સફરની શરુઆત

train.jpg

તારીખઃ ૧૨મી જુલાઈ ૨૦૦૫

મને યાદ નથી છેલ્લે ક્યારે મે ફક્ત તારા માટે લખ્યુ હતું…! પણ આજે ફરીથી એકવાર તારા માટૅ, તને યાદ કરતા કરતા, તને યાદ આવતા આવતા… તારા માટે લખી રહ્યો છું

અત્યારે અમદાવાદ-જમ્મુ તાવીમાં બેઠો છું, ટ્રેન તેની ગતીમાં જઈ રહી છે. મને તારાથી દુર લઈ જઈ રહી છે. ટ્રેન લગભગ પાલનપુરથી આગળ નીકળી ગઈ છે, અને હું તારા માટે તને યાદ કરતા કરતા આ લખવાનો પ્રારંભ કરી રહ્યો છું. અત્યારે ટ્રેનની બર્થ પર ખાસી જગ્યા ખાલી હોવાથી ઉંધો સુતો છુ અને લખી રહ્યો છુ, અને એટલે જ અક્ષર સારા થતા નથી… પણ આશા રાખુ કે તુ ચલાવી લઈશ.

અરે, યાર… હું તો એકદમ લખવાનુ ભુલી ગયો… કઈ યાદ જ નથી આવતુ… કઈ લખી જ નથી શક્તો… એક સમય હતો કે તારા માટે કઈ લખવા બેસતો હતો ને મને સમયનુ પણ ભાન રહેતુ નહતુ, અને અત્યારે શબ્દો મળતા નથી…! લાગે છે ફરીથી પ્રેમમાં પડવુ પડશે…!

અત્યારે તો લાગે છે કે તારા વગરના આ ૧૩ દિવસો પણ પસાર થઈ જશે. ઘણાં લોકો છે આસપાસ આ ટ્રેનમાં અને લગભગ બધાજ અમરનાથના યાત્રીઓજ છે. ખબર નથી કે ક્યારથી તારી ખુબ જ યાદ આવવાનુ શરુ થશે અને મને અડધા રસ્તેથી બધુ છોડીને તારી પાસે ભાગી આવવાનુ મન થયા કરશે? થોડો સમય તો મને લાગે છે ત્યાં સુધી વાંધો નહી આવે પણ પછી મને ખબર નથી મારુ શુ થશે? અને હાં, સમય તો પસાર થશે જ, એ સમયનો સાદો નિયમ છે કે એ રોકાતો નથી, પણ મારો સમય કે જે તારા વગર પસાર થશે તેનુ મારા માટે કોઈ મહત્વ નથી… એ પળો, એ શ્વાસો એ બધુ મારી જીંદગીમાં ક્યારેય આવ્યુ જ નહોય એવુ મને લાગે છે.

મને ખબર નથી આ બધુ કઈ રીતે ગોઠવાઈ ગયુ અને પાછુ બધુ કોઈ મુશ્કેલી કે અડચણ વગર પાર પણ થઈ ગયુ, સિવાય કે તારી રજાઓ, જો એ પણ મળી ગઈ હોત તો અત્યારે તુ મારી સાથે આ ટ્રેનમાં બેઠી હોત અને હું આ કાગળની જગ્યા એ તારી સાથે વાતો કરતો હોત.

વે યાર, બહુજ ખરાબ અક્ષર થાય છે… ચલ, પછી લખીશ, થોડી વાર તને યાદ કરતો સુઈ લઉ. તે કહ્યુ નહી દોસ્ત તને મારો એસ. એમ. એસ. મળ્યો કે નહી?

(૨.૫૦ મંગળવાર)

ભાવુ, વે યાર, આ કમબખ્ત ઉંધ પણ નથી આવતી…! અને આ સડેલી ટ્રેન ચાલે છે એના કરતા તો ઉભી વધારે રહે છે. અને આ ગરમી, ઓ મારી માં. ભયંકર ગરમી પડે છે અહી તો, તુ શુ કરે છે? હજી તો ૪.૦૦ વાગ્યા છે અને અમે ગુજરાત પાર કરી રાજસ્થાનમાં આવી પહોચ્યા છીએ. હચ વાળાઓએ મને ‘વેલકમ ટુ રાજસ્થાન’નો એસ. એમ. એસ. મોકલ્યો છે, બોલ કેવુ કે’વાય?

અરે, આખો પસીનાથી નહાઈ ગયો… થોડિ ઠંડી પડે તો કઈ મજા પણ આવે. અને અહી ટ્રેનમાં ફરવા જેવુ કઈ ખાસ છે નઈ. હજી તો કાલે સાંજે આમાથી છુટીશુ. બપોરે જમવાનુ આપ્યુ હતુ, પુરી શાક ખાધુ અને થોડી વાર ‘કાચુફુલ’ રમ્યા હું, વિશ્વાસ અને ચંદુ. અને હવે આડો પડ્યો છુ પણ ગરમી કે ‘કે મારુ કામ.

હમણાં ફરી ટ્રેન ચાલુ થશે અને મને તારાથી થોડો વધારે દુર લઈ જશે. વે થોડી હવા આવી…! હાશ…! અને બારીમાંથી ચંદુ એ બુમ પાડી, “શું દોસ્ત, લખ લખ કરો છો…? બહાર આવોને હવામાં!”, અને મને તારી યાદો માંથી અને તારા વિચારોમાંથી બહાર ખેંચીને વાસ્તવીકતાની ધરતી પર ઉભો કરી દીધો…! અને, આ ટ્રેન ફરીથી ચાલી… હું પણ ચાલ્યો… બધુ ફરીથી યંત્રવત થઈ જવા લાગ્યુ.

ચાલ મળીએ થોડીવાર રહીને…! વે અહી તો તડકો પડે છે… અને પરસેવો પણ ! હજી તો આબુરોડ ગયુ… મને તો આબુ માં પણ પરસેવા પડી ગયા…! મને લાગે છે આપણે કોઈ ઠંડી કન્ટ્રીમાં રહેવા જતુ રહેવુ પડશે…! બાબાને વાત કરીશ, જો કઈ મેળ પડે તેમ હશે તો…! બોલ ક્યાં જવુ છે? યુ એસ એ, કેનેડા કે ઓસ્ટ્રેલીયા?

(બપોરના ૪.૧૦ મંગળવાર)

વધુ આવતા રવિવારે…

Advertisements

5 Responses to “સફરની શરુઆત”

 1. shivshiva Says:

  એ.સી. ક્લાસમાં નો’તા ગયા કે આટલો પસીનો પાડવો પડ્યો?
  ચાલો તમારી સફરમાં જોડાઉ. મને મારી અમરનાથની યાત્રાઓ યાદ આવી ગઈ.

 2. Chirag Patel Says:

  mane thaay chhe ke kyaare hu paNa aavu sambhaaraNu paamee shakeesha?

 3. મહેન્દ્ર પંચાલ Says:

  કવીતામાંથી આવકાર્ય સ્વૈર વીહાર. બહુ જીવંત અને ઉર્મીસભર લાગ્યું.
  આ ‘વે’ ન સમજાયું !

 4. Deepa Says:

  Sundar sharuaat, lage chhe ke maja aavse…

 5. રેખા Says:

  તમારા સફરમાં મજા આવશે તેવુ લાગી રહ્યુ છે, સુંદર રજુઆત

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s


%d bloggers like this: