શ્વાસ માટે હાંફતો વિશ્વાસ

shivkhori.jpg

માતા વૈષ્ણોદેવીના દર્શન બાદ હોટલ પર પહોંચી ગયા અને ત્યાં જમવાનુ બને ત્યાં સુધી રાહ જોઈ. જમવાનુ તૈયાર થયુ એટલે જમવા ગયા અને આવીને સુઈ ગયા. સવારે વહેલા ઉઠીને શીવખોરી જવા રવાના થવાનુ હતુ.

તારીખઃ ૧૫મી જુલાઈ ૨૦૦૫

સવારે વહેલા ઉઠીને ફ્રેશ થઈ ગયા અને શીવખોરી જવા તૈયાર થઈ ગયા. ટુર મેનેજર ગાડીની વ્યવસ્થામાં હતો એટલે હું બધાને ફોન કરવા આવ્યો અને પલક, દિપક અને માસાને ફોન કરી વાત કરી. મજા આવી બધા સાથે વાત કરવાની. ટુર મેનેજરે એક મીની બસ અને ક્વોલીસનો ઈંતજામ કર્યો હતો. હું ફોન કરીને પાછો ફર્યો ત્યાર સુધીમાં મીની બસ આખી ભરાય ગઈ હતી અને મને ટુર મેનેજરે ક્વોલીસમાં આગળની સીટ પર બોલાવી લીધો. ચલો, સારુ જ થયુ કેમકે મીની બસ થોડિ વધારે પડતીજ મીની હતી.

કટરા હોટલથી લગભગ ૯૦ કીલોમીટર જવાનુ હતુ. વાતાવરણ અને આબોહવા ખુબજ ખુશનુમા હતી. અમે લગભગ દોઢેક કલાકમાં શિવખોરી પહોચી ગયા. ત્યાંથી ૫ કીલોમીટર જેવુ ચાલીને શિવખોરી ગુફા સુધી જવાનુ હતુ. લગભગ ૧૨ વાગી ગયા હતા એટલે થોડો હળવો નાસ્તો કર્યો અને ધીમે ધીમે ગુફા તરફ ચાલવાનુ ચાલુ કર્યુ.

શિવખોરી ગુફાનો ઈતિહાસઃ

શિવખોરી ગુફામાં શિવજી રહ્યા હતા. કહેવાય છે કે ત્યાં બધાજ ૩૩ કરોડ દેવી-દેવતાઓનો વાસ છે અને બધા જ ત્યાં એક જ સ્થળે બિરાજમાન છે. ગુફા ખાસી મોટી છે, જેમાં એકબાજુ થી અંદર જવાય છે અને બીજી તરફ એક રસ્તાની શરુઆત જેવુ છે. કહેવાય છે કે શિવજી અમરનાથ જતા પહેલા આ ગુફામાં રોકાય હતા, બધા દેવી-દેવતાઓ સાથે. અને ત્યાંથી ગુફાના પાછળના માર્ગે તેઓ અમરનાથ જવા નિકળ્યા હતા અને અમરનાથ પહોંચી ગયા હતા. અત્યારે ત્યાં રસ્તાની શરુઆત છે પણ કોઈ ત્યાંથી પસાર થઈ શક્તુ નથી. ભુતકાળમાં ઘણા યોગીઓએ તે માર્ગે અમરનાથ જવા પ્રયાસ કર્યા છે પણ કોઈ સફળ થઈ શક્યુ નથી. ગુફા સુધી પહોચવાનો માર્ગ ખુબજ અઘરો છે. લગભગ એક-દોઢ કિલોમીટર જેવુ શીલાઓની વચ્ચેથી આડા પસાર થઈને જવુ પડે છે. બે શિલાઓ વચ્ચે ઘસાતા ઘસાતા આગળ વઘવુ પડે છે. ઘણી જગ્યાએ પગ જમીન સુધી પહોચી શક્તા નથી તેથી દોરડા પકડીને ઘસાતા ઘસાતા આગળ વધવુ પડે છે. અંદર જવાનો એકજ માર્ગ હોવાથી એકવાર અંદર જવાનુ ચાલુ કર્યા પછી અડધે થી પાછા ફરવુ અશક્ય છે. ત્યાંની વ્યવસ્થા એવી છે કે થોડા થોડા દર્શનાર્થીઓને અંદર મોકલે તેઓ દર્શન કરી પાછા ફરે પછીજ બીજા થોડા દર્શનાર્થીઓ અંદર જઈ શકે. અંદર શ્વાસ લેવામાં થોડિ તકલીફ પડે એવુ હોય છે.

અમે બધા, હું વિશ્વાસ અને ચંદુ દર્શનાર્થીઓની લાઈનમાં ગોઠવાઈ ગયા. ખબર નઈ પણ તે દિવસે ખાસા લોકો આવ્યા હતા દર્શન કરવા માટે. ગુફામાંથી બગભગ બધી જગ્યા એથી પાણી ટપક્યા કરતુ હતું. ગુફામાંથી દર્શન કરીને આવનારના ચહેરા ખુબ ગભરાયેલા હોય તેવુ લાગતુ હતુ. ગુફાનું પ્રવેશદ્વાર જોઈને જ અંદરની ભયંકરતાનો ખ્યાલ આવતો હતો.

આમ તો ગુફામાં ૨૫-૩૦ વ્યક્તિઓને એકસાથે જવા દેવામાં આવતા હોય છે પણ અમે ગયા તે દિવસે શ્રધ્ધાળુઓની સંખ્યા ખુબ વધારે હોવાથી સેવા પરના કર્મચારીઓએ લગભગ ૭૦-૮૦ લોકોને એક્સાથે જવા દેતા હતા. લગભગ એકાદ કલાક લાઈનમાં ઉભ્યા બાદ અમારો નંબર આવ્યો. સૌ પ્રથમ વિશ્વાસ પછી હું અને મારી પાછળ ચંદુ એમ બેઠા બેઠા ગુફામાં પ્રવેશ કર્યો. પ્રવેશદ્વાર એટલુ નાનુ હતુ કે બેસીને તો માંડ માંડ અંદર પ્રવેશી શકાય. અંદર ગુફામાં ચાલવાની કે સરકવાની જગ્યા નાની થતી જતી હતી અને આડા ચાલવૂ પડતુ હતુ. લગભગ દસેક મીનીટબાદ અમે જ્યાં પહોચ્યા ત્યાં ચાલવા માટે પગ નીચે પહોચી શકે તેવુ નહતુ, ત્યાં ઉપર દોરડા બાંધેલા હતા. દોરડા પકડીને બે શીલાઓની વચ્ચે સરકવાનુ હતુ. ત્યાંથી માંડ માંડ થોડા આગળ વધ્યા તો જોયુ તો વિશ્વાસ જમીન પર પડી ગયો હતો. તેનુ મોં જોઈને લાગતુ હતુ કે તેને શ્વાસ લેવામાં ખુબ તકલીફ થતી હતી. તે લગભગ અધમુઓ થઈ ગયો હતો. મને અને ચંદુને ત્યં સુધી ખબર નહતી કે વિશ્વાસને શ્વાસની તકલીફ છે. જો અમને જરા પણ ખ્યાલ હોત તો અમે તેને ગુફામાં આવવા દીધો ન હોત. પણ હવે અમે લગભગ પોણા ભાગનુ અંતર કાપી નાખ્યુ હતુ અને પાછુ જઈ શકાય તેની કોઈ શક્યતાજ નહતી કેમકે જવા આવવાનો એકજ માર્ગ હતો અને અમારી પાછળ લોકો આવ્યા જ કરતા હતા. અમે વિશ્વાસને ટેકો આપ્યો અને લાંબા લાંબા શ્વાસ લેવા કહ્યુ પણ તેની હાલત બગડતી જતી હતી. અમે માંડ માંડ તેને ગુફાની અંદર પહોચાડ્યો. ગુફામાં પહોચતાની સાથે અમને એવુ હતુ કે તેને રાહત થઈ જશે. પણ ગુફા બંધ હતી અને ગુફામાં લગભગ ૧૦૦થી વધારે માણસો હતા તેથી ત્યાં તો સામાન્ય માણસને પણ શ્વાસ લેવાની તકલીફ પડે તેવુ હતુ. ત્યાં ઓક્સીઝનના બાટલાની વ્યવસ્થા હતી. અમે વિશ્વાસને ત્યાં મો પર માસ્ક પહેરાવીને બેસાડ્યો અને અમે દર્શન કરવા ગોઠવાયા. દરેક ભગવાનની હાજરી હતી તે ગુફામાં પણ શ્વા લેવામાં બધાને તકલીફ વરતાઈ રહી હતી. ગુફાની કેપેસીટી કરતઆ વધારે વ્યક્તિઓ ગુફામાં હતા તેથી ખુબ બફારો અને તક્લીફ થતી હતી. અમે જલ્દીથી વિશ્વાસ પાસે પહોચ્યા, તેને ઓક્સીઝનના બોટલમાંથી પણ શ્વાસ લેવામાં તકલીફ પડતી હતી અને તે વારે વારે માસ્ક કાઢી નાંખતો હતો. તે કહ્યા કરતો હતો કે “હું અહી થી જીવતો બહાર નઈ નીકળી શકુ, હે પ્રભુ મને તારી પાસેજ રાખી લે”. અમે તેની આસપાસથી લોકોને દુર કર્યા અને તેને હિંમત આપી. અમને કાપો તો લોહીના નીકળે તેવી હાલત થઈ ગઈ હતી. કઈ થઈ જશે તો બધાને શું જવાબ આપશુ? આવા સવાલો મનમાં થયા કરતા હતા.

ત્યાં ગુફામાં આવેલા દર્શનાર્થીઓમાં એક છોકરી પાસે કપુરની ગોળીઓ હતી. તેણે તે કપુરની ગોળીઓ અમને આપી અને માં વૈષ્ણોદેવીની ચૂંદડી પણ આપી. અમે તે ચૂંદડી વિશ્વાસના માથા પર બાંધી અને કપુરની ગોળીઓ તેને સુંઘવા માટે આપી. થોડી વાર પછી કપુરે તેની અસર બતાવી અને વિશ્વાસ થોડો થોડો શ્વાસ લઈ શકતો હતો. તેના જીવમાં જીવ આવ્યો હોય તેવુ લાગ્યુ. હવે અમારી સામે તેને ગુફાની બહાર કાઢવાનો પ્રાણ પ્રશ્ન આવીને ઉભો હતો. ગુફાની બહાર જવા માટે પણ લાઈન હતી. અને તે લાઈન અંદર આવનાર બંધ થાય તેની રાહ જોતી હતી. અમારો વારો ઘણો પાછળ હતો. અમે લાઈનમાં જેઓ આગળ હતા તેમને વિનંતી કરી કે અમને ત્રણને જો પહેલા જવા દે તો બધાનો ખુબ ખુબ આભાર. વિશ્વાસની અરિસ્થીતી જોઈને કોઈએ વિરોધ ના નોંધાવ્યો. અને અમે લાઈન માં સૌથી આગળ ગોઠવાયા. સૌ પ્રથમ ચંદુ, પછી વિશ્વાસ અને તેની પાછળ હું… જેવી અંદર આવનારની લાઈન બંધ થયુ કે અમે બહાર નીકળવા માટે પ્રયાણ ચાલુ કર્યુ. જેમ બને તેમ જલ્દી વિશ્વાસને સાજો સારો ગુફાની બહાર કાઢવાનો હતો… અમે જીવ હથેળી પર મુકીને દોડ્યા હતા. વિશ્વાસને ટેકો આપતા આપતા, તેને આગળ લઈઅ જઈ રહ્યા હતા… ગુફાનુ પ્રવેશદ્વાર ક્યારે દેખાશે તેની ક્ષણો ગણી રહ્યા હતા… થોડી વારમાં ફરીથી વિશ્વાસ હાંફતો દેખાય રહ્યો હતો… પણ અમે રોકાયા નહી તેને લગભગ ખેંચતા ખેંચતા ગુફાની બહાર કાઢ્યો… અમે જ્યારે ગુફાના પ્રવેશદ્વાર પર પહોચ્યા તો બહાર ઉભેલા લોકો વિશ્વાસની હાલત જોઈ ગભરાઈ ગયા… બધા સવાલો પુછી રહ્યા હતા પણ અમે કઈ પણ જવાબ આપ્યા વગર બહારની તાજી હવામાં દોડી ગયા…

વિશ્વાસને હજી શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હતી… ત્યાં કર્મચરીઓએ ફર્સ્ટ એઈડમાંથી શ્વાસની ગોળીઓ વિશ્વાસને આપી… અમે તેને ખુલ્લી હવામાં બેસાડ્યો… લગભગ એકાદ કલાક બાદ વિશ્વાસ થોડો વ્યવસ્થીત રીતે શ્વાસ લઈઅ શક્તો હતો… ત્યાં સુધીમાં અમારા સહ-પ્રવાસી બધા દર્શન કરી આવી ગયા હતા… અમે ધીમે ધીમે અમારી ગાડીઓ તરફ ચાલવાનુ ચાલુ કર્યુ…

રસ્તામાં સુદર ઝરણુ વહી રહ્યુ હતુ… બરફ જેવુ ઠંડુ પાણી હતુ… લગભગ બધાની ઈચ્છા હતી કે થોડો સમય ઝરણાં કાંઠે વિતાવીએ… અમે બઘા પગ પાણીમાં બોળીને પત્થર પર બેઠા… ખુબ મજા આવતી હતી… વિશ્વાસના મોઢાં પર પણ રાહત દેખાય રહી હતી… ત્યાં બેસી બધાએ થોડા ફોટા પાડ્યા… વાતો કરી… અને ફરી ચાલતા ચાલતા ગાડીઓ સુધી પહોચ્યા… ત્યાંથી હોટેલ પર આવ્યા…

આરામ કર્યો… જમ્યા અને આગળના પ્રવાસની તૈયારીઓ કરી… અમારો આ પછીનો મુકામ હતો – પહેલગામ.

વધુ આવતા રવિવારે…

Advertisements

4 Responses to “શ્વાસ માટે હાંફતો વિશ્વાસ”

 1. ઊર્મિ Says:

  વાહ રાજીવ, તમારી યાત્રાની યાદો મોટેભાગે મોડી મોડી પણ વાંચુ તો છું જ હોં… પણ આજનું વર્ણન તો ખરેખરે એક ચલચિત્રની જેમ જાણે આંખ આગળથી પસાર થઈ ગયું. બે ઘડી તો એમ થઈ ગયું કે લાવ એક ઓક્સિજનનો બાટલો મોકલાવી દઉં?!! અને એ ગુફામાં તમારી સાથે હું પણ જઈ આવી એટલે હવે ત્યાં પ્રત્યક્ષ રીતે ન જવાય તો પણ કોઇ અફસોસ નથી… અમારા વિશ્વાસનાં શ્વાસ રૂંધાવાનો મોકો જ નહીં આપું ને!! 🙂

 2. Rekha Says:

  Sudar varNan… Maja aavi vanchvaani

 3. shivshiva Says:

  ભાઈ
  અમે તો આવા પ્રકારની કોઈ અસુવિધા ભોગવી ન હતી?
  શ્વાસની પણ તકલીફ ભોગવી ન હતી. અમે બે વખત શિવખોડી જઈ આવ્યાં છીએ.

 4. Rajiv Says:

  Neela ben,
  We were suffered a lot during Shivkhori yatra due to breathing problem of Vishvash. You may be lucky enough.
  Rajiv

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s


%d bloggers like this: