અમરનાથ દર્શન

sheshnaag.jpg
(શેષનાગ)

તારિખઃ ૧૮મી જુલાઈ ૨૦૦૫, સોમવાર

શેષનાગ પર આખી રાત વરસાદ વરસ્યા બાદ, વરસાદે વિરામ લીધો… સુંદર સવાર પડી… અમે બધા ઉઠ્યા અને આગળ મુસાફરી કરવા સજ્જ થઈ ગયા… ખુબ વરસાદને કારણે ખુબજ કાદવ કીચડ થઈ ગયુ હતુ અને ચાલતા ચાલતા અડધા અડધા પગ ગારામાં ખુંચી જતા હતા… અમે બધા ખુબ થાકેલા હતા અને અમારે આજે દર્શન કરી બીજી તરફથી બાલતાલ તરફ નીચે ઉતરવાનુ હતુ… ચાલવાનુ ખુબ મન હોવા છતાં અમરે વિકટ પરિસ્થિતીઓને કારણે અને સમયના અભાવે ઘોડા કરવાનો નિર્ણય કરવો પડ્યો… અમે પાંચેય લોકોએ ઘોડા કર્યા અને જેમતેમ ઘોડાઓ પર ગોઠવાયા, અને અમારી યાત્રા તેના આગલા મુકામ તરફ ધીમે ધીમે રવાના થઈ… ઘોડા પર બેસવામાં પણ ખુબ થાક લાગતો હતો… વારે વારે જમીનના લેવલ અનુસાર ઘોડા પર આગળ પાછળ જુકવુ પડતુ હતુ… રસ્તો વધુ ને વધુ ખરાબ અને સાંકડો થતો જતો હતો… અને બાજુની ખીણની ઉંડાઈ પણ વધતી જતી હતી… અમારી યાત્રા પોષપત્રી સુધી પહોંચી… રસ્તાની હાલત અને વાતાવરણ જોઈને લાગ્યુ કે ઘોડા કરવાનો નિર્ણય ખુબ જ સારો હતો… આમતો ઘોડા પર બેસતા પણ ફાવતુ તો નહતુ પણ બીજો કોઈ વિકલ્પ હતો નહી… ઘણી જગ્યાએ લેન્ડસ્લાઈડીંગને કારણે રોકાવુ પડતુ હતુ… ક્યાંક ક્યાંકથી ઘોડા પરથી યાત્રીઓ પડી ગયાના સમાચાર મલતા હતા… અને અમે આગળ વધતા રહેતા હતા… ખરાબ રસ્તા કે ખરાબ વાતાવરણ કે ચઢાણ કોઈ પણ યાત્રીનુ મનોબળ ધટાડતુ નહ્તુ… યાત્રીઓ એજ જુસ્સાથી બાબાનુ નામ લેતા લેતા આગળ વધી રહ્યા હતા… તે દિવસે સોમવાર હતો અને અમે બધાએ નક્કી કર્યુ હતુ કે સોમવારેજ બાબાના દર્શન કરવા…

પોષપત્રીથી અમે પંચતરણી તરફ જવા રવાના થયા…પંચતરણી તરફનો રસ્તો પ્રમાણમાં થોડો સારો હતો… ચઢાણ હતુ પણ બહુ ખરાબ નહી… ઘોડાઓ વ્યવસ્થિત ચાલી શક્તા હતા અને અમે બરાબર બેસી સકતા હતા… પંચતરણી પહોચતા પહેલા ગણેશ ટોપ આવ્યુ… ગણેશ ટોપનુ ચઢાણ ખરેખર કપરુ હતુ અને અમને પીસ્સુ ટોપની યાદ આવી ગઈ… ત્યાંથી આગળ વધી અમે પંચતરણી પહોંચ્યા… પંચતરણીથી અમે સંગમ ટોપ તરફ આગળ વધ્યા… અમારે ૨ વાગ્યા સુધીમાં ગુફા સુધી પહોચવાની ગણતરી હતી…

અમે સંગમ ટોપ પહોચ્યા… ત્યાં પહેલગામ અને બાલતાલ તરફનો રસ્તો ભેગો થાય છે… ત્યાંથી આગળ જવા માટૅ ખુબ લાંબી લાઈન હતી… અમે ધીમે ધીમે ગુફા તરફ આગળ વધ્યા… લગભગ ગુફાથી ૨ કીમી દુર ઘોડાવાળાએ અમને ઉતારી દીધા… ત્યાંથી આગળ ચાલીને જવાનુ હતુ…

ત્યાંનુ વાતાવરણ અત્યંત આહલાદક અને પવિત્ર જણાતુ હતુ… બાબાના નામનો જયજયકાર હવામાં ગુંજી રહ્યો હતો… ચારે તરફ બરફ જ બરફ હતો… અને માનવ મહેરામણ ઉભરાય રહ્યો હતો…

અમે ઘોડાવાળાને રુપિયા ચુકવી ગુફા તરફ ચાલવાનુ ચાલુ કર્યુ… પ્રસાદ લીઘો અને અમારો સામાન અને પગરખા એક દુકાનવાળાને સાચવવા આપી અમે દર્શનાર્થે આગળ વધ્યા… બરફ પર ખુલ્લા પગે ચાલવાની મજા કઈ અલગજ હોય છે… થોડા સમય બાદ પગ છે કે નહી તેની ખબરજ નહોતી પડતી… દર્શ માટે અમે આગળ વધી રહ્યા હતા… આંખમાંથી આંસુ વહી રહ્યા હતા… ખુબજ ભાવવિભોર બની ગયા હતા અમે બધા… લગભગ બધાની આંખ ભીની થઈ ગઈ હોય એવુ લાગી રહ્યુ હતુ… અમારી સામેથી દર્શન કરીને આવનાર યાત્રાળુઓ નિકળતા હતા અને દરેકના ચહેરા પર એક અલગ પ્રકારની ચમક અને ખુશી દેખાય રહી હતી… હું બાબાનુ નામ લેતો લેતો ગુફા તરફ આગળ વધી રહ્યો હતો… અમે ગુફાની અંતિમ મંજીલ સુધી પહોચ્યા અને તે આખરી થોડા પગથીયાં પાર કરવાના બાકી રહ્યા હતા… વિશ્વાસ ખુબજ હાંફતો હતો… અને અમને ખ્યાલ હતો કે તે શ્વાસ લેવા માટે ખુબ પ્રયત્ન કર રહ્યો છે પણ હિમ્મત હાર્યા વગર અમે બધા આખરી પગથીયાં પણ ચઢી ગયા…

amarnath-cave.jpg
(અમરનાથ ગુફા)

અને ગુફાના પ્રવેશ દ્વારથી જ બાબાના દર્શન થઈ રહ્યા હતા… અમે ખુબ ભાગ્યશાળી હતા… અમે ગયા તે વરસે બાબાના અર્ધનારેશ્વસ રુપના દર્શન હતા હિમશીલામાં… લગભગ સાતેક ફુટ ઉંચી હિમશીલા હતી… અમે બધાએ ખુબ શાંતિ થી દર્શન કર્યા… મે શિવચાલીસા તથા શિવઅષ્ટકમના પાઠ કર્યા…

શિવઅષ્ટકમ

मनोबुध्धि अहंकार चितानीनाम
न च श्रोत जिह्वे, न च ध्राण नेत्रे
न च व्योम भुमि, न तेजो न वायु
चिदानंद रुप शिवोहंम शिवोहंम

न मे द्वेष रागो, न मे लोभ मोहो
मदोनैव मे नैव मास्तर्य भाव
न धर्मो न चार्थो न कामो नमोक्श
चिदानंद रुप शिवोहंम शिवोहंम

न च प्राणसंग्यो न वे पंचवायु
न वा सप्तधातु न वा पंच कोश
न वाक्पाणी पाद न चोपस्थपाय
चिदानंद रुप शिवोहंम शिवोहंम

न पुण्यं न पापं न सोख्यं न दुखं
न मंत्रो न तिर्थं न वेदा न यग्या
न च भोजनं न भोज्यो न भोक्ता
चिदानंद रुप शिवोहंम शिवोहंम

न मे मृत्युशंका न मे जातिभेद
पिता नैव मे नैव माता न जन्म
न बंध्रु न मित्र गुरु नैव शिष्य
चिदानंद रुप शिवोहंम शिवोहंम

अहं निर्विकल्पो निराकार रुपो
विभुर्व्याप सर्वत्र सर्वेन्द्रीयाणाम
सदा मे सम्त्वं न मुक्ति न बंध्धो
चिदानंद रुप शिवोहंम शिवोहंम

