મને ગુજરાતી ગમે છે!

bigul.gif

હું મારી ભાષાને ખરેખર સંપૂર્ણ રીતે જાણતો નથી.
હું છંદ, અલંકાર, સમાસ અને અન્ય બધી ભાષાની ગુઢ ગુણવતાઓને પુરતી પ્રમાણમાં જાણતો નથી.
મને લયબધ્ધ અને છંદબધ્ધ રીતે લખતા પણ આવડતુ નથી.
હું આજે મારા વતન અને મારી ભાષા બોલનારા મારા શહેરથી માઈલોના માઈલો દુર બેઠો છું.
હું મારી ‘માં’થી હજારો માઈલ દુર બેઠો છું.

પણ છતા મને મારી ભાષા ખુબ ગમે છે, અને હું આજે પણ મારી ભાષાની એકદમ નજીક છું.
જે રીતે મને મારી માં ગમે છે અને હું આજે પણ એની એટલીજ નજીક છું.

આજે પરાયા દેશમાં આવીને અન્યની માતૃભાષા બોલી રહ્યો છુ અને લગભગ તેજ સાંભળી રહ્યો છું, અને છતાં મારી ભાષા પ્રત્યેની મારી લાગણી સહેજે ઓછી થઈ નથી અને લાગતુ નથી કે આ જીવનમાં તે ક્યારેય ઓછી થશે.

મારી ભાષા મને ગમે છે તેના કારણો અનેક છે…

હું આજે પણ ગુજરાતીમાં વિચારુ છું,
હું આજે પણ ગુજરાતીમાં હસુ છું,
હું આજે પણ ગુજરાતીમાં રડુ છું,
આજે પણ મને મારા સપનાઓ ગુજરાતીમાં આવે છે,
મારા બધા આપ્તજનોની યાદ પણ મને ગુજરાતીમાં આવે છે,
મારી માં તરફથી મને મળતા દરેક પત્ર ગુજરાતીમાં હોય છે…
હું મારી માં સાથે ગુજરાતીમાં જ વાતો કરુ છું…

આજે પણ મને કઈ થાય ત્યારે મારી “મમ્મી” નહી પણ “માં” યાદ આવે છે
હું પણ મારી માંને ગુજરાતીમાંજ પત્ર લખુ છું… ગુજરાતી એ મારી માંની ભાષા છે…

મારી મા કદાચ બીજી કોઈ ભાષા જાણતી નથી અને જાણતી હશે તો પણ તે ગુજરાતી જ બોલે છે…
મારી માં મને ગુજરાતીમાં વ્હાલ કરે છે…
મારી માં મને યાદ કરીને ગુજરાતીમાં રડે છે…
અને હું પણ તેને યાદ કરી ગુજરાતીમાંજ રડું છું…
મારી માં એ મને ગુજરાતીમાં જીવનની સારી સારી વાતો શીખવી છે…
માં એ મને ગુજરાતીમાંજ પ્રભુ ભકિત કરતા શીખવ્યુ છે…
સુખ-દુઃખમાં હું ગુજરાતીમાંજ પ્રભુ સ્મરણ કરુ છું…
આજે પણ મને દરેક સારા અને નરસા પ્રસંગે મને મારી ગુજરાતી ‘માં’ યાદ આવે છે…!

અને સૌથી અગત્યનુ કારણ – કે મને ગુજરાતી ભાષા ગમે છે…
ખુબ ગમે છે… ખુબ ખુબ ગમે છે

-કેમકે મને મારી ‘માં’ ગમે છે

-રાજીવ

Advertisements

8 Responses to “મને ગુજરાતી ગમે છે!”

 1. અમીત Says:

  સુંદર વિચાર…!
  ખુબ જ સરસ વાત કરી છે…!
  ક્યારેક ગીત-ગઝલના બદલે આવુ હોય તો વધારે મજા આવે…!

 2. nilam doshi Says:

  સરસ વાત કરી.આમે ય વતનની,ભાષાની કિમત જયારે વતનથી દૂર હોઇએ ત્યારે કદાચ વધુ જલ્દી સમજાઇ જતી હશે.અનુભવાતી હશે.

 3. Ramesh Shah Says:

  I AM IMMPRESED TO READ YOUR LOVE FOR GUJARATI.AS YOU ARE GOOD IN WRITING GUJARATI,SURE WILL BE INTERESTED TO READ TOO.I WANT TO MAIL YOU FEW OF MY SHORT STORIES AND ONE ACT DRAMAS (POSTED ON DIFFERENT BLOGS).I AM ALSO LIKE YOU AS FAR TECHNICALITIES OF WRITING IS CONCERN.
  I AM SURE YOU ARE NOT GOING TO SAY ‘NO’.GIVE ME YOUR EMAIL AND I WILL POST ONE AFTER ANOTHER.
  RAMESH SHAH

 4. Shah Pravinchandra Kasturchand Says:

  તમારા વિચારો વાંચીને આ જીવ ખૂબ રાજી થયો.
  સાચી વાત છે:ગુજરાત મોરી મોરી રે તેમ ગુજરાતી
  પણ મોરી મોરી રે!
  “હું નથી જાણતો એ કહેવું ખૂબ અઘરું છે”
  ધન્યવાદ!

  શાહ પ્રવીણચંદ્ર કસ્તુરચંદ.

 5. વિશ્વદીપ બારડ Says:

  very nice one..

 6. Jugalkishor Says:

  જય જય ગરવો ગુજરાતી !

 7. પ્રતીક નાયક Says:

  કોઈ શક !

 8. sheetal Says:

  Mane pan Gujarati game chhe…!

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s


%d bloggers like this: