વળતી વેળાએ…”

 1. Rekha Says:

  Sundar

 2. Sejal Says:

  Sundar yatra no sundar ant…!

 3. pragnaju Says:

  અમરનાથ યાત્રા અમે પણ કરી હોય તેવું લાગ્યું…
  સંતોષ ન થયો તે ફરી વાર યાત્રા કરી
  अहं निर्विकल्पो निराकार रुपो
  विभुर्व्याप सर्वत्र सर्वेन्द्रीयाणाम
  सदा मे सम्त्वं न मुक्ति न बंध्धो
  चिदानंद रुप शिवोहंम शिवोहंम
  જય શિવ શંકર

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s


%d bloggers like this: