Archive for મે, 2007

સરી જવુ છે

મે 31, 2007

tears_of_nature.jpg

આ સંસાર સાગરમાં, તરી જવુ છે
નામ રોશન જગતમાં, કરી જવુ છે

દુનિયા ભુલી ન શકે મને કોઇ કાળે
એવુ કંઇ મરતા પહેલા કરી જવુ છે

તને હું મેળવી શક્યો જ નથી કદી
છતાં જુદાઇના ડરથી, ડરી જવુ છે

તારી આંખોમાં ઉતરવા દે મને
મારે ત્યાં મંઝિલ સુધી, તરી જવુ છે

તારી આંખોનું આંસુ બનીને મારે
પાંપણથી હોઠ સુધી, સરી જવુ છે

તારા હૃદયના દરેકે દરેક ખુણે
તારી ધડકનો થઇ, ધડકી જવુ છે

– રાજીવ

Advertisements

મુકતકો

મે 29, 2007

આવ મારી જાત ઓઢાળુ તને…
સાહેબા, શી રીતે સંતાડુ તને…

ઘર સુધી તુ આવવાની જીદ ના કર…
ઘર નથી, નહીતર હું ના પાડુ તને?

**********

બે જ પળની જિંદગી છે તો ય જીવાતી નથી
એક પળ ખોવાઇ ગઇ છે બીજી સચવાતી નથી.

હા કદી બિલકુલ અનાયાસે ગઝલ સર્જાય છે,
સો પ્રયત્નો બાદ પણ ક્યારેક સર્જાતી નથી.

**********

અશ્રુ પછીના સ્મિતનું આ દ્રશ્ય તો જુઓ !
વર્ષા પછીનો જાણે કે પહેલો ઉઘાડ છે.

**********

જેઓની સંસાર મા વસમી સફર હોતી નથી…
તેમને શુ છે જગત એની ખબર હોતી નથી…

જીંદગી ને મોત માં છે માત્ર ધરતી નુ શરણ…
કોઇની વ્યોમે હવેલી કે કબર હોતી નથી…

**********

જીનકે હોઠોં પે હસી પાંવમે છાલે હોગેં…
હાં, વહી લોગ તેરે ચાહ્નેવાલે હોગેં…

अच्छा है

મે 26, 2007

sun_moon_north_pole.jpg

हुस्‌न-ए मह गर्चिह ब हन्‌गाम-ए कमाल अच्छा है
उस से मेरा मह-ए ख़्‌वुर्शीद-जमाल अच्छा है

એ ચંદ્ર જેવુ હુસ્ન અને સુંદરતા અને હંગામાનો કમાલ સારો છે, પણ તેના કરતા મારી ચાંદ અને સુર્ય જેવી સુંદરતા વધારે સારી છે (मह = ચંદ્ર , ख़्‌वुर्‌शीद = સુર્ય, जमाल = સુંદરતા)

बोसह देते नहीं और दिल पह है हर लह्‌ज़ह निगाह
जी में कह्‌ते हैं कि मुफ़्त आए तो माल अच्छा है

તેઓ મને ચુંબન આપતા નથી અને દિલ પર રહે છે તેમની લાજ ભરેલી નજર, મનમાં વિચારે છે કે મફત માં મળે તો સામાન સારો છે. (बोसह = ચુંબન)

और बाज़ार से ले आए अगर टूट गया
साग़र-ए जम से मिरा जाम-ए सफ़ाल अच्छा है

બજારમાં જઈ બીજો લઈ આવુ જો એક તુટી ગયો, બાદશાહ જમશેદના પ્યાલા કરતા તો મારો માટીનો પ્યાલો સારો છે (साग़र-ए जम = બાદશાહ જમશેદનો પ્યાલો, जाम-ए सफ़ाल = માટીનો પ્યાલો)

बे-तलब दें तो मज़ह उस में सिवा मिल्‌ता है
वह गदा जिस को न हो ख़ू-ए सवाल अच्छा है

કઈ પણ માંગ્યા વગર મળે તેની મજા વધારે મળે છે, તે ભિખારી કે જેને માંગવાની આદત નથી તે સારો છે (बे-तलब = કઈ પણ પુછ્યા વગર, गदा = ભીખારી, ख़ू = આદત)

उन के देखे से जो आ जाती है मुंह पर रौनक़
वह समझ्‌ते हैं कि बीमार का हाल अच्छा है

તે મારી સામે જુવે છે અને મારા ચહેરા પર ચમક આવી જાય છે, અને તેઓ સમજે છે કે આ બિમારની હાલત હવે સારી છે.

देखिये पाते हैं `उश्‌शाक़ बुतों से क्‌या फ़ैज़
इक बरह्‌मन ने कहा है कि यह साल अच्छा है

જોઈએ પ્રેમીઓ શુ મેળવે છે પુતળાઓ થી ફાયદો, એક બ્રાહ્મણે (જ્યોતિષે) કહ્યુ છે કે આ વરસ સારુ છે (`उश्‌शाक़ = પ્રેમીઓ, फ़ैज़ = ફાયદો)

हम-सुख़न तेशे ने फ़र्‌हाद को शीरीं से किया
जिस तरह का कि किसी में हो कमाल अच्छा है

જે રીતે શીરીં અને ફરહાદને એકબીજાથી અલગ કર્યા, એવો