આછાં આછાં રે તળાવ

pond.jpg

આછાં આછાં રે તળાવ
એની ઘાટી રે કાંઈ પાળ;
પાળે ઊગી ચણોઠડી એના વેલાને નહીં વાડ…

હું પેડુએ પાતળી મારો પરણ્યો ઊભો વાંસ,
ભટકાણો ભરનીંદરમાં મધરાતે વાગી ફાંસ;
વાટું અરડુસી બે વાર,
ચાટું ઓસડ બીજાં બાર,
બાઈજીનો બેટો (ઘણી ખમા!) મુને થઈ બેઠો વળગાડ…

મીંઢળબંધા બાવડે મારે ના’વું માથાબોળ,
કમખો ટાંગું રવેશમાં કે ખળભળતો વંટોળ
પોચાં પારેવડાં કાંઇ રાંક
હાંફે અધમણ ને નવટાંક
ગુલાબગોટો ઝુલો રે મારે ફળિયે બાવળઝાડ…

ચોમાસાનું વેલડું કાંઇ ઊપડ્યું બારોબાર,
ટીંપું વાદળ તુટી પડે અણધાર્યું અનરાધાર
વેરું મોતી સવ્વા લાખ,
ખેરું ખરબચડો કાંઇ થાક,
ટચાકટીલડી ટાંકી રે મેં તો મખમલિયે ઓછાડ…

– વિનોદ જોશી

Advertisements

3 Responses to “આછાં આછાં રે તળાવ”

 1. વિવેક Says:

  સુંદર ગીત… સરસ ઉપાડ અને મધુર ગતિ…

 2. વિશ્વદીપ બારડ Says:

  ચોમાસાનું વેલડું કાંઇ ઊપડ્યું બારોબાર,
  ટીંપું વાદળ તુટી પડે અણધાર્યું અનરાધાર
  વેરું મોતી સવ્વા લાખ,
  ખેરું ખરબચડો કાંઇ થાક,
  ટચાકટીલડી ટાંકી રે મેં તો મખમલિયે ઓછાડી..

  સુંદર ગીત છે.. વિનોદ જોશી અને રમેશ પારેખની રચના કર્ણ્પ્રિય અને મન-મોહક હોય છે..વિનોદ જોશી માર મિત્ર અને અમો બન્ને એકજ ગામના ગોઠીયા!!

 3. રેખા Says:

  Sundar geet, maja aavi
  Aabhar

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s


%d bloggers like this: