તો… હવે…?

dew1.jpg

મારાં અંતરને,
મારાં હૃદયને,
ધડકવાનું સુંદર કારણ –
તુંજ આપી શકે !
અને, તે પણ…
તારી મજબુરીઓની હદમાં રહીને,
તે કારણ,
મને પુરુ પાડ્યું છે !!!

અને છતાં, મને,
મારા હૃદયને,
કઇક ખુટ્યા કરે છે

ધખધખતુ રણ જાણે કે,
તું મારી આંખોમાં ભરે
અને દરેક ક્ષણે,
મને મૃગજળથી ભીંજવે

આ તારી સાથે હોવું,
તને હરપળ ચાહવુ,
અને બળતુ રહેવુ…

મારા મનને, કોણ મનાવશે?
કહે…!
અને, કોણ આપશે –
આ રણનુ તારણ મને?

આ મારા –
શ્વાસમાં પડેલી તિરાડોને,
કોણ પુરી શક્શે ?
આપણાં આ સંબંધને –
વિકસાવવો,
શું નહિ સંભવે ?

ભલે, …!!!
પણ, મારે મન, તેને
ટકાવી રાખવો,
તે શ્વાસ જેટલુ અનિવાર્ય છે…!!!
તો…!
હવે…!???

– રાજીવ

Advertisements

9 Responses to “તો… હવે…?”

 1. ધવલ Says:

  સરસ રચના !

 2. Tanvi Says:

  Sundar rajuaat, sundar shabdo

 3. Ketan Shah Says:

  આ તારી સાથે હોવું,
  તને હરપળ ચાહવુ,
  અને બળતુ રહેવુ…

  મારા મનને, કોણ મનાવશે?
  કહે…!
  અને, કોણ આપશે –
  આ રણનુ તારણ મને?

  Sunder ane Excellent
  Hriday ne sparsi gayi tamari kavita

 4. Ketan Shah Says:

  Rajivji,

  Apni kavaita khub j gami. Is it available in market in book format. I like to add it in my book library.

  Ketan Shah

 5. વિશ્વદીપ બારડ Says:

  ભલે, …!!!
  પણ, મારે મન, તેને
  ટકાવી રાખવો,
  તે શ્વાસ જેટલુ અનિવાર્ય છે…!!!
  તો…!
  હવે…!???

  sundar !

 6. Chetan Framewala Says:

  રાજીવભાઈ,
  મનની લાગણીઓના મોતી બહુજ સુંદર રીતે શબ્દોમાં પરોવ્યાં છે…
  ને

  ………….
  ભલે, …!!!
  પણ, મારે મન, તેને
  ટકાવી રાખવો,
  તે શ્વાસ જેટલુ અનિવાર્ય છે…!!!
  તો…!
  હવે…!???……..

  ક્યા બાત હૈ…..
  બહોત અચ્છે.

  જય ગુર્જરી.
  ચેતન ફ્રેમવાલા

 7. bimal Says:

  sundar…………………rajivbhai
  halbali javayu………….

 8. સાગર Says:

  આપણાં આ સંબંધને –
  વિકસાવવો,
  શું નહિ સંભવે ?

  અત્યંત સુંદર પંકિતઓ…

 9. Ramesh Patel Says:

  મારા મનને, કોણ મનાવશે?
  કહે…!
  અને, કોણ આપશે –
  આ રણનુ તારણ મને?

  Excellent!!!!!!!!

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s


%d bloggers like this: