મૌસમ વિહોણા

મૌસમ વિહોણા કોઇ વાદળાની જેમ, અમે ઓગળેલા ધુમ્મસની ઝાંખમાં
મેળા-વેળાની તમે વાતો વાગોળોને, દરિયા ઊભરાયા કરે આંખમાં

થોક થોક પત્રોના બાંધેલા ભારાને છોડ્યા તો નિકળ્યા સંભારણા
સુકાભઠ્ઠ ખેતરમાં ચાડિયાની સાક્ષીએ લીધેલા કેવા ઓવારણા
ઝાંકળીયા સમણાં તો આવે ને જાયે ભલા, તેડે પણ કોણ હવે કાંખમાં
મૌસમ વિહોણા કોઇ વાદળાની જેમ, અમે ઓગળેલા ધુમ્મસની ઝાંખમાં

વાંઘ વાંઘ ઊછળતા પ્રિત્યુના મોજાને પકડ્યાતો ફીણ વળ્યા ખારા
ઇર્ષાના તિર વડે સોસરવા વિંધાયા, રુઝાસે કેમ કરી ઘારા
શ્વાસોમાં શ્વાસ ભરી સારસની જેમ અમે ઉડેલા ઇચ્છા લઈ પાંખમાં
મૌસમ વિહોણા કોઇ વાદળાની જેમ, અમે ઓગળેલા ધુમ્મસની ઝાંખમાં
મેળા-વેળાની તમે વાતો વાગોળોને, દરિયા ઊભરાયા કરે આંખમાં

– અજ્ઞાત

Advertisements

6 Responses to “મૌસમ વિહોણા”

 1. Jugalkishor Says:

  બહુ જ મઝાનું કાવ્ય-ગીત-મૂક્યું છે ! વતન ને નાનપણ ને યુવાની ને માવતર ને ને ને ને ,
  કેટકેટલું ભર્યું પડ્યું હોય છે, સ્મૃતિઓના મધપુડામાં ! ક્યારેક એ મધ્પુડો જો છંછેડાઈ જાય છે તો હજાર વીંછીઓના ડંખ એકસામટા રુંવે રુંવે વેદના જગાવી જાય છે.વિદેશે વસતાંઓની તો વાત જ શી કરવી ?

  મધપુડામાં
  સ્મૃતિઓનો કેવળ
  ગણગણાટ.

 2. Dharmesh Says:

  Jugal bhai ni vaat ekdum khari che

 3. Ramesh Shah Says:

  Rajiv,
  We are running one Gujarati Gramaphone club,having 18 memebers.We are in Valsad in India. I need your help to collect good Gujarati songs from any source. As we are all senior citizens,but true lovers of old songs,Gujarati songs,Gazals, I hope you will be of great help to us.Please reply at my email.
  Ramesh

 4. chetu Says:

  kharekhar ankho ma dariya ubharai rahya chhe..!!

 5. વિવેક Says:

  સુંદર મજાનું ગીત શોધી લાવ્યા છો, મિત્ર ! અભિનંદન…

 6. shivshiva Says:

  ખૂબ સરસ ગીત છે.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s


%d bloggers like this: