સરી જવુ છે

tears_of_nature.jpg

આ સંસાર સાગરમાં, તરી જવુ છે
નામ રોશન જગતમાં, કરી જવુ છે

દુનિયા ભુલી ન શકે મને કોઇ કાળે
એવુ કંઇ મરતા પહેલા કરી જવુ છે

તને હું મેળવી શક્યો જ નથી કદી
છતાં જુદાઇના ડરથી, ડરી જવુ છે

તારી આંખોમાં ઉતરવા દે મને
મારે ત્યાં મંઝિલ સુધી, તરી જવુ છે

તારી આંખોનું આંસુ બનીને મારે
પાંપણથી હોઠ સુધી, સરી જવુ છે

તારા હૃદયના દરેકે દરેક ખુણે
તારી ધડકનો થઇ, ધડકી જવુ છે

– રાજીવ

Advertisements

12 Responses to “સરી જવુ છે”

 1. રમેશ Says:

  સુંદર રચના

 2. RAHUL Says:

  RAJIVBHAI,

  SALUET, REALLY TOUCHING, DIL MANGE MORE..

  PLEASE READ SOME LINE FOR YOU, MENTIONED BELOW.:

  “SARI JAVU CHHE, KHAREKHAR MARE KAIK KARI JAVU CHHE,
  TAMAR DIL NI DHADKAN BANI, HAVE MARE JIVI JAVU CHHE.

  PADATA PEHAL VARASAD NA TIPA HATHELI MA JILI LEVA CHHE,
  TANE NA KHABAR PADE TEM TARA DUKH JIRVI JAVA CHHE.

  SARI JAVU CHHE, MARE TARA NAM NI SATHE TARI JAVU CHHE,
  TARO SUVALA PALAV NI LEHRAKHI MA AMAJ JIVI JAVU CHHE.

 3. chetu Says:

  congrats to u Rajiv N Rahul also..!

 4. વિશ્વદીપ બારડ Says:

  મારે હવે જીવવુ નથી, મરી જવુ છે
  કાંઇ પણ કરવુ નથી, મરી જવુ છે

  દુનિયા ભુલી ન શકે મને કોઇ કાળે
  એવુ કઇક મારે પહેલા કરી જવુ છે

  First she’r kind of no-hope for life ..sad.. ( keep good hope alive).. second one it’s great.. do something befor you live this world.

 5. પ્રતીક નાયક Says:

  તને હું મેળવી શક્યો જ નથી કદી
  છતાં જુદાઇના ડરથી, ડરી જવુ છે

  Amazing lines….beautifull…

 6. સુરેશ જાની Says:

  ભાવ અને શબ્દો સરસ છે, પણ પહેલા અને બીજા શેરમાં સાવ વીરોધાભાસ છે.

 7. ઊર્મિસાગર Says:

  (પહેલા શેરને બાદ કરતાં) સુંદર રચના…
  પહેલો શેર (જે આખા કાવ્યના ભાવથી એકદમ વિરુદ્ધ છે) જો કાઢી નાંખશો તો રચના વધુ ખીલી ઉઠશે રાજીવ!!

 8. ઊર્મિસાગર Says:

  પરંતુ જો પહેલા શેરને રીમુવ કરો તો નવો મત્લા બનાવવો પડશે.

 9. ઊર્મિસાગર Says:

  હવે જરા જામે છે… અભિનંદન!

 10. ઊર્મિસાગર Says:

  બીજી એક વાત મારા ધ્યાનમાં આવી તે એ છે કે…. બધા શેરોમાં જે કાફિયા છે એનાથી છેલ્લા શેરનો કાફિયા જરા જુદો પડે છે… આગળના બધા શેરોમાં ‘કરી’, ‘ડરી’, ‘તરી’ અને ‘સરી’ કાફિયાઓ છે પરંતુ છેલ્લા શેરમાં કાફિયા ‘ધડકી’ છે જે બીજા કાફિયાથી અલગ પડે છે…

  સોરી રાજીવ, તમારી જેમ હું પણ શીખું જ છું એટલે જ આ જણાવ્યું છે… ખોટું ના લગાડશો!!

 11. Vijay Says:

  Brilliant

 12. Tejas Says:

  Excellent words, feelings…

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s


%d bloggers like this: