પાનખર

leave_preview.jpg

પાનખરમાં ઝાડ પરથી પાન ખરે છે જે રીતે,
આપણો સંબંધ પણ ખરી પડ્યો છે એ રીતે

સાગરની લહેરો કિનારાને મળે છે જે રીતે
આપણે બન્ને પણ મળ્યા બસ છીએ એ રીતે

પતંગા પ્રેમ-આગમાં બળી મરે છે જે રીતે
મારો પ્રેમ તારા માટે બળી રહ્યો છે એ રીતે

ઝાંઝવા માટે મૃગલા ભટક્યા કરે છે જે રીતે
તને પામવા ચોમેર ભટકી રહ્યો છું એ રીતે

પ્રથમ વર્ષામાં નવી કુંપળો ખીલે છે જે રીતે
તને સામે જોઇ ખીલી ઉઠતો’તો હું એ રીતે

વાદળોની રાહ જોતા ચાતક મરે છે જે રીતે
તારા વગર ‘રાજીવ’ મરી રહ્યો છે એ રીતે

– રાજીવ

Advertisements

8 Responses to “પાનખર”

 1. nilam doshi Says:

  nice poem
  પ્રથેમ વર્ષામાં નવી કૂંપળૉ ખીલે છે જે રીતે….

  સુંદર.

 2. Tanvi Says:

  Sundar, khub j sundar

 3. રેખા Says:

  ઝાંઝવા માટે મૃગલા ભટક્યા કરે છે જે રીતે
  તને પામવા ચોમેર ભટકી રહ્યો છું એ રીતે

  સુંદર રચના, સુંદર શબ્દો

 4. chetu Says:

  ekdm sundar shabdo..!

 5. hemantpunekar Says:

  sundar kaavya raajiv……..je rite….e rite…..nu combination SARAS RITE vaaparyu chhe. 🙂

 6. વિશ્વદીપ બારડ Says:

  વાદળોની રાહ જોતા ચાતક મરે છે જે રીતે
  તારા વગર ‘રાજીવ’ મરી રહ્યો છે એ રીતે…. વાહ! સુંદર રચના છે,

  જીવવાની આશા, જીવી રહ્યો છું એજ રીતે,
  તે ક્યાં કરી છે પરવા? આ જીવન-બાગમાં
  કરમાઈને પણ મહેંક આપતો ર’શ એજ રીતે.

 7. bimal Says:

  sundar ………keep it up rajivbhai

 8. Sneha Says:

  Very good
  Keep it up

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s


%d bloggers like this: