Archive for જુલાઇ, 2007

વહાલમાં

જુલાઇ 31, 2007

fool.jpg

એ રીતે છવાઈ ગયા છે ખયાલમાં,
આવેશને ગણી મેં લીધો છે વહાલમાં.

તારા વચનનો કેટલો આભાર માનીએ,
વરસો કઠણ હતાં તે ગયાં આજકાલમાં.

સારું છે એની સાથે કશી ગુફ્તગુ નથી,
નહિતર હું કંઈક ભૂલ કરત બોલચાલમાં.

કરતો હતો જે પહેલાં તે પ્રસ્તાવના ગઈ,
લઈ લઉં છું એનું નામ હવે બોલચાલમાં.

લય પણ જરૂર હોય છે, મારી ગિતની સાથ,
હું છું ધ્વનિ સમાન જમાનાની ચાલમાં.

મુજ પર સિતમ કરી ગયા મારી ગઝલના શેર,
વાંચીને એ રહે છે બીજાના ખયાલમાં.

એ ના કહીને સહેજમાં છૂટી ગયા ‘મરીઝ’,
કરવી ન જોઈતી’તી ઉતાવળ સવાલમાં.

– ‘મરીઝ’

Advertisements

અમરનાથ દર્શન

જુલાઇ 29, 2007

sheshnaag.jpg
(શેષનાગ)

તારિખઃ ૧૮મી જુલાઈ ૨૦૦૫, સોમવાર

શેષનાગ પર આખી રાત વરસાદ વરસ્યા બાદ, વરસાદે વિરામ લીધો… સુંદર સવાર પડી… અમે બધા ઉઠ્યા અને આગળ મુસાફરી કરવા સજ્જ થઈ ગયા… ખુબ વરસાદને કારણે ખુબજ કાદવ કીચડ થઈ ગયુ હતુ અને ચાલતા ચાલતા અડધા અડધા પગ ગારામાં ખુંચી જતા હતા… અમે બધા ખુબ થાકેલા હતા અને અમારે આજે દર્શન કરી બીજી તરફથી બાલતાલ તરફ નીચે ઉતરવાનુ હતુ… ચાલવાનુ ખુબ મન હોવા છતાં અમરે વિકટ પરિસ્થિતીઓને કારણે અને સમયના અભાવે ઘોડા કરવાનો નિર્ણય કરવો પડ્યો… અમે પાંચેય લોકોએ ઘોડા કર્યા અને જેમતેમ ઘોડાઓ પર ગોઠવાયા, અને અમારી યાત્રા તેના આગલા મુકામ તરફ ધીમે ધીમે રવાના થઈ… ઘોડા પર બેસવામાં પણ ખુબ થાક લાગતો હતો… વારે વારે જમીનના લેવલ અનુસાર ઘોડા પર આગળ પાછળ જુકવુ પડતુ હતુ… રસ્તો વધુ ને વધુ ખરાબ અને સાંકડો થતો જતો હતો… અને બાજુની ખીણની ઉંડાઈ પણ વધતી જતી હતી… અમારી યાત્રા પોષપત્રી સુધી પહોંચી… રસ્તાની હાલત અને વાતાવરણ જોઈને લાગ્યુ કે ઘોડા કરવાનો નિર્ણય ખુબ જ સારો હતો… આમતો ઘોડા પર બેસતા પણ ફાવતુ તો નહતુ પણ બીજો કોઈ વિકલ્પ હતો નહી… ઘણી જગ્યાએ લેન્ડસ્લાઈડીંગને કારણે રોકાવુ પડતુ હતુ… ક્યાંક ક્યાંકથી ઘોડા પરથી યાત્રીઓ પડી ગયાના સમાચાર મલતા હતા… અને અમે આગળ વધતા રહેતા હતા… ખરાબ રસ્તા કે ખરાબ વાતાવરણ કે ચઢાણ કોઈ પણ યાત્રીનુ મનોબળ ધટાડતુ નહ્તુ… યાત્રીઓ એજ જુસ્સાથી બાબાનુ નામ લેતા લેતા આગળ વધી રહ્યા હતા… તે દિવસે સોમવાર હતો અને અમે બધાએ નક્કી કર્યુ હતુ કે સોમવારેજ બાબાના દર્શન કરવા…

પોષપત્રીથી અમે પંચતરણી તરફ જવા રવાના થયા…પંચતરણી તરફનો રસ્તો પ્રમાણમાં થોડો સારો હતો… ચઢાણ હતુ પણ બહુ ખરાબ નહી… ઘોડાઓ વ્યવસ્થિત ચાલી શક્તા હતા અને અમે બરાબર બેસી સકતા હતા… પંચતરણી પહોચતા પહેલા ગણેશ ટોપ આવ્યુ… ગણેશ ટોપનુ ચઢાણ ખરેખર કપરુ હતુ અને અમને પીસ્સુ ટોપની યાદ આવી ગઈ… ત્યાંથી આગળ વધી અમે પંચતરણી પહોંચ્યા… પંચતરણીથી અમે સંગમ ટોપ તરફ આગળ વધ્યા… અમારે ૨ વાગ્યા સુધીમાં ગુફા સુધી પહોચવાની ગણતરી હતી…

અમે સંગમ ટોપ પહોચ્યા… ત્યાં પહેલગામ અને બાલતાલ તરફનો રસ્તો ભેગો થાય છે… ત્યાંથી આગળ જવા માટૅ ખુબ લાંબી લાઈન હતી… અમે ધીમે ધીમે ગુફા તરફ આગળ વધ્યા… લગભગ ગુફાથી ૨ કીમી દુર ઘોડાવાળાએ અમને ઉતારી દીધા… ત્યાંથી આગળ ચાલીને જવાનુ હતુ…

ત્યાંનુ વાતાવરણ અત્યંત આહલાદક અને પવિત્ર જણાતુ હતુ… બાબાના નામનો જયજયકાર હવામાં ગુંજી રહ્યો હતો… ચારે તરફ બરફ જ બરફ હતો… અને માનવ મહેરામણ ઉભરાય રહ્યો હતો…

અમે ઘોડાવાળાને રુપિયા ચુકવી ગુફા તરફ ચાલવાનુ ચાલુ કર્યુ… પ્રસાદ લીઘો અને અમારો સામાન અને પગરખા એક દુકાનવાળાને સાચવવા આપી અમે દર્શનાર્થે આગળ વધ્યા… બરફ પર ખુલ્લા પગે ચાલવાની મજા કઈ અલગજ હોય છે… થોડા સમય બાદ પગ છે કે નહી તેની ખબરજ નહોતી પડતી… દર્શ માટે અમે આગળ વધી રહ્યા હતા… આંખમાંથી આંસુ વહી રહ્યા હતા… ખુબજ ભાવવિભોર બની ગયા હતા અમે બધા… લગભગ બધાની આંખ ભીની થઈ ગઈ હોય એવુ લાગી રહ્યુ હતુ… અમારી સામેથી દર્શન કરીને આવનાર યાત્રાળુઓ નિકળતા હતા અને દરેકના ચહેરા પર એક અલગ પ્રકારની ચમક અને ખુશી દેખાય રહી હતી… હું બાબાનુ નામ લેતો લેતો ગુફા તરફ આગળ વધી રહ્યો હતો… અમે ગુફાની અંતિમ મંજીલ સુધી પહોચ્યા અને તે આખરી થોડા પગથીયાં પાર કરવાના બાકી રહ્યા હતા… વિશ્વાસ ખુબજ હાંફતો હતો… અને અમને ખ્યાલ હતો કે તે શ્વાસ લેવા માટે ખુબ પ્રયત્ન કર રહ્યો છે પણ હિમ્મત હાર્યા વગર અમે બધા આખરી પગથીયાં પણ ચઢી ગયા…

amarnath-cave.jpg
(અમરનાથ ગુફા)

અને ગુફાના પ્રવેશ દ્વારથી જ બાબાના દર્શન થઈ રહ્યા હતા… અમે ખુબ ભાગ્યશાળી હતા… અમે ગયા તે વરસે બાબાના અર્ધનારેશ્વસ રુપના દર્શન હતા હિમશીલામાં… લગભગ સાતેક ફુટ ઉંચી હિમશીલા હતી… અમે બધાએ ખુબ શાંતિ થી દર્શન કર્યા… મે શિવચાલીસા તથા શિવઅષ્ટકમના પાઠ કર્યા…

શિવઅષ્ટકમ

मनोबुध्धि अहंकार चितानीनाम
न च श्रोत जिह्वे, न च ध्राण नेत्रे
न च व्योम भुमि, न तेजो न वायु
चिदानंद रुप शिवोहंम शिवोहंम

न मे द्वेष रागो, न मे लोभ मोहो
मदोनैव मे नैव मास्तर्य भाव
न धर्मो न चार्थो न कामो नमोक्श
चिदानंद रुप शिवोहंम शिवोहंम

न च प्राणसंग्यो न वे पंचवायु
न वा सप्तधातु न वा पंच कोश
न वाक्पाणी पाद न चोपस्थपाय
चिदानंद रुप शिवोहंम शिवोहंम

न पुण्यं न पापं न सोख्यं न दुखं
न मंत्रो न तिर्थं न वेदा न यग्या
न च भोजनं न भोज्यो न भोक्ता
चिदानंद रुप शिवोहंम शिवोहंम

न मे मृत्युशंका न मे जातिभेद
पिता नैव मे नैव माता न जन्म
न बंध्रु न मित्र गुरु नैव शिष्य
चिदानंद रुप शिवोहंम शिवोहंम

अहं निर्विकल्पो निराकार रुपो
विभुर्व्याप सर्वत्र सर्वेन्द्रीयाणाम
सदा मे सम्त्वं न मुक्ति न बंध्धो
चिदानंद रुप शिवोहंम शिवोहंम

અમરનાથ ગુફાનો ઇતિહાસ

શિવખોરી ગુફામાં સર્વ દેવી દેવતા સાથે રહ્યા બાદ શિવજી ગુફાના પાછળના માર્ગે અમરનાથ સુધી આવ્યા હતા… આ ગુફામાં તેઓએ દેવી પાર્વતીને આખી કથા (શિવ પુરાણ) સંભળાવી હતી… કથા દરમ્યાન શિવજીને ત્યાં કોઈ અન્યની હાજરી પણ વરતાઈ હતી તેથી તેમણે એ ગુફાને આગ્નિમાં બાળી નાખી હતી… હકીકતમાં તે ગુફામાં શિવજી જ્યારે કથા કહેતા હતા ત્યારે, એક કબુતર અને કબુતરી હાજર હતા… શિવજીની કથા જે સાંભળે તે અમર થઈ જાય… તે બે કબુતર તેથી અમર થઈ ગયા છે અને આજે પણ ગુફા સુધી દર્શન કરવા જનારને તે કબુતર જોવા મળે છે… શિવજી એ તે ગુફા આખી સળગાવી દીધી હતી તેથી આજે પણ શિવલીંગ પીગળે છે ત્યારે તેના પાણીમાં રાખ આવે છે…

ગુફામાં દર્શન બાદ નીચે ઉતરતા બાજુમાં શિવલીંગ પીગળે તે પાણી વહે છે… ત્યાંથી પાણી ભરવા અને પ્રસાદ સ્વરુપે પાણી લેવા શ્રધાળુઓ જાય છે… ત્યાં ખુબ જ ઠંડી હતી અને ત્યાં બેસીને હાથ લાંબો કરી પાણી સુધી પહોચવુ પડતુ હતુ… પાણી ટીપે ટીપે પડતુ હતુ અને ખુબ ઠંડીને કારણે શ્વાસ પણ લઈ શકાતો નહતો… મે ત્યાંથી મારા માટે અને બીજા થોડા યાત્રાળુઓ માટે પાણી ભરી આપ્યુ… ત્યાંથી થોડા આગળ વધ્યા અને અમે કબુતરને શોઘતા હતા… અચાનક જ ગુફામાંથી એક સફેદ કબુતર ઉડ્યુ અને અમે તે અમર કબુતરને પણ જોઈ લીધુ…!

જય બાબા અમરનાથ બર્ફાની
ભુખે કો અન્ન, પ્યાસે કો પાની

આ સુત્રો હવામાં ગુંજતા હતા… દર્શન બાદ કોઈ પણ જાતનો થાક વરતાતો નહ્તો… એકવાતની ખાત્રી થઈ ગઈ હતી કે આટલા દુઃખ, દર્દ અને કષ્ટ વેઠીંને લોકો બાબાના દર્શને આવે છે પણ જ્યાં સુધી તમારા નશીબમાં ન હોય ત્યાં સુધી બાબા તમમે બોલાવતા નથી અને અમરનાથ બાબાના દર્શન એ ખરેખર ભાગ્યશાળી લોકોને મળતો લહાવો છે.

અમે ફરીથી પેલી દુકાન તરફ આગળ વધ્યા… અમે અમારો સામાન અને પગરખા લીધા અને આગળ જવા માટે તૈયારીઓ આરંભી…!

વધુ આવતા રવિવારે…

कब से हूं क्‌या बताऊं

જુલાઇ 28, 2007

मिल्‌ती है ख़ू-ए यार से नार इल्‌तिहाब में
काफ़िर हूं गर न मिल्‌ती हो राहत `अज़ाब में

નર્કની આગ મળે છે પ્રેમીકાની ધીરજની આગથી, હું ગુન્હેગાર છુ જો મને ન મળે રાહત મુશ્કેલી માં.

कब से हूं क्‌या बताऊं जहान-ए ख़राब में
शबहा-ए हिज्‌र को भी रखूं गर हिसाब में

ક્યારનો છુ હું અહી – શું કહુ હું? – આ બેરંગી દુનિયામાં, જો હું મુકુ, જુદાઈની રાતોને પણ હિસાબમાં.

ता फिर न इन्‌तिज़ार में नींद आए `उम्‌र भर
आने का `अह्‌द कर गए आए जो ख़्‌वाब में

તેથી જ તો, તે રાહ માં, હવે ઉંઘ નહી આવે મને આખી જીંદગી માં, તે મને છોડી ગઈ છે પાંછુ આવવાના વચન સાથે – તે કે જે આવે છે સપનાં માં.

क़ासिद के आते आते ख़त इक और लिख रखूं
मैं जान्‌ता हूं जो वह लिखेंगे जवाब में

જ્યાં સુધી સંદેશવાહક આવે છે, એક વધારાનો પત્ર લખી રાખુ. મને ખબર છે કે તેઓ શું લખશે મને જવાબ માં.

मुझ तक कब उन की बज़्‌म में आता था दौर-ए जाम
साक़ी ने कुछ मिला न दिया हो शराब में

મારા સુધી ક્યારે આવતો હતો તેની મહેફીલમાં ક્યારેય જામ? જામ બનાવનારે કઈક મેળવી ન દીધું હોય શરાબમાં.

जो मुन्‌कर-ए वफ़ा हो फ़रेब उस पह क्‌या चले
क्‌यूं बद-गुमां हूं दोस्‌त से दुश्‌मन के बाब में

તે કે જે નથી માનતો વિશ્વસનીયતામાં – તેના પર ક્યો કિમીયો અજમાવી શકો તમે? શા માટે હું કોઈ મિત્ર સાથે દગો કરુ, કોઈ દુશ્મન માટે.

मैं मुज़्‌तरिब हूं वस्‌ल में ख़ौफ़-ए रक़ीब से
डाला है तुम को वह्‌म ने किस पेच-ओ-ताब में

હું કદાચ અસરળ હઈશ, મિલન માં, સ્પર્ધાના ડરને લીધે?! આ કેવી મુંઝવણ મા ફસાઈ ગયો છું હું?

मैं और हज़्‌ज़-ए वस्‌ल ख़ुदा-साज़ बात है
जां नज़्‌र देनी भूल गया इज़्‌तिराब में

હું, અને મિલનનો આનંદ? આ પ્રભુનુ કોઈ હાથવગુ કામ હશે! મારો જીવ આપવાનુ ભુલી ગયો હું એના બદલામાં.

है तेवरी चढ़ी हुई अन्‌दर नक़ाब के
है इक शिकन पड़ी हुई तर्‌फ़-ए नक़ाब में

તેમના ભવાં ચડી ગયા છે નકાબ ની અંદર, એક ગડી દેખાય રહી છે એક તરફ નકાબમાં

लाखों लगाओ एक चुराना निगाह का
लाखों बनाओ एक बिगड़्‌ना `अताब में

લાખો લાગણીઓ, અને એક નજર હટાવી લેવી તમારી, લાખો પ્રયત્નો મનાવવાના અને એક તારો ગુસ્સો.

वह नालह दिल में ख़स के बराबर जगह न पाए
जिस नाले से शिगाफ़ पड़े आफ़्‌ताब में

તે કણસવુ, દિલની અંદર, નહી પામી શકે જગ્યા એક ઘાસના તણખલાં જેટલી, એક કણસાટ કે જેના વડે કાંપો પડી જાય સુરજ માં.

वह सिह्‌र मुद्‌द`अ-तलबी में न काम आए
जिस सिह्‌र से सफ़ीनह रवां हो सराब में

તે મંત્રોચ્ચાર કઈ કામ નઈ કરે ધ્યેય પ્રાપ્તિમાં, મંત્રોચ્ચાર કે જેના થકી વહાણ તરી શકે ઝાંઝવામાં

ग़ालिब छुटी शराब पर अब भी कभी कभी
पीता हूं रोज़-ए अब्‌र-ओ-शब-ए माह्‌ताब में

ગાલિબ, શરાબ પીવાનુ તો છોડી દિધુ, ને છતાં પણ, ક્યારેક ક્યારેક, હું પીઉ છું, વાદળછાયા દિવસોમાં અને ચાંદની રાતમાં

ગુજરાતી અનુવાદ રાજીવ ગોહેલ દ્વારા

– ग़ालिब

સવાલ છે મિત્રો

જુલાઇ 26, 2007

question.jpg

આ શ્વાસ છે કે ભાર , એ સવાલ છે મિત્રો
આ રાત છે કે સવાર, એ સવાલ છે મિત્રો

આ આપણે જ્યાં પહોચી થાકી ગયા છીએ
તે કિનારો છે કે મઝધાર, એ સવાલ છે મિત્રો

તેઓ મારા છે તે જાણી હૃદયમાં જે ઉમટે છે
તે પ્રેમ છે કે અહંકાર, એ સવાલ છે મિત્રો

આ આંખો જે જોઇ કંઇ બીજુ જોઇ શકી નથી
તે રોશની છે કે અંધકાર, એ સવાલ છે મિત્રો

આ મીઠો પડઘો જેનો ચારેકોર પડઘાયા કરે
તે શબ્દો છે કે ઝંકાર, એ સવાલ છે મિત્રો

આ જેના વડે હરપલ હૃદય મારૂ ચીરાયા કરે
તે પ્રેમ છે કે તલવાર, એ સવાલ છે મિત્રો

આ મન ચારે તરફ જેને જોઇને અટવાયા કરે
તે રૂપ છે કે શણગાર, એ સવાલ છે મિત્રો

આ મન મને છોડી જેની તરફ ભાગ્યા કરે
તે એકલતા છે કે વણઝાર, એ સવાલ છે મિત્રો

તેઓ ‘રાજીવ’ને પોતાનો ગણી સતાવ્યા કરે
તે ગુસ્સો છે કે પ્યાર, એ સવાલ છે મિત્રો

– રાજીવ

લાગણીની માત્રા

જુલાઇ 24, 2007

mirror_puzzle_2.jpg

અળગી નથી કરી તને મેં અવગણી નથી,
તું પ્રેમને ન માપ એની માપણી નથી

મળવાનું મન કરે કદી ઠેકીને આવજે,
ભીંતો અમારી એટલી ઊંચી કરી નથી.

આવે ગઝલમાં જે રીતે બસ આવવા દીધી
મેં લાગણીની કોઇ દી’ માત્રા ગણી નથી

હું આયનામાં જાત જોઇ ખળભળી ઊઠ્યો,
સારું છે એમની નજર મારા ભણી નથી.

દેખાઉં છું, તે છું નહીં, ને એટલે જ તો,
મારી છબીને મેં કદી મારી ગણી નથી.

એથી જ પ્રેમ પામવાની આશ છે હજી
તેં હા કહી નથી મને, ના પણ ભણી નથી.

– અજ્ઞાત

શેષનાગ પર શયન

જુલાઇ 22, 2007

amarnath.jpg

તારીખઃ ૧૭મી જુલાઈ ૨૦૦૫

મારી અમરનાથ યાત્રાનો ખરો પ્રારંભ આજે થયો છે… અમારે ૧૯મી તારીખે બાલતાલ પહોચવાનુ હતુ. અમારો જવાનો રુટ આ પ્રમાણે હતો

પહેલગામ — ૧૬ કીમી —> ચંદનવાડી — ૩ કીમી —> પીસ્સુ ટોપ — ૧૦ કીમી —> શેષનાગ — ૬ કીમી —> પોષપત્રી — ૬ કીમી —> પંચતરણી — ૪ કીમી —> સંગમ ટોપ — ૩ કીમી —> અમરનાથ ગુફા

અને ઉતરવાનો રુટ આ પ્રમાણે હતો…

અમરનાથ ગુફા — ૩ કીમી —> સંગમ ટોપ — ૬ કીમી —> બઢાઈ ટોપ — ૫ કીમી —> બાલતાલ — ૨ કીમી —> બાલતાલ પાર્કિંગ

અમે લગભગ ૮ વાગ્યા જેવા પહેલગામથી જીપમાં ચંદનવાડી પહોચ્યા. ચંદનવાડીથી અમારે ચાલવાનુ શરુ કરવાનુ હતું. અમે ૫ લોકો ચાલતા જવાના હતા અને બાકીના ૧૧ લોકો અમારી ટુરના હતા તેઓ ઘોડા પર જવાના હતા. આ પાંચ લોકોમાં હું, વિશ્વાસ, ચંદુ અને એક અંકલ આંન્ટી હતા.

અમે ચાલવાનુ શરુ કર્યુ… અમારુ પહેલુ મુકામ હતુ પીસ્સુ ટોપ જ્યાં પહોચવા માટે ૩ કીમી ચાલવાનુ હતું. ત્યાં પહોચવા માટે રસ્તા જેવુ કઈ હતુ જ નહી… ફક્ત પર્વત હતો અને તેના પરજ લગભગ ચઢવાનુ હતુ… ઘણી જ્ગ્યાએ તો ચાર પગે થઈ જવુ પડતુ હતુ… ખુબ કપરુ ચઢાણ હતુ… અમારા બુટ લપસ્યા કરતા હતા… અમે એકમેકને આધાર આપતા આપતા ઘીમે ઘીમે આગળ બધી રહ્યા હતા… અમે લગભગ ૨.૩૦ કલાક બાદ પીસ્સુ ટોપ પહોચ્યા… ત્યાં થોદો આરામ કરી આગળ વધ્યા… અમે ચાલ્યા કરતા હતા પણ અંતર કપાતુ નહતુ… જાણે કે મે ચાલતા જ નથી… અમારો વિચાર હતો કે અમે સાંજે ૬-૭ વાગ્યા જેવા પંચતરણી પહોચી જવુ… પીસ્સુ ટોપ થી શેષનાગ અને ત્યાંથી પંચતરણી લગભગ ૨૧ કીમી જેવુ ચાલવાનુ બાકી હતુ…

અમે ચાલ્યા કરતા હતા અને જ્યાં પુછીએ ત્યાં બધા એકજ જવાબ આપતા હતા કે હજી તો શેષનાગ ઘણૂ દુર છે… અમે લગભગ શેષનાગથી ૨ કીમી દુર હતા ત્યારે ચંદુ ખુબ થાકને લીધે નીચે પડી ગયો અને વિશ્વાસને પણ શ્વાસ ચઢવા લાગ્યો હતો… બન્ને એ ચાલવાની ના પાડી દીધી… ત્યારે લગભગ ૨ વાગ્યા હતા… થોડી વાર ત્યાં બેસી આરામ કર્યા બાદ બન્ને ને થોડી હિમ્મત આપી અને ફરીથી ચાલવાનુ ચાલુ કર્યુ…

અમે લગભગ ૫ વાગ્યા જેવા શેષનાગ પહોચ્યા અને ત્યાંથી આગળ જવા દેતા નહતા… અમારે ત્યાંજ રહેવુ પડે તેવુ હતુ… હું સવારથી કઈપણ ખાધા વગર ૧૪ કીમી ચાલ્યો હતો અને મને ઉલ્ટી થવા જેવુ થયા કરતુ હતુ… અમને રહેવા માટે એક તંબુ ભાડે મળી ગયો હતો…

શેષનાગ ખુબજ સુંદર જગ્યા છે… ત્યાં પાંચ નદીઓ ભેગી થાય છે અને મોટુ સરોવર બન્યુ છે… પાંચ નદીઓ પહાડ પરથી ઉતરી તે સરોવરમાં મળે છે અને તે પાંચ મુખ વાલુ સરોવર શેષનાગ જેવુ જ ભાષે છે અને તેથીજ તે જગ્યાને શેષનાગ કહે છે…

ખુબ ચાલવાના કારણે મારા પગમાં ત્રણ મોટા ફોલ્લા પડી ગયા હતા… પણ બુટ કાંઢવાના પણ હોશ નહતા… અમે માંડ માંડ સિક્યોરીટી ચકિંગથી તંબુ સુધી પહોચ્યા… હું તરતજ એક પલંગ પર પડ્યો અને ગોદડુ ઓઢી સુઈ ગયો… ઉંઘતો આવતી નહતી થાકને કારણે પણ બીજુ કઈ હોશ હતુ નહી… એ રાત્રે ત્યં ભયંકર ઠંડી પડતી હતી… અને ત્યાં ભયંકર વરસાદ પણ હતો… તંબુ વોટરપ્રુફ હતો એટલે વાંધો નહતો પણ ઠંડી ખુબ હતી… માંડ માંડ સવાર પાડી… સવારે ઉઠી અમારે આગળ પ્રયાણ કરવાનુ હતુ…

વધુ આવતા રવિવારે…

पत्‌थर नहीं हूं मैं

જુલાઇ 21, 2007

stone_wall_web.jpg

दाइम पड़ा हुआ तिरे दर पर नहीं हूं मैं
ख़ाक ऐसी ज़िन्‌दगी पह कि पत्‌थर नहीं हूं मैं

શું હું સદાથી નથી પડેલો તારા દ્વાર પર? ધુળ છે એવી જીંદગી પર કે પત્થર નથી હું

क्‌यूं गर्‌दिश-ए मुदाम से घब्‌रा न जाए दिल
इन्‌सान हूं पियालह-ओ-साग़र नहीं हूं मैं

કેમ કરીને મારુ હૃદય ના ગભરાય આ બધા વર્તુળોથી, માણસ છું, કોઈ કાચનુ પાત્ર નથી હું

या रब ज़मानह मुझ को मिटाता है किस्‌लिये
लौह-ए जहां पह हर्‌फ़-ए मुकर्‌रर नहीं हूं मैं

હે પ્રભુ, આ દુનિયા મને ભુંસે છે કેમ? આ દુનિયાના ટેબલ પર પડેલો જુનો કાગળ નથી હું

हद चाहिये सज़ा में `उक़ूबत के वास्‌ते
आख़िर गुनाह्‌गार हूं काफ़र नहीं हूं मैं

હદ હોવી જોઈએ સજા આપવાની પણ, હૈરાન કરવા સંદર્ભમાં, આખરે તો ગુલામ છું, કોઇ ગુન્હેગાર નથી હું

किस वास्‌ते `अज़ीज़ नहीं जान्‌ते मुझे
ल`ल-ओ-ज़ुमुर्‌रुद-ओ-ज़र-ओ-गौहर नहीं हूं मैं

શા માટે કિમતી (વ્હાલુ) નથી માનતા મને? હું હીરો કે માણેક કે સોનુ કે મોતી નથી?

रख्‌ते हो तुम क़दम मिरी आंखों से क्‌यूं दरेग़
रत्‌बे में मिह्‌र-ओ-माह से कम्‌तर नहीं हूं मैं

શા માટે તમે રાખો છો તમારા પગ (પગલાં) મારી નજરથી દુર? આમ જુઓ તો, સુર્ય અને ચંદ્રથી કઇ ઓછો નથી હું

कर्‌ते हो मुझ को मन`-ए क़दम-बोस किस्‌लिये
क्‌या आस्‌मान के भी बराबर नहीं हूं मैं

શા માટે તમે રોકો છો મને તમારા ચરણને ચુમતા? શું આકાશની બરાબર પણ નથી હું?

ग़ालिब वज़ीफ़ह-ख़्‌वार हो दो शाह को दु`आ
वह दिन गए कि कह्‌ते थे नौकर नहीं हूं मैं

ગાલિબ તુ તો કોઈની કૃપાના સહારે છે, રાજાને આશિર્વાદ આપ! એ દિવસો ગયા કે જ્યારે તું કહેતો હતો કે, ‘કોઈનો નોકર નથી હું’

ગુજરાતી અનુવાદ રાજીવ ગોહેલ દ્વારા

– ग़ालिब