અમરનાથ ગુફાનો ઇતિહાસ

શિવખોરી ગુફામાં સર્વ દેવી દેવતા સાથે રહ્યા બાદ શિવજી ગુફાના પાછળના માર્ગે અમરનાથ સુધી આવ્યા હતા… આ ગુફામાં તેઓએ દેવી પાર્વતીને આખી કથા (શિવ પુરાણ) સંભળાવી હતી… કથા દરમ્યાન શિવજીને ત્યાં કોઈ અન્યની હાજરી પણ વરતાઈ હતી તેથી તેમણે એ ગુફાને આગ્નિમાં બાળી નાખી હતી… હકીકતમાં તે ગુફામાં શિવજી જ્યારે કથા કહેતા હતા ત્યારે, એક કબુતર અને કબુતરી હાજર હતા… શિવજીની કથા જે સાંભળે તે અમર થઈ જાય… તે બે કબુતર તેથી અમર થઈ ગયા છે અને આજે પણ ગુફા સુધી દર્શન કરવા જનારને તે કબુતર જોવા મળે છે… શિવજી એ તે ગુફા આખી સળગાવી દીધી હતી તેથી આજે પણ શિવલીંગ પીગળે છે ત્યારે તેના પાણીમાં રાખ આવે છે…

ગુફામાં દર્શન બાદ નીચે ઉતરતા બાજુમાં શિવલીંગ પીગળે તે પાણી વહે છે… ત્યાંથી પાણી ભરવા અને પ્રસાદ સ્વરુપે પાણી લેવા શ્રધાળુઓ જાય છે… ત્યાં ખુબ જ ઠંડી હતી અને ત્યાં બેસીને હાથ લાંબો કરી પાણી સુધી પહોચવુ પડતુ હતુ… પાણી ટીપે ટીપે પડતુ હતુ અને ખુબ ઠંડીને કારણે શ્વાસ પણ લઈ શકાતો નહતો… મે ત્યાંથી મારા માટે અને બીજા થોડા યાત્રાળુઓ માટે પાણી ભરી આપ્યુ… ત્યાંથી થોડા આગળ વધ્યા અને અમે કબુતરને શોઘતા હતા… અચાનક જ ગુફામાંથી એક સફેદ કબુતર ઉડ્યુ અને અમે તે અમર કબુતરને પણ જોઈ લીધુ…!

જય બાબા અમરનાથ બર્ફાની
ભુખે કો અન્ન, પ્યાસે કો પાની

આ સુત્રો હવામાં ગુંજતા હતા… દર્શન બાદ કોઈ પણ જાતનો થાક વરતાતો નહ્તો… એકવાતની ખાત્રી થઈ ગઈ હતી કે આટલા દુઃખ, દર્દ અને કષ્ટ વેઠીંને લોકો બાબાના દર્શને આવે છે પણ જ્યાં સુધી તમારા નશીબમાં ન હોય ત્યાં સુધી બાબા તમમે બોલાવતા નથી અને અમરનાથ બાબાના દર્શન એ ખરેખર ભાગ્યશાળી લોકોને મળતો લહાવો છે.

અમે ફરીથી પેલી દુકાન તરફ આગળ વધ્યા… અમે અમારો સામાન અને પગરખા લીધા અને આગળ જવા માટે તૈયારીઓ આરંભી…!

વધુ આવતા રવિવારે…

Advertisements

6 Responses to “અમરનાથ દર્શન”

 1. nilam doshi Says:

  ઘેર બેઠા અમરનાથ યાત્રા સુન્દર રીતે કરાવવા બદલ આભાર.

 2. chetu Says:

  thanks ..!

 3. સુરેશ Says:

  એમ કહે છે કે, હવે તો શીવલીંગ સાવ પીગળી ગયું છે , તે વાત સાચી?
  આટલી સ્રરસ રીતે યાત્રા કરાવવા માટે આભાર.

 4. Rekha Says:

  સુરેશ દાદા,
  અમરનાથ ગુફામાં દર વર્ષે બરફનુ શિવલીંગ બને છે અને થોડા શિયાળાના મહિના શિવલીંગ રહે છે અને પછી પીગળી જાય છે

 5. Rajiv Says:

  આભાર રેખાજી… તમારી વાત એકદમ સાચી છે

 6. સાગર ગોકાણી Says:

  વાહ મિત્ર અપનો ખુબ ખુબ આભાર હું આ વર્ષ દરમિયાન જવાનો છો મારા માટે કઈ પણ સુચના હોય તો મેહરબાની કરી ને આપસો જેથી હું મારી આ પવિત્ર યાત્રા સારી રીતે પૂરી કરી સકું……..મહ્દેવ હર …..

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s


%d bloggers like this: