મુકામ કટરા

vaishno-devi.jpg

તારિખઃ ૧૩મી જુલાઈ ૨૦૦૫

ગુડ મોર્નિંગ, કેવુ ચાલે છે જિવન? ગઈકાલે રાત્રે જમતા વખતે તને અત્યંત યાદ કરી, રેલવેનુ ફુડ પેકેટ આવ્યુ હતુ, ખાવા માટે… રોટલી તો જેલના કેદીઓને આપે તેનાથી પણ ખરાબ અને એકદમ કાચી હતી અને ખુબ જાડી પણ હતી અને કડક… ખુબ કડક… ૪ રોટલી આવી હતી પેકેટમાં જેમાંથી મે ખુબ પ્રયત્નો કર્યા બાદ અડધી રોટ્લી ખાધી અને બાકીની સાડા ત્રણ રોટલી બારીમાંથી બહાર પધરાવી દીધી.

ખુબ થાકી ગયા હતા અમે બધા અને તેથી જ ૯.૩૦ વાગ્યે તો સુવા જતા રહ્યા.. જવાનુ તો કશે દુર નહતુ, સ્લીપર પાડીને સુઈ ગયા. રાજસ્થાનમાંથી પસાર થઈ રહ્યા હતા… અને… લગભગ રાતના ૧૨.૩૦ કે ૧.૦૦ વાગ્યાની આસપાસ રાજ્સ્થાનના રણની પાસેથી કે રણમાંથી ટ્રેન પસાર થઈ અને આખિ ટ્રેનમાં રેતી જ રેતી ભરાઈ ગઈ, ચારેબાજુ રેતીના ધુમાડા ઉડ્યા કરતા હતા, કોઈ દેખાતુ ન હતુ, આંખો રેતીથી ભરાઈ ગઈ હતી… મોં પર રુમાલ બાંધીને બેસી રહ્યા… એકાદ કલાક અને પછી થોડી રાહત થઈ, ફરી ત્રણેક વાગ્યા જેવી સુવાની કોશીશ કરી… સવારે ૭ વાગ્યા જેવી આંખ ઉધડી ગઈ… ફ્રેશ થયા અને કોફી પીધી અને નાસ્તો કર્યો અને ૮.૩૦ વાગ્યા જેવા ‘કાળી તીરી’ રમાવા બેઠા.

ટ્રેને થોડી વારમાં પંજાબમાં એન્ટ્રી લીધી અને સૌ પ્રથમ ભટીંડ્ડા આવ્યુ…આ ને થોડી વારમાં ફીરોઝપુર આવ્યુ… બગભગ ૧૧.૦૦ વાગ્યા છે…! હવે બધાને તીન પત્તી રમવાની ઇચ્છા થઈ છે અને તે પણ પૈસાથી, તેથી મે રમવાની ના પાડી અને ફરીથી લખવાનુ ચાલુ કર્યુ…!

રાજસ્થાન જેટલુ ભુખ્ખડ હતુ, તેટલુ જ પંજાબ હરીયાળુ છે, ટ્રેનની બારીમાંથી બંને બાજુએ દુર દુર સુધી લીલોતરીજ દેખાય છે. જો કે ગરમી તો અહી પણ છે જ. બારીમાંથી જોઈએ તો યશ ચોપડાનુ કોઈ મુવી જોતા હોઈએ તેવુ લાગે છે

દેખા એક ખ્વાબ તો યે સીલસીલે હુવે… અથવા તો
તુજે દેખા તો યે જાના સનમ…

અહી ઘણુ સારુ ગ્રૃપ બની ગયુ છે… અમે ત્રણ (હૂ, વિશ્વાસ અને ચંદુ) અને બીજા બે લોકો ભાવનગરથી આવ્યા છે અને એક માસા-માસી અને બા છે… બધા સ્વભાવે સારા લાગે છે અને ટાઈમ પાસ થતો રહે છે

બધુ બરાબર છે પણ તું ક્યાં છે?

સઘળી વસ્તુ ત્યાંની ત્યાં છે… કિંતુ મારી ‘ભાવી’ ક્યાં છે?

(બપોરના ૧૨.૦૦ કલાકે, બુધવાર)

અરે દોસ્ત, મને તો હતુ કે ૪-૫ વાગ્યા જેવા જમ્મુ પહોંચી જઈશુ, પણ ટ્રેન તો બાબાગાડી જેવી ચાલતી હતી અને અમને જમ્મુ પહોંચાડતા રાતના ૮.૧૫ વાગ્યા. ત્યઆંથી એક મેટાડોર ભાડે કરી થોડૅ દુર સુધી ગયા અને ત્યાંથી મીનીબસ ભાડે કરી કટરા જવા નીકળ્યા. ૪૭ કીલોમીટર દુર છે જ્મ્મુ થી કટરા. એકદમ આબુ જતા હોઈએ તેવો રોડ હતો… પહાડના ઢોળાવ પર… પણ અંધારુ ખુબ હતુ અને લાઈટની વ્યવસ્થા હતી નહી તેથી બહાર કશુ વ્યવસ્થીત જોઈ શકાતુ નહતુ. કટરાની બોર્ડર પર ચેકીંગ કરાવ્યા બાદ આગળ વધ્યા અને અમારી હોટેલ પર ૧૦.૩૦ વાગ્યે પહોંચ્યા… પહોંચી તરત જ તને ફોન કરવા આવ્યો… તારી સાથે વાત કરી… સારુ લાગ્યુ…!

પછી રુમ પર આવ્યો, નહાયો અને જમવા માટે તૈયાર થઈ ગયો…! રાતના ૧૨.૪૫ વાગ્યે જમવાનો મેળ પડ્યો અને અમે જમ્યા, જમવાનુ સારુ હતુ તેથી મજા આવી.

બધાની ઈચ્છા હતી કે રાત્રે જ વૈષ્ણોદેવી તરફ ચાલવાનુ શરુ કરી દઈયે પણ દર્શન માટેના પાસ આવ્યા નહતા અને તેથી સવારે ૬.૦૦ વાગ્યે જવાનુ નક્કી કર્યુ, ત્યાં સુધીમાં ટુર મેનેજર પાસની વ્યવસ્થા કરી દેશે તેવુ તેણે કહ્યુ હતુ.

અત્યારે રાત્રીના ૧.૩૦ વાગ્યો છે અને મને ખુબ ઉંઘ આવે છે… થોડી વારમાં સુઈ જઈશ. આમ પણ સવારે વહેલુ ઉઠવાનુ છે. તો ચલ સુઈ જઊ… ગુડ નાઈટ…!

(રાતના ૧.૩૫ કલાક, ગુરુવાર)

વધુ આવતા રવિવારે…!

Advertisements

2 Responses to “મુકામ કટરા”

 1. shivshiva Says:

  મારી યાદોની યાત્રા પણ ધીરે ધીરે આગળ વધી રહી છે તમારી સાથે.

 2. Kalpesh Says:

  રાજીવભાઈ,

  ખોટુ ના લગાડતા પણ “બાકીની સાડા ત્રણ રોટલી બારીમાંથી બહાર પધરાવી દીધી” – આ સારુ ન લાગ્યુ. સાચુ કહુ તો હું પણ આમ જ કરતો પણ ધીરે-ધીરે સમજાયુ કે આપણે આપણુ જ ઘર ગંદુ કરી રહ્યા છીએ.

  કોઈકે સાચુ જ કહ્યુ છે – “સ્વચ્છતામા પ્રભુતાનો વાસ છે”

  There are something we all must try to do & something we all must NOT do.

  Take care
  Kalpesh

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s


%d bloggers like this: