મિત્રતા

friendship4.jpg

મિત્ર એસા કિજીયે જૈસે સીર કો બાલ
કાટ કાટ કે કાટીયે ફિરભી તજે ના ખાલ

શેરી મિત્રો સો મળે, તાળી મિત્ર અનેક
જે પર સુખદુઃખ વારીયે, તે લાખોમાં એક

મિત્ર એટલે શુ? આ સવાલનો સાચો જવાબ લખી ના શકાય, કે આપી ના શકાય – તે ફક્ત અનુભવી શકાય…! મિત્ર અને મિત્રતા એકમેકના પર્યાય અને સમાનાર્થી જ તો છે. તે એક્મેકના પુરક પણ છે. મિત્ર વિના મિત્રતા, અને મિત્રતા વિના મિત્રની કલ્પના પણ અશક્ય છે.

કોઈ એક લેખકે લખ્યુ છે કે જેને તમે પોતાના જીવનની અંગતમાં અગંત વાત પણ સરળતાથી કહી શકો, તેને તમારો સાચો મિત્ર માનવો. જો તમે કોઈના આવા મિત્ર નથી, અથવા તો કોઈ તમારુ આવુ મિત્ર નથી તો જીવન એળે ગયુ કહેવાય.

મિત્રતા મારા માટે પણ જીવનના અન્ય અનિવાર્ય પરિબળોની જેમ અગત્યની છે. પણ મારી પાસે હાલની ક્ષણે એવો કોઈ મિત્ર નથી કે જેને હું મારા જીવનની અગંતમાં અગંત વાત કરી શકુ. ભુતકાળમાં હતા, એકથી વધારે હતા…! પણ દુનિયાની આ ભીડમાં મારી ભુલથી એમનો હાથ છુટી ગયો અને અત્યારે કોઈ પાસે રહ્યુ નથી.

અને હવે કોઈ સામે મિત્રતાનો હાથ લંબાવતા થોડો ખચકાટ થાય છે… છોડો મિત્રો, આ તો મારી પોતાની વાત થઈ… અહી તો મારે સર્વ સામાન્ય વાત કરવી છે…!

એક પ્રસંગ યાદ આવે છે… સંકલન કરવાનો પ્રયાશ કરી રહ્યો છું…

એક વખત બે મિત્રો હતા… ખુબ સારા મિત્રો… સાચા મિત્રો… ઉપરની વ્યાખ્યામાં બંધ બેસે એવા મિત્રો હતા… સુખ-દુઃખ સાથે સાથે સહન કરતા તેઓ મોટા થઈ ગયા… બન્નેના લગન પણ થઈ ગયા… અને મિલન મુલાકાત થોડી થોડી ઓછી થવા લાગી…!

એક દિવસની વાત છે.. એક મિત્ર બીજાના ઘરે આવ્યો અને તેના મિત્રની પત્નીને પુછ્યુ કે તેનો મિત્ર ક્યા છે? તેનો મિત્ર ઘરે હાજર હતો નહી… તે ત્યાંથી જવા લાગ્યો ત્યારે તેના મિત્રની પત્ની એ પુછ્યુ કે શું કઈ અગત્યનુ કામ હતું? ત્યારે તે મિત્રે તેમને કહ્યુ કે તેને હજાર રુપિયાની ખુબજ જરુર છે… તે મિત્રની પત્નીએ તેમને રોકીને ઘરમાંથી હજાર રુપિયા કાઢીને તેમને આપ્યા અને થોડી વારમાં તે મિત્ર ત્યાંથી રુપિયા સાથે રવાના થયો.

થોડા સમય બાદ બીજો મિત્ર પોતાના ઘરે આવ્યો. તેની પત્ની એ તેમને જણાવ્યુ કે તમારો મિત્ર આવ્યો હતો અને તેને હજાર રુપિયાની ખુબ જરુર હતી. તમે હતા નહી, તેથી મે તેમને હજાર રુપિયા આપી દીધા છે.

આ સાંભળી તે મિત્ર ખુબ જોર જોરથી રડવા લાગ્યો… તેણે કહ્યુ કે તે મારો ખુબજ સારો મિત્ર છે અને એણે… અને એણે… એ બોલી શક્યો નહી અને ફરી રડવા લાગ્યો…! તેની પત્નીએ તેને કહ્યુ કે મને ખબર છે કે તે તમારા મિત્ર છે અને મે કોઈ પણ વાતની પરવા કર્યા વગર અને રાહ જોયા વગર તેમણે માગ્યા કે તરત રુપિયા આપી દિધા હતા, તો તમે દુઃખી થઈને રડો નહી.

તે મિત્રે કહ્યુ કે હુ એટલે નથી રડતો કે તેને તે પૈસા તરત આપ્યા કે નઈ… હું એટલે રડુ છુ કે એ મારો સૌથી સારો મિત્ર છે અને એને હજાર રુપિયાની જરુર હતી અને તેણે મારા ઘરે આવવુ પડ્યુ પૈસા માંગવા, ત્યાં સુધી મને ખ્યાલના રહ્યો… આ આંસુ મને એ વાતના આવે છે કે હું મારા મિત્રનૂ ધ્યાન ન રાખી શક્યો અને તેને જરુરના સમયે મારી મદદ માંગવા આવવુ પડ્યુ હૂં તેના માટે ત્યાં હાજર ન હતો.

આ કહેવાય સાચી મિત્રતા, અને આને કહેવાય સાચા મિત્ર…!
ભગવાન બધાને આવા મિત્ર આપે અને બધાને પોતે પણ કૉઈના આવા મિત્ર બની શકે તેવી પ્રેરણા આપે.

-રાજીવ

11 Responses to “મિત્રતા”

  1. Jayesh Surti Says:

    Really very nice article…real meaning of friendship explained.

  2. Rachana Says:

    Really true!
    Beautiful thought
    Keep it up

  3. રમેશ શાહ Says:

    મારુ પણ તારા જેવું જ છે. કહેવા ખાતર આખું ગામ ઓળખે પણ આસું સારવા ખભો કોઈ નહીં.શું દોસ્તી ને વય મર્યાદા-સ્ત્રી પુરુષ ના ભેદ નડે?ના..તો શોધું છું એક સાચો દોસ્ત જડે.

  4. Shruti Says:

    વાહ વાહ… ખરે ખર સુંદર વાત અને વાર્તા છે… બહુ મજા આવી ગઈ

  5. વિશ્વદીપ બારડ Says:

    શેરી મિત્રો સો મળે, તાળી મિત્ર અનેક
    જે પર સુખદુઃખ વારીયે, તે લાખોમાં એક

    your answer is right in this she’r. Good one

  6. Amit Says:

    Great thoughts

  7. કુણાલ Says:

    સુંદર..

  8. Kartik Mistry Says:

    સરસ.

    find . -name “True Friend”

  9. સુરેશ Says:

    કોઇ મીત્ર હોવો જ જોઇએ, તે શું જરુરી છે? સૌથી સાચો મીત્ર તો હંમેશ આપણી અંદર બેઠેલો જ છે ને?
    આપણું હોવાપણું , જેના કારણે આપણે હાલતા, ચાલતા, વીચાર કરતા, જીવીએ છીએ, તે પરમ તત્વ સીવાય બીજો કોઇ વધારે આત્મીય મીત્ર ન હોઇ શકે.
    આ વીશ્વાસ આવે પછી દુનીયાની કોઇ તાકાત આપણને રોકી કે હતાશ ન કરી શકે.

  10. ashish Says:

    goodgoodgoodgoodgoodgood

  11. MINAL Says:

    GOOD THOUGHTS

Leave a comment