માં ના દર્શને…

vaishno-devi1.jpg

તારીખઃ ૧૪મી જુલાઈ ૨૦૦૫

સવારે વહેલા ઉઠીને ૭ વાગ્યે હોટેલથી ચાલવાનુ ચાલુ કર્યુ. દર્શને જવાના પાસ આવી ગયા હતા. હું વિશ્વાસ અને ચંદુ એ સાથે ચાલવાનુ ચાલુ કર્યુ અને વૈષ્ણોદેવી મંદિર જવાના પ્રવેશદ્વારના પ્રથમ ચેકપોસ્ટ સુધી પહોંચી ગયા. હું તો ત્યાં પહોચતા સુધીમાંજ થાકી ગયો હતો…

ત્યાંથી વૈષ્ણોદેવીનું મંદિર ૧૨ કીલોમીટર દુર હતુ… અને ત્યાંથી ૨ કીલોમીટર દુર ભૈરવનાથનુ મંદિર હતુ…! કહેવાય છે કે માંના દર્શન કર્યા બાદ જો કોઈ ભૈરવનાથના દર્શન કરવા ન જાય તો તેની યાત્રા સફળ થતી નથી. અને યાત્રા અધુરી ગણાય છે…!

વૈષ્ણોદેવીનો ઇતિહાસઃ

માં પર્વતના સૌથી ઉંચા શિખર પર બિરાજમાન છે… કહેવાય છે કે માતા ભૈરવનાથથી બચતા બચતા આ પર્વત પર આવ્યા હતા… પ્રથમ માતા પર્વતમાં એક જગ્યા એ રોકાયા હતા અને ત્યાં તેમણે સ્નાન કરી, માથું ધોયુ હતુ… તે જગ્યા બાણગંગા (બાલગંગા)ના નામથી પ્રખ્યાત છે… ભૈરવનાથ ત્યાં પણ માતાનો પીછો કરતો કરતો આવ્યો હતો તેથી માં ત્યાંથી આગળ નીકળી બીજી જગ્યા એ રોકાયા હતા… તે સ્થળને અધ્ધકુવારી કહેવાય છે… માતા ત્યાં નવ મહિના સુધી સંતાયને રોકાયા હતા… ત્યાં એક ગુફા છે જેમા માં રહ્યા હતા… ત્યાં પણ ભૈરવનાથ પાછળ આવતા માતા પર્વતના સૌથી ઉપરના ભવનમાં જતા રહ્યા હતા… તે જગ્યા માતાનુ મુખ્ય ભવન છે અન અત્યારે જગવિખ્યાત મંદિર બની ગયુ છે… ભૈરવનાથ ત્યાં પણ માતાની પાછળ ગયો હતો… ત્યારે માતાએ ખુબ ક્રોધે ભરાય તેની સાથે ભયંકર યુધ્ધ કર્યુ હતુ અને યુધ્ધના અંતે માતા એ વાધ પર સવાર થઈને ખડગ વડે ભૈરવનાથનુ માથુ કાપી નાખ્યુ હતુ… અને તે મસ્તક ત્યાંથી બે કીલોમીટર દુર જઈને પડ્યુ હતુ… અને ત્યાં ભૈરવનાથનુ મંદિર બન્યુ છે… મરતા મરતા ભૈરવનાથ માતાના શરણે આવ્યો હતો અને માતા એ તેને વચન આપ્યુ હતુ કે જે લોકો મારા દર્શને અહી આવશે તેઓએ તારા મંદિરે પણ આવવુ પડશે, અને જો આવુ નહિ કરે તો હું તેમની યાત્રાને અધુરી ગણીશ…! અને તેમની યાત્રા પુરી થશે નહી… તો આ હતો વૈષ્ણોદેવીનો ટુંકો ઇતિહાસ…

મે જેમતેમ હિમંત એકઠી કરી આગળ ચાલવાનુ ચાલુ કર્યુ… થાક ખાતા ખાતા… હાંફતા હાંફતા… માતાના નામનુ સ્મરણ કરતા કરતા આગળ પગલા ભરતો હતો… ૨-૩ કિલોમીટર પછીતો એકદમ થાકી ગયો અને લાગતુ હતુ કે હવે આગળ નહી ચાલી શકાય… ચંદુ તો ખુબ ઝડપથી આગળ નિકળી ગયો હતો… હું અને વિશ્વાસ ધીમે ધીમે ચાલતા ચાલતા જતા હતા… ચાલીને જ જવુ એવો મનોમન સંકલ્પ કર્યો હતો તેથી બીજુ કઈ વિચારવાનો સમય ન હતો… રસ્તો ખુબ જ સરસ હતો… કોઇ તકલીફ ન હતી… બસ થાકી ગયો હતો… ખુબ થાકી ગયો હતો… પણ કહે છે ને કે થાક્યા પછી પણ જે ચાલે છે તેને ઇશ્વર સહાય કરે છે… અને એવુ જ થયુ… માતાનુ નામ લેતા લેતા… એવી તો હિમંત આવી ગઈ હતી કે એક પછી એક પગલુ એની જાતેજ ઉપડ્યા કરતુ હતુ અને હું પર્વત પર માતાના સર્વોચ શિખરને આંબવા જઈ રહ્યો હતો…

પ્રથમ બાણગંગા આવ્યુ… પછી અધ્ધકુવારી આવ્યુ… પણ ભવન હજી ખુબ દુર હતુ… અમે થાક ખાતા ખાતા… આગળ વધ્યા કરતા હતા… વાતાવરણ એટલુ આહલાદક હતુ કે ન પુછો વાત… વાદળો રસ્તાની વચ્ચે ઉતર્યા હતા… અને અમે વાદળોની વચ્ચે આંટા મારતા હોય તેવુ લાગતુ હતુ… એટલુ પવિત્ર વાતાવરણ કે ન પુછો વાત… પર્વતની કોતરો અને ખીણમાં એકદમ હરિયાળી ફેલાયેલિ હતી… દુરથી અમને ભવન દેખાતુ હતુ… અને અમે ચાલ્યા કરતા હતા…

અમે ૧૧.૦૦ વાગ્યે ભવન સુધી પહોંચી ગયા… પછી પ્રસાદ લેવા ગયા અને પછી માતાના દર્શન કરવા ગયા… ખુબ લાંબી લાઈન હતી પણ થોડિ પ્રતિક્ષા બાદ માતાના દર્શન થયા અને દર્શન કરી અમે બહાર આવ્યા… ત્યાંથી થોડે દુર શિવજીની ગુફા હતી, અમે ત્યાં ગયા અને દર્શન કર્યા…

ત્યાંથી ભૈરવનાથના મંદિર તરફ જવા નિકળ્યા… અને એકદમ જોરદાર વરસાદ ચાલુ થઈ ગયો… વાદળ એકરસ થઈને વરસી રહ્યા હતા… એકાદ કલાક વરસાદ બંધ થવાની રાહ જોયા બાદ, વરસાદે વિરામ લીધો… અને અમે ચાલતા ચાલતા ભૈરવનાથના મંદિર સુધી પહોચી ગયા… ત્યાં દર્શન કરી અમે લગભગ ૪.૦૦ વાગ્યે ઉતરાણનુ કાર્ય આરંભ્યુ…

મારા પગ જામ થઈ ગયા હતા અને ચાલવામાં ખુબ તકલીફ થતી હતી… પણ ધીમે ધીમે ચાલવાનુ ચાલુ રાખ્યુ… અને લગભગ ૧૦.૦૦ વાગ્યા જેવા નીચે ઉતર્યા અને હોટેલ પર પહોંચ્યા…

જમીને સુઈ ગયા… ખુબ થાકી ગયા હતા… અને હજી કાલે શિવખોરીની મુલાકાતે જવાનુ છે…!

વધુ આવતા રવિવારે…!

Advertisements

5 Responses to “માં ના દર્શને…”

 1. Suresh Jani Says:

  Very nice and refreshing. Keep up.

 2. Rekha Says:

  Sundar
  Maja aavi… Mata na dharshan karavani

 3. Rakesh Says:

  Sundar mahiti…

 4. વિશ્વદીપ બારડ Says:

  I like it. SUNDAR!

 5. shivshiva Says:

  તમારી જેમ ચાલીને માતાના દર્શન કરવાની ઈચ્છા જાગી છે. ચાલીને ઉતરી છું હવે ચઢવાની હિમ્મત આવી છે. મારી કૈલાશ યાત્રા વિષે તમારી જેમ દરેક દિવસનું વર્ણન કરવું છે.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s


%d bloggers like this: