દિલના દ્વાર સુધી

river.jpg

કોણ જાય છે કોઇના દિલના દ્વાર સુધી
કોણ જાય છે ધડકનોની પેલે પાર સુધી
ક્યાં મળે છે સુર્ય રાતના અંધકાર માં
શોધવો તેને પણ પડે છે સવાર સુધી

ભાગ્યએ પહોચાડ્યો છે મઝધાર સુધી
ભાગ્યજ લઇ જશે મને પતવાર સુધી
વિશ્વાસ ગુમાવીશ નહિ મારો ખુદ પરનો
ભાગ્યજ મને લઈ જશે કિનાર સુધી

પ્રેમે પહોચાડ્યા અમને જુદાઈના ભાર સુધી
અમે પહોચી ગયા તેમના ઇંતજાર સુધી
પ્રેમના અભાવે ઘર પણ ઘર રહ્યુ નથી
તે આવે તો અમે પહોચીએ ઘરબાર સુધી

પહોંચી શકીએ અમે કોઇના દિલના તાર સુધી
પહોંચી શકીએ કોઇની વાતના સાર સુધી
રૂપ તો પ્રભુએ દયા કરી આપ્યુ જ છે
રૂપ નિખરે જો પહોચી શકીયે શણગાર સુધી

‘રાજીવ’ને પહોચાડ તું સ્વપ્ન-સંસાર સુધી
કે પછી પહોચાડ તેને તેના પ્યાર સુધી
જો આટલુ પણ નહિ કરી શકે તું તો ઓ પ્રભુ
તો પછી પહોચાડ તેને મયખાનાના દ્વાર સુધી

– રાજીવ

Advertisements

12 Responses to “દિલના દ્વાર સુધી”

 1. રમેશભાઈ Says:

  પ્રેમના અભાવે ઘર પણ ઘર રહ્યુ નથી
  તે આવે તો અમે પહોચીએ ઘરબાર સુધી

  ખુબજ સુંદર શબ્દો,
  અભિનંદન

 2. પ્રતીક નાયક Says:

  પહોંચી શકીએ અમે કોઇના દિલના તાર સુધી
  પહોંચી શકીએ કોઇની વાતના સાર સુધી

  Too Good.

 3. naraj Says:

  exellent……………………keep it up

 4. રેખા Says:

  ક્યાં મળે છે સુર્ય રાતના અંધકાર માં
  શોધવો તેને પણ પડે છે સવાર સુધી

  સુંદર વિચાર

 5. વિશ્વદીપ બારડ Says:

  પ્રેમે પહોચાડ્યા અમને જુદાઈના ભાર સુધી
  અમે પહોચી ગયા તેમના ઇંતજાર સુધી
  પ્રેમના અભાવે ઘર પણ ઘર રહ્યુ નથી
  તે આવે તો અમે પહોચીએ ઘરબાર સુધી

  wow! ghanij sundar Gazal !!

 6. pravinash1 Says:

  અરે ક્યાંય ન પહોંચાડે તો કાંઈ નહી
  રાહ તાકતી ઉભી છું દિલબરના દિદાર સુધી

 7. સુમીત Says:

  વાહ વાહ

 8. jagruti Says:

  વાહ મજા આવી ગઈ…

 9. કુણાલ Says:

  ‘રાજીવ’ને પહોચાડ તું સ્વપ્ન-સંસાર સુધી
  કે પછી પહોચાડ તેને તેના પ્યાર સુધી
  જો આટલુ પણ નહિ કરી શકે તું તો ઓ પ્રભુ
  તો પછી પહોચાડ તેને મયખાનાના દ્વાર સુધી

  અરે…આવું ન મંગાય…

 10. Sunil Says:

  રૂપ તો પ્રભુએ દયા કરી આપ્યુ જ છે
  રૂપ નિખરે જો પહોચી શકીયે શણગાર સુધી

  good words

 11. Rachana Says:

  Sundar vichar

 12. Ramesh Patel Says:

  Khub j saras

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s


%d bloggers like this: