મુકામ પહેલગામ

pahalgam.jpg

તારીખઃ ૧૭મી જુલાઈ ૨૦૦૫

શિવખોરી દર્શન કર્યા બાદ હોટલ આવી ગયા પછી અને વિશ્વાસની બપોરની હાલત જોઈ બધા થોડા ગભરાયેલા હતા અને બીજા દિવસે સવારે વહેલા પહેલગામ જવા નિકળવાનુ હતુ. કટરાથી પહેલગામ લગભગ ૨૪૦ કિલોમીટર દુર છે

અમે બધા થાકેલા હતા. સવારે ઉઠ્યા અને તૈયાર થઈ બધા હોટેલને અલવિદા કરી આગળ જવા નિકળ્યા. અમાર ટુર મેનેજરે મીનીબસની વ્યવસ્થા કરી હતી. પણ આ વખતે પણ મીનીબસ વધારે પડતી જ મીની હતી અને બેસવામાં અનુકુળતા હતી નહી, તેથી અમે બધાએ ટુર મેનેજર સાથે વાત કરી અને તેને બીજી વ્યવસ્થા કરવા જણાવ્યુ. તેણે થોડી આનાકાની કર્યા બાદ બે ટાટા સુમોની વ્યવસ્થા કરી. લગભગ એકાદ કલાક આ માથાકુટમાં પસાર થઈ ગઈ. અને અમે શરુઆતથી જ મોડા પડવા લાગ્યા હતા. અમારે સાંજ સુધીમાં પહેલગામ પહોંચવાનુ હતુ. ૨૪૦ કીમી કાપતા લગભગ ૮-૯ કલાક થશે તેવુ અમને જણાવામાં આવ્યુ હતુ.

અમે લગભગ સવારે ૧૦ વાગ્યા જેવી પહેલગામ તરફની મુસાફરી ચાલુ કરી. રસ્તાઓ ખુબજ ખતરનાક હતા. લગભગ બધાજ રસ્તાની બાજુમાં ઉંડી ખીણ હતી અને તે ખીણમાંથી નદી વહી રહી હતી. આમ તો ખુબ જ સુંદર દ્રશ્યો હતા, સુંદર વાતાવરણ પણ જો રસ્તા પરથી જરા પણ ખસી ગયા તો રામ રામ કરી દેવાનુ જીવન ને. લગભગ દરેક રસ્તાઓ પહાડો કોતરીને બનાવેલા હતા તેથી વાંકાચુકા અને ગોળ ગોળ રસ્તાઓ હતા, પણ સારા રસ્તા હતા અને અમારા ડ્રાઈવર પણ સારા હતા તેથી બહુ વાંધો આવતો નહતો. રસ્તામાં કોઈ કોઈ જગ્યાએ લેન્ડ સ્લાઈડીંગને લીધે અમારે રોકાવુ પડતુ હતુ અને જગ્યાએ જગ્યાએ ટ્રાફીક જામની સમસ્યા નડ્યા કરતી હતી. ઘણી વખત મિલિટરીની કોનવોયને રસ્તો આપવા એક આખી સાઈડ બંઘ કરી દેવામાં આવતી હતી અને સમય પસાર થયા કરતો હતો. અમે બહુ બધા વિરામો પછી પહેલગામ પહોંચ્યા, લગભગ રાતના ૯ વાગી ગયા હતા. અમારી હોટલમાં અમારુ બુકીંગ કન્ફર્મ હતુ નહી અને તેથી ત્યાં પહોચ્યા પછી થોડી વ્યવસ્થા કરવાની હતી. અમારો ટુર મેનેજર થોડૉ લબાડ માણસ હતો.

અમે પહેલગામ પહોચ્યા. ત્યાં જઈ બધા માટે રહેવાની વ્યવસ્થા કરી. મને વિશ્વાસને અને ચંદુને છેલ્લે હોટલના મેનેજરના ઘરે એક રુમ આપવામાં આવી. તેઓ પાકા કશ્મીરી લોકો હતા. અને ઘર પણ જુનવાણી લાકડાંનુ બનેલુ અને એક્દમ નદીને કિનારે. નદી એટલા વેગથી વહેતી હતી કે તેનો અવાજ ખુબ દુર સુધી સંભળાતો હતો. અમે રુમ બંઘ કર્યો તો પણ નદીના પાણીનો અવાજ સંભળાયા કરતો હતો. મઘુર અવાજ હતો તે પણ ઠંડી ખુબ વઘારે હતી તેથી કાનમાં રુ ભરાવીને બેઠા હતા.

અમે રુમમાં ગોઠવાયા એટલે ત્યાં રહેતી છોકરીઓ અમારી આગતા સ્વાગતામાં લાગી ગઈ. હું તો એક્બાજુ દિવાલને ટેકો દઈ બેસી ગયો હતો. તે છોકરીઓમાંથી એક મારી પાસે આવી બેસી ગઈ અને હિંદીમાં વાતો કરવા લાગી. મારો વાતો કરવાનો કોઈ મુડ હતો નહી પણ તે સારી દેખાતી હતી અને મારી પાસે બીજો કોઈ ટાઈમપાસ હતો નહી. તેનુ નામ શહેજાદા જ્વાર હતુ. ખુબ વિચીત્ર નામ હતુ. થોડી વાર થઈ એટલે અમારો ટુર મેનેજર અમારી રહેવાની જગ્યા જોવા આવ્યો અને જ્વારને મારી પાસે બેઠેલી જોઈ મને કહ્યુ કે ભાઈ ધ્યાન રાખજે આ પહાડની છોકરીઓથી…! મને થોડુ હસવુ આવ્યુ… જે ધ્યાન રાખવાનુ છે તે તેણે રાખવાનુ છે મારે નહી – મે મનમાં આવુ વિચાર્યુ અને મને ફરી હસવુ આવી ગયુ. લગભગ રાતના ૧૧.૩૦ થયા હતા અને અમારે વહેલા સવારે અમરનાથ યાત્રાનો પ્રારંભ કરવાનો હતો. તેથી બધાને રુમમાંથી બહાર કાઢ્યા અને હું વિશ્વાસ અને ચંદુ સુવા માટે તૈયાર થઈ ગયા. બે-ત્રણ ધાબડાં ઓઢ્યા હતા તો પણ ઠંડી લાગતી હતી અને નદીના પાણીનો અવાજ સંભળાય રહ્યો હતો… અને રાત પસાર થઈ ગઈ… ઊંઘ આવી હતી કે નહી તે ખબર નથી, લગભગ ૫ વાગ્યા જેવી આંખ ખુલી ગઈ. ખુબજ અંધારુ હતુ ચારેતરફ. ચંદુ ઉઠીને પોતાનો સામાન લઈ હોટેલ તરફ જવા લાગ્યો, હું પણ તેની સાથે ગયો પણ ત્યાં ગરમ પાણી આવતુ નહ્તુ તેથી પાછો હતો ત્યાંજ આવી ગયો. હું ટુવાલ વિટલી બાથરુમ તરફ આગળ વધ્યો. બાથરુમ ઘરની બહારની તરફ હતુ. હું બાથ રુમ સુધી પહોચ્યો અને મે જોરથી દરવાજો ખોલ્યો. મને ખ્યાલ નહતો કે કોઈ આટલુ વહેલુ ઉઠી ગયુ હશે. અંદરનુ દ્રશ્ય જોઈ હું થોડો બઘવાય ગયો. બાથરુમની અંદર જ્વાર હતી… તેણે મને જોયો – મે તેને જોઈ અને હું તરતજ બહાર નિકળી ગયો અને રુમમાં આવી ગયો. આવીને વિશ્વાસને જગાડ્યો અને થોડી રાહ જોયા પછી અમે બન્ને પણ તૈયાર થઈ ગયા. અમે અમારો સામાન લઈ બહાર નિકળવા જતા હતા તો રુમના દરવાજા પર જ્વાર અને તેની બહેનો ઉભી હતી. જ્વાર મરકી રહી હતી… તેઓ અમારી પાસે બકસાસી (બક્ષીસ) માંગી રહી હતી… મે તેમને ૧૦૦ની નોટ આપી અને અમે ત્યાંથી વિદાય લીધી.

વધુ આવતા રવિવારે…

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s


%d bloggers like this: