– નહિ

yellow.jpg

ભલે તું મને તારા દિલની વાત બતાવ નહિ
પણ જે આંખો કહે છે તે વાત છુપાવ નહિ

દિલમાં જે વાત છે તે કહી દે દિલ ખોલીને
દિલની લાગણીઓને દિલમાંજ દબાવ નહિ

તારી આંખો જે કહે છે તે સાંભળવા ઝંખુ છું
આંખો બોલે ત્યારે તારી પાંપણો ઝુકાવ નહિ

આ દિલ પછી કોણ જાણે ક્યા જઇ અટકશે
તેને તું તારી સાથે તણખલાં જેમ વહાવ નહિ

મૃત્યુ બાદ પણ આંખો તને જોવા ખુલ્લી રહેશે
તુ ભલે કદી, મારી કબર સુધી આવ નહિ

‘રાજીવ’ ફક્ત તારાજ સ્વપ્નોમાં ખોવાયો છે
હવે તેને ત્યાંથી, અહી પાછો બોલાવ નહિ

– રાજીવ

Advertisements

3 Responses to “– નહિ”

 1. વિશ્વદીપ બારડ Says:

  દિલમાં જે વાત છે તે કહી દે દિલ ખોલીને
  દિલની લાગણીઓને દિલમાંજ દબાવ નહિ

  That is unversal truth ! Sundar!

 2. bimal Says:

  exellent
  તારી આંખો જે કહે છે તે સાંભળવા ઝંખુ છું
  આંખો બોલે ત્યારે તારી પાંપણો ઝુકાવ નહિ

  આ દિલ પછી કોણ જાણે ક્યા જઇ અટકશે
  તેને તું તારી સાથે તણખલાં જેમ વહાવ નહિ

 3. હિમાંશુ કીકાણી Says:

  બ્લોગના શીર્ષકમાં જે લખ્યું છે એ સાર્થક કરો છો… પંક્તિઓને શબ્દોથી બહુ સજાવી નથી, છતાં સાદા શબ્દોમાં પણ ગજબનું ઊંડાણ ભરો છો.

  અભિનંદન!

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s


%d bloggers like this: