એજ છે કારણ

waiting_outside.jpg

આંખનો દરિયો, આંસુના મોતી
આપની યાદો, લાવી આ ગોતી

તમે ન આવ્યા, ખુશી ના લાવ્યા
ધડકનો બધી, ધીરજ ખોતી

પુછે છે બધા, શ્વાસ મને મારા
આંખો ક્યારની, રાહ કોની જોતી

યાદોના રણ, રણનુ તારણ
એજ છે કારણ, કે પાંપણો રોતી

‘રાજીવ’ કેવી, વીતી જીંદગી ?
અમે તો માંગી, આવી નહોતી

– રાજીવ

Advertisements

9 Responses to “એજ છે કારણ”

 1. રમેશ Says:

  માની ગયા રાજીવભાઈ, ખુબ જ સુંદર રચના

 2. વિશ્વદીપ બારડ Says:

  યાદોના રણ, રણનુ તારણ
  એજ છે કારણ, કે પાંપણો રોતી

  sundar gazal

 3. shivshiva Says:

  રચના તો સુંદર છે

 4. વિરલ Says:

  સુંદર રચના
  મજા આવી
  આભાર

 5. વિવેક Says:

  સુંદર રચના, રાજીવ ! પણ મને લાગે છે કે હવે છંદમાં લખવાનો સમય પાકી ગયો છે. અછાંદસ લખી લખીને પોતાની શક્તિ ના વેડફી દો એવી આશા રાખું છું… તમે ગાલિબની ગઝલોના પણ ઊંડા અભ્યાસી છો એટલે આ વાત સમજી શક્શો એવી આશા રાખું છું…

 6. કુણાલ Says:

  સરસ કાવ્ય..

  ‘રાજીવ’ કેવી, વીતી જીંદગી ?
  અમે તો માંગી, આવી નહોતી

  મક્તો ગમ્યો…

 7. chetu Says:

  very nice..!

 8. hemantpunekar Says:

  બહુ સરસ રાજીવ. સુંદર ભાવ!

  વિવેકભાઈની વાત અંગે વિચાર કરી જોજે. તારી વાતમાં ભાવસૌંદર્ય તો છે જ. એમાં છંદ ભળે તો સોનામાં સુગંધ ભળવા જેવું થશે. બસ થોડી વધારે મહેનતનો પ્રશ્ન છે.

  ઘણી વાર શેર પણ એની આંતરીક લયને કારણે છંદમાં જ આવતો હોય છે. જેમકે આ ગઝલનો મત્લાનો શેર “ગાલલગાગા” ના બે આવર્તનોથી બનેલો છે. મને પાકી ખબર નથી કે આ કોઈ છંદ છે કે નહી. વિવેકભાઈ વધુ પ્રકાશ પાડી શકશે.

  આંખનો દરિયો, આંસુના મોતી
  ગાલલ ગાગા, ગાલલ ગાગા

  આપની યાદો, લાવી આ ગોતી
  ગાલલ ગાગા, ગાલ લ ગાગા

  આ દિશામાં માત્ર વિચારવાનો પ્રશ્ન છે. આશા રાખું છું કે તું વિચારીશ.

  હેમંત

 9. naraj Says:

  exellent………sundar bhavaniurpan rajivbhai……vivek sir ane hemantbhaini vat sachi…..chhe a also try learn to chhand…pan haji chanch barabar dubati nathi………pan asha chhe shikhi laishu>…………….keep it up

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s


%d bloggers like this: