સારો નથી હોતો

passions.jpg

ધરો ધીરજ વધુ પડતો પ્રણય સારો નથી હોતો;
અતિ વરસાદ કૈ ખેડૂતને પ્યારો નથી હોતો.

તમારા ગર્વની સામે અમારી નમ્રતા કેવી?
ગગનમાં સૂર્યની સામે કદી તારો નથી હોતો.

અગન એની અમર છે મૃત્યુથી પર પ્રેમ છે ઓ દિલ,
બળીને ભસ્મ થનારો એ અંગારો નથી હોતો

હવે ચાલ્યા કરો ચાલ્યા કરો બસ, એ જ રસ્તો છે,
ત્યજાયેલા પથિકનો કોઇ સથવારો નથી હોતો

જરી સમજીવિચારી લે પછી હંકાર હોડીને,
મુહબ્બતના સમંદરને કદી આરો નથી હોતો.

ચમકતાં આંસુઓ જલતા જિગરનો સાથ મળવાનો,
ન ગભરા દિલ પ્રણયનો પંથ અંધારો નથી હોતો.

ઘણાંય એવાંય તોફાનો ઊઠે છે મનની નગરીમાં,
કે જેનો કોઇ અણસારો કે વરતારો નથી હોતો.

ફક્ત દુ:ખ એ જ છે એનું તરસ છીપી નથી શકતી,
નહીંતર પ્રેમનો સાગર કદી ખારો નથી હોતો.

– અજ્ઞાત

Advertisements

8 Responses to “સારો નથી હોતો”

 1. પ્રતીક નાયક Says:

  ખુબ ઉત્તમ રચના, વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે સરસ કવિતા વાંચવા મળી.

 2. Jugalkishor Says:

  ફાટેલા પીયાલાની કહુંબલ રચના છે, બાપુ !

 3. વિશ્વદીપ બારડ Says:

  ફક્ત દુ:ખ એ જ છે એનું તરસ છીપી નથી શકતી,
  નહીંતર પ્રેમનો સાગર કદી ખારો નથી હોતો.

  I like this gazal.. good choice.

 4. વિવેક Says:

  સુંદર ગઝલ…

 5. સુરેશ જાની Says:

  જરી સમજીવિચારી લે પછી હંકાર હોડીને,
  મુહબ્બતના સમંદરને કદી આરો નથી હોતો.

  આ શેર બહુ જ ગમ્યો . એક વાર લગની લાગી પછી પેલે પર ગયે જ છુટકો.
  આના શાયર કોણ છે તે શોધી કાઢીએ.

 6. Tejas Says:

  Sundar rachna… Thanks for sharing

 7. અમીત Says:

  સુંદર રચના શોધી લાવ્યા

 8. hemantpunekar Says:

  sundar gazal….

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s


%d bloggers like this: