પેલી તરફ

birds.jpg

આ વિજેતાઓના જયજયકારની પેલી તરફ
ને કરોડોના ચિત્કારની પેલી તરફ

લશ્કરી વિમાનો ધસમસતાં જતાં અવકાશમાં
નભમાં પારેવાં ઉડતી હારની પેલી તરફ

અશ્રુઓને લોહીના ઝરણાંઓ ફૂટી નીકળે
યુધ્ધનાદોના અડગ નિર્ધારની પેલી તરફ

ખંડિયેરોમાંથી અગ્નિજ્વાળા માંથું ઊચકે
આ વરસતા બોંબ મૂશળધારની પેલી તરફ

સાત પૃથ્વી, સાત આકાશો વહેરાઈ ગયાં
વીજળીના ઝીણેરા ઝબકારની પેલી તરફ

હા વતનની ધૂળની ડમરી સતત સાથે રહે
હીજરતી છાયાઓની વણઝારની પેલી તરફ

એમને હું શબ્દના પોલાણમાં શોધ્યા કરું
જે રહે છે મૌન અપરંપારની પેલી તરફ

ગુલબદનના રંગની મૌસમ છલકતી મહેકતી
ફૂલ પાંખડીઓની તિક્ષ્ણ ધારની પેલી તરફ

ઢેફાંઓ વચ્ચે ગઝલ-અંકૂર ફૂટી નીકળે
રોજના આદિલ આ હાહાકારની પેલી તરફ

– આદિલ મન્સુરી

ગુજરાતી સાહિત્ય જગત અને શબ્દ જગતના એક જાણીતા અને ખુબજ આદરણીય સ્થાન ઘરાવતા ગુજરાતના પનોતા પુત્રના જન્મદિવસ પ્રસંગે, એમની જ લખેલી રચના, એમનાજ શબ્દો, એમને ભેટ ધરી રહ્યો છું.

ગુજરાતી સાહિત્યના આ ઝળહળતો દિપ સદા ઝળહળતો રહે, અને વધુને વધુ પ્રકાશ પાથરતો રહે તેવી પ્રભુને પ્રાર્થના.

– રાજીવ

Advertisements

4 Responses to “પેલી તરફ”

 1. 'મળે ન મળે' - શ્રી આદિલજીને 71માં જન્મદિનની શુભકામનાઓ... « સહિયારું સર્જન - પદ્ય Says:

  […] ગોહેલની શુભકામનાઓ, એના બ્લોગ ઉપર શ્રી આદિલજીની એક ગઝલ […]

 2. સુરેશ જાની Says:

  પહેલી જ વાર વાંચી.
  બહુ જ વેધક અને આક્રોશવાળા શબ્દો.
  આ યુગની કરુણ વાસ્તવીકતાનું બહુ જ સરસ ચીત્રણ .

 3. pravinash1 Says:

  Good

 4. સુગમ Says:

  Read it first time… cool

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s


%d bloggers like this: