સાથ દે

abigailfingers.jpg

એવો કોઇ હાથ દે, જે હરપળ મારો સાથ દે
પ્રેમ દે, થોડી હુંફ દે, અને એનોજ સંગાથ દે

ભલે ન કોઇ ધર્મ દે, ન કોઇ જાત-પાત દે
એકવાર પકડી ન છોડે, તેવો એક હાથ દે

ફક્ત સુખ પામી નથી ચડવુ જમાનાની નજરે
સુખની સાથે મને ભારોભાર અશ્રુપાત દે

મારા કરેલા પાપોને મારા હાથે ધોઇ શકુ
એટલુ સદ્-ભાગ્ય, એકવાર, મારા નાથ દે

હું નથી કહેતો મને તું જીવનની મંઝિલ આપ
વિશ્વાસ રાખી જાત પર ચાલી શકુ તેવો માર્ગ દે

ત્યારબાદ કદી સવારનું અસ્તિત્વ જ ન રહે
‘રાજીવ’ને તારી સાથે એવી એક રાત દે

– રાજીવ

Advertisements

5 Responses to “સાથ દે”

 1. વિવેક Says:

  ત્યારબાદ કદી સવારનું અસ્તિત્વ જ ન રહે
  ‘રાજીવ’ને તારી સાથે એવી એક રાત દે

  -સુંદર વાત… અભિનંદન, મિત્ર…. પરંતુ છંદોની ગલીઓમાં પ્રવેશી લો તો વધુ સોનામાં સુગંધ ભળશે…

 2. વિશ્વદીપ બારડ Says:

  ભલે ન કોઇ ધર્મ દે, ન કોઇ જાત-પાત દે
  એકવાર પકડી ન છોડે, તેવો એક હાથ દે

  wow! it’s nice one

 3. કુણાલ Says:

  really very gud…

 4. Rekha Says:

  Sundar vat…
  Sundar gazal…

 5. Ketan Shah Says:

  Excellent,

  Bahu-j-Saras

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s


%d bloggers like this: