હું તને લખુ છું

0182.jpg

મે ક્યારેય કવિતાઓ લખી જ નથી
મે તને જ લખી છે, ફક્ત તને…

તું એક નામ બનીને,
મારા હોંઠ પર રમ્યા કરે છે
તુંજ મારી રાત્રીનો ચંદ્ર છે,
તુંજ મારા જીવન પર સુર્ય બની ફરે છે

તું એક આકાશ છે,
કે જેમા મે અસંખ્ય પક્ષીઓને ઉડતા કર્યા છે
તું એક ધરતી છે
કે જેમા મે અસંખ્ય ફુલોને ઉગાડ્યા છે

તું મારો અવકાશ છે
મારી પૃથ્વી અને આકાશ વચ્ચેનું અંતરાલ
તું જ મારી એકલતાનું કારણ છે
મે, તે એકલતાને લખી છે

હું ક્યારેય કવિતાઓ લખતો નથી
હું ક્યારેય ગઝલો લખતો નથી

હું તને લખુ છું
ફક્ત તને…!!!

– રાજીવ

Advertisements

8 Responses to “હું તને લખુ છું”

 1. manthan Says:

  exellent work

 2. કૃપા Says:

  મે, તે એકલતાને લખી છે

  ખુબજ સુંદર…

 3. વિવેક Says:

  અત્યાર સુધી આ બ્લૉગ પર વાંચેલી કવિતાઓમાં સર્વશ્રેષ્ઠ કૃતિ…. અભિનંદન, રાજીવ ! ખૂબ ખૂબ અભિનંદન…

 4. chetu Says:

  i m speech less..!! …really really exellent…!! … congrats..1

 5. naraj Says:

  Exellent Job Rajivbhai ……………….congrats………

 6. UrmiSaagar Says:

  તરત જ ગમી જાય એવી શબ્દોની સુંદર અભિવ્યક્તિ…

  અભિનંદન, રાજીવ!

 7. Chetan framewala Says:

  રાજીવભાઈ,
  સુંદર અભિવ્યક્તિ,
  જે વ્યક્તિ આપણા દિલમાં કોતરાઈ ગઈ હોય,એને લખવું,
  એટલે દિલ પર કોતરેલા શીલાલેખ જાહેર કરવા,
  સૌથી કપરું પણ સૌથી આનંદમય કાર્ય.
  દિલની ઊર્મિઓ આવીજ રીતે અમારી સાથે મમળાવતા રહો.
  જય ગુર્જરી,
  ચેતન ફ્રેમવાલા.

 8. sheetal Says:

  Wah Rajiv, Khub j saras

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s


%d bloggers like this: