Archive for ઓગસ્ટ, 2007

તારુ રૂપ

ઓગસ્ટ 31, 2007

gulmaho.jpg

ક્યારેક તારુ રૂપ
મને વિંટળાય સુગંધરૂપે,
કદી ઝુકેલા આકાશમાં
ને કદી તારલાની આંખે,
ક્યારેક તારુ રૂપ નિહાળુ
પંખીની પાંખે…

કદી નામ તારુ
મને અથડાય ટહુકા રૂપે,
કદી મ્હોરેલાં ગુલમ્હોરમાં
ને કદી કોઇ વૃક્ષની ડાળે,
કદી કલરવ કરતા પક્ષીમાં
ને કદી કોઇ પંખીના માળે…

કદી શ્વાસ તારા
મને અડ્યા કરે ધડકનો રૂપે,
કદી ખીલેલી ચાંદનીમાં
ને કદી નદીના કિનારે,
કદી ઢળતા સુરજમા
ને કદી સાગરમાં મઝધારે…

– રાજીવ

Advertisements

બે-પરવા મિલન

ઓગસ્ટ 29, 2007

meet.jpg

દર્દમય એકાંત, બે-પરવા મિલન
કોણ સમજે છે અમારા પ્યારને

એને મારા પ્રેમ પર શંકા પડી
મેં તરત માની લીધો ઇન્કારને

છે હવે આંખોમાં એવી સ્થિરતા
જાણે જોતી થઈ ગઈ દિલદારને

પ્રેમ તો નિષ્ફળ ગયો ચારે તરફ
બર હવે સંભાળીએ વહેવારને

હોત એ પ્રત્યક્ષ તો પણ ઓ ‘મરીઝ’,
ક્યાં સુધી જોતે તમે કિરતારને

– મરીઝ

શ્રી રુદ્રાષ્ટકમ્

ઓગસ્ટ 27, 2007

नमामीशमीशान निर्वाणरूपं विभुं व्यापकं ब्रह्मवेदस्वरूपम् |
निजं निर्गुणं निर्विकल्पं निरीहं चिदाकाशमाकाशवासं भजेङहम् ||१||

निराकारमोंकारमूलं तुरीयं गिराज्ञानगोतीतमीशं गिरीशम् |
करालं महाकालकालं कृपालं गुणागारसंसारपारं नतोङहम् ||२||

तुषाराद्रिसंकाशगौरं गभीरं मनोभूतकोटि प्रभाश्रीशरीरम् |
स्फुरन्मौलिकल्लोलिनी चारुगंगा लसदभालबालेन्दुकण्ठे भुजंगा ||३||

चलत्कुण्डलं भ्रुसुनेत्रं विशालं प्रसन्नाननं नीलकण्ठं दयालम् |
मृगाधीशचर्माम्बरं मुण्डमालं प्रियं शंकरं सर्वनाथं भजामि ||४||

प्रचण्डं प्रकृष्टं प्रगल्भं परेशं अखण्डं अजं भानुकोटिप्रकाशम् |
त्रयः शूलनिर्मूलनं शूलपाणिं भजेङहं भावानीपतिं भावगम्यम् ||५||

कलातिकल्याण कल्पान्तकारी सदा सज्जनान्ददाता पुरारी |
चिदानंदसंदोह मोहापहारी प्रसीद प्रसीद प्रभो मन्मथारी ||६||

न यावद उमानाथपादारविन्दं भजन्तीह लोके परे वा नराणाम् |
न तावत्सुखं शान्ति संतापनाशं प्रसीद प्रभो सर्वभूताधिवासम् ||७||

न जानामि योगं जपं नैव पूजां नतोङहं सदा सर्वदा शम्भुतुभ्यम् |
जरजन्मदुःखौ घतातप्यमानं प्रभो पाहि आपन्नमामीश शम्भो ||८||

रुद्रष्टकमिदं प्रोक्तं विपेण हरतुष्टये |
ये पठन्ति नरा भक्त्या तेषां शम्भुः प्रसीदति ||

|| इति श्री गोस्वामी तुलसीदास कृतं श्री रुद्राष्टकम् संपूर्णं ||

નથી!!!

ઓગસ્ટ 24, 2007

sea.jpg

નથી, પ્રેમની શાયરીઓ આપણી નથી
નથી, હવે જીવવાની કોઇ લાગણી નથી

નથી, મારા પોતાનામાં હવે હું નથી
નથી, મારી જીંદગીમાં હવે તૂં નથી

નથી, દુનિયામાં શાંતિનો શ્વાસ નથી
નથી, કોઇના હૃદયમાં અહેસાસ નથી

નથી, કોઇ પથ્થરમાં પ્રભુની મુરત નથી
નથી, આ પ્રભુએ રચેલી કુદરત નથી

નથી, કોઇ આંખોમાં હવે સાગર નથી
નથી, કોઇ હૃદયમાં રહેવા જેવુ ઘર નથી

– રાજીવ

જીવનનાં જળ

ઓગસ્ટ 22, 2007

water-drops.jpg

જીવનનાં જળ
ખૂબ અનર્ગળ

કૂંપળ કૂંપળ
કણસે ઝાકળ

આગળ પાછળ
આવળ બાવળ

ડગલે પગલે
દ્રષ્ટિના છળ

માથે લટકે
મણ મણની પળ

મેરુઓ પણ
મનન ચંચળ

એના વચનો
ડોકના આંચળ

એક જ ઈશ્વર
એ પણ અટકળ!

‘ઘાયલ’ જીવન
રણમાં બાવળ

– અમૃત ‘ઘાયલ’

શિવ અષ્ટકમ

ઓગસ્ટ 20, 2007

shiv3.jpg

मनोबुध्धि अहंकारं चितानीनाम
न च श्रोत जिह्वे, न च ध्राण नेत्रे
न च व्योम भुर्मि, न तेजो न वायु
चिदानंद रुपं शिवोहंम शिवोहंम

न मे द्वेष रागो, न मे लोभ मोहो
मदोनैव मे नैव मास्तर्य भाव
न धर्मो न चार्थो न कामो न मोक्शो
चिदानंद रुपं शिवोहंम शिवोहंम

न च प्राणसंग्यो न वे पंचवायु
न वा सप्तधातु न वा पंच कोश
न वाक्पाणी पादं न चोपस्थपाय
चिदानंद रुपं शिवोहंम शिवोहंम

न पुण्यं न पापं न सोख्यं न दुखं
न मंत्रो न तिर्थं न वेदां न यज्ञा
न च भोजनं न भोज्यो न भोक्ता
चिदानंद रुपं शिवोहंम शिवोहंम

न मे मृत्युशंका न मे जातिभेद
पिता नैव मे नैव माता न जन्म
न बंध्रु न मित्र गुरु नैव शिष्य
चिदानंद रुप शिवोहंम शिवोहंम

अहं निर्विकल्पो निराकार रुपो
विभुर्व्याप सर्वत्र सर्वेन्द्रीयाणाम
सदा मे सम्त्वं न मुक्ति न बंध्धो
चिदानंद रुप शिवोहंम शिवोहंम

फ़ना हो जाना

ઓગસ્ટ 19, 2007

field_of_flowers_sc122.jpg

`इश्‌रत-ए क़त्‌रह है दर्‌या में फ़ना हो जाना
दर्‌द का हद से गुज़र्‌ना है दवा हो जाना

જે રીતે પાણીનુ ટીપાનુ ગૌરવ છે દરિયામાં મળી દરિયો બની જવામાં, દર્દનુ હદથી વધી જવુ છે, દવા બની જવુ

तुझ से क़िस्‌मत में मिरी सूरत-ए क़ुफ़्‌ल-ए अब्‌जद
था लिखा बात के बन्‌ते ही जुदा हो जाना

તારાથી, મારા નશીબમાં, છે એક બંધ તાળુ પડ્યુ, ત્યાં લખ્યુ હતુ, શરુઆત થતા જ અંત થઈ જવુ

दिल हुआ कश्‌मकश-ए चारह-ए ज़ह्‌मत में तमाम
मिट गया घिस्‌ने में इस `उक़्‌दे का वा हो जाना

મારુ હૃદય, પરેશાનીઓથી છુટવાની કશ્મકશમાં, પુરુ થઈ ગયુ, ઘસાવાથી, તે બંધન ખુલી જવુ અને તેનુ ભુંસાઈ જવુ

अब जफ़ा से भी हैं मह्‌रूम हम अल्‌लाह अल्‌लाह
इस क़दर दुश्‌मन-ए अर्‌बाब-ए वफ़ा हो जाना

હવે નથી વિશ્વાસનીયતા પર પણ ભરોસો અમને, પ્રભુ, પ્રભુ! અમે બની બેઠા છીએ દુશ્મન વિશ્વસનીય વ્યક્તિના

ज़ु`फ़ से गिर्‌यह मुबद्‌दल ब दम-ए सर्‌द हुआ
बावर आया हमें पानी का हवा हो जाना

નબળાઈના કારણે, આંસુઓ પરીણમ્યા છે ઠંડા નીશાનોમાં, તે અમારા માટે સારુ થશે, પાણીનુ હવા થઈ જવુ

दिल से मिट्‌ना तिरी अन्‌गुश्‌त-ए हिनाई का ख़ियाल
हो गया गोश्‌त से नाख़ुन का जुदा हो जाना

હૃદયમાંથી જો હું કાઢી શક્ત ક્યારેય, તારી મહેંદી રંગેલી આંગળીયો, તે બની રહેત નખનુ આંગળી થી છુટ્ટા થઈ જવુ

है मुझे अब्‌र-ए बहारी का बरस कर खुल्‌ना
रोते रोते ग़म-ए फ़र्‌क़त में फ़ना हो जाना

મારા માટે, વરસાદ અને ત્યાર બાદનો ઉધાડ જેમકે, રડતા રડતા, જુદાઈના દુઃખમાં પ્રાણ ત્યજી જવુ

गर नहीं नकहत-ए गुल को तिरे कूचे की हवस
क्‌यूं है गर्‌द-ए रह-ए जौलान-ए सबा हो जाना

જો ગુલાબનુ અત્તર તારી ગલીમાં આવવાનુ ન વિચારે, તો તે શા માટે ધુળ બની અને આ વહેતી હવાના માર્ગમાં આવે છે?

बख़्‌शे है जल्‌वह-ए गुल ज़ौक़-ए तमाशा ग़ालिब
चश्‌म को चाहिये हर रन्‌ग में वा हो जाना

ગુલાબની સુંદરતા આપે છે જોનારને અનોખો આનંદ, ગાલિબ, આંખોનુ, દરેક રંગમાં ઉધાડા થઈ જવુ

ता कि तुझ पर खुले इ`जाज़-ए हवा-ए सैक़ल
देख बर्‌सात में सब्‌ज़ आइने का हो जाना

તે માટે કે જેથી તારા પર થાય એકદમ શુધ્ધ હવાનો પહેરો, જો તો ખરો, વરસાદના મૌસમમાં અરીસા પર ઓસનુ બાઝી જવુ

ગુજરાતી અનુવાદ રાજીવ ગોહેલ દ્વારા

– ग़ालिब