मेरे आगे

बाजिचा-ए-अत्फाल है दुनिया मेरे आगे
होता है शब-ओ-रोझ तमाशा मेरे आगे

નાના બાળકોની રમત છે જાણે આ દુનિયા મારી સામે, થાય છે રોજ સાંજ-સવાર-રાત નવા નવા ખેલ મારી સામે
(बाजिचा = રમત / ખેલ, अत्फाल = નાના બાળકો)

एक खेल है ओरंग-ए-सूलेमान मेरे नझदिक
एक बात है इझाज-ए-मसीहा मेरे आगे

એક રમત છે રાજગાદી મારી પાસે, એક વાત છે મસીહાના ચમત્કાર મારી સામે
(ओरंग= રાજા-મહારાજાની ગાદી / ખુરશી, इझाज = ચમત્કાર)

जुझ नाम नहीं सूरत-ए-आलम मुझे मंजूर
जुझ वहाम नहीं हस्ती-ए-आशीया मेरे आगे

તેના સિવાય કોઇ પણ ચહેરો નથી મને મંજુર, તેના સિવાય નથી કોઈ વસ્તુઓનુ અસ્તિત્વ મારી સામે
(जुझ = તેના સિવાય, आलम = દુનિયા, हस्ती = અસ્તિત્વ, आशीया = વસ્તુઓ)

होता है निहां गर्द मैं सेहरा मेरे होते
घीसाता है जबिं खाक पे दरिया मेरे आगे

રજકણમાં છુપાયેલુ એક રણ હોય છે જ્યા હું હોઉ છું, રાખ પર દરિયો ફેલાય છે મારી સામે
(निहां = છુપાયેલુ, गर्द = રજકણ, सेहरा = રણ, जबिं = કપાળ)

मत पूछ के क्या हाल है मेरा तेरे पीछे?
तू देख के क्या रंग है तेरा मेरे आगे

ન પુછ મને કે શું હાલ છે મારો તારા પછી? તુ જો કે શું રંગ છે તારો મારી સામે

सच कहते हो, खुदबीन-ओ-खुदआरा ना क्यों हूं?
बैठा है बुत-ए-आइना-सीमा मेरे आगे

સાચુ કહો છો, કેમ ના હોઉ હું આત્મ પ્રસંશક અને મારા પરજ ગર્વ કરનાર, મારુ પ્રિય પાત્ર જ અરીસા જેમ બેઠુ છે મારી સામે
(खुदबीन = ગર્વ , खुदआरा= આત્મશ્લાધુ/ પોતાની પ્રસંશા કરનાર, बुत = પ્રિય, आइना-सीमा = અરીસા જેવૂ મોં કરીને)

फिर देखिये अन्दाझ-ए-गुल-अफसानि-ए-गुफ्तार
रख दे कोई पैमाना-ओ-साह्बा मेरे आगे

પછી જુઓ કેવા અંદાઝથી બોલે છે ફુલોનો સમુહ, પહેલા રાખો લાલ શરાબનો પ્યાલો મારી સામે
(गुल-अफसानि= ફુલોનો સમુહ, गुफ्तार= બોલવુ, साह्बा = શરાબ (લાલ))

नफरत का गुमां गुझारे है, मैं रश्क से गुझारां
क्यों कर कहूं, लो नाम ना उस्का मेरे आगे

નફરત કરે છે શકને લીધે, અને કરે છે દુશ્મનો બળતરા, કેમ કરી ને કહું હું નામ એનું મારી સામે
(गुमां = શક, रश्क = દુશ્મન/ બળતરા કરવી)

इमां मुजे रोके है जो खींचे है मुजे कुफ्र
काबा मेरे पीछे है कलीसा मेरे आगे

મારુ કર્તવ્ય મને રોકે છે જ્યારે ખેંચે છે ફરજથી ભટકાવનારા, કાબા (મુસ્લીમ ધર્મસ્થળ) મારી પાછળ છે અને છે ચર્ચ મારી સામે
(कुफ्र = ફરજ ચુકી જનાર, कलीसा = ચર્ચ)

आशीक हूं, पे माशूक-फरेबी है मेरा काम
मजनूं को बुरा कहती है लैला मेरे आगे

હું આશીક છું અને પ્રેમીઓને દગો દેવાનુ કામ છે મારુ, મજનુ ને કહે છે ખરાબ લૈલા મારી સામે
(फरेब = દગો કરનાર)

खुस होते हैं पर वस्ल मैं यों मर नहीं जाते
आयी शब-ए-हिजरां की तमन्ना मेरे आगे

ખુબ ખુશ થાય છે મિલનની વેળામાં પણ મરી નથી જતા, આવી ગઈ જુદાઈની રાતની ઇચ્છા મારી સામે
(हिज्र = જુદાઈ)

है मौज-झान इक कुलझुम-ए-खूं, काश, यहीं हो
आता है अभी देखिये क्या-क्या मेरे आगे

છે ખુબ ઉત્તેજીત કરનાર લોહીનો સાગર, કદાચ, એજ હોય, આવે છે જોઈએ શું-શું મારી સામે
(मौज-झान = રસપ્રદ / ઉતેજના પ્રેરક, कुलझुम = સાગર, खूं = લોહી)

गो हाथ को जुम्बिश नहीं आंहों मैं तो दम है
रहेने दो अभी सागर-ओ-मिना मेरे आगे

જો હાથમાં ધ્રુજારી ન હોય, નિસાશામાં તો તાકાત હશે જ, રહેવા તો હજી શરાબ પીવાનૂ પાત્ર મારી સામે
(जुम्बिश = ધ્રુજારી, सागर-ओ-मिना = પીવાનૂ પાત્ર)

हम-पेशा-ओ-हम-मशार्ब-ओ-हमराझ है मेरा
‘गालिब’ को बुरा क्यों कहो अच्छा मेरे आगे !

તે મારા જેવુ જ કામ કરનાર, મારા જેવી જ ટેવ વાળો અને મારો ખુબજ વિશ્વાસુ છે, ‘ગાલિબ’ ને ખરાબ કહો, સારો કેમ કહો છો મારી સામે
(हम-पेशा= સરખુ કામ કરનાર, हम-मशार्ब = સરખી ટેવ વાળૉ, हमराझ = વિશ્વાસુ)

-गालिब

ગુજરાતી અનુવાદ રાજીવ ગોહેલ દ્વારા

Advertisements

4 Responses to “मेरे आगे”

 1. વિવેક Says:

  સુંદર પેશકશ… અભિનંદન…

 2. Rekha Says:

  Khub j saras.

 3. Deepak Says:

  Thanks for putting audio link with the great gazal of Galib.

 4. અમીત Says:

  sundar

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s


%d bloggers like this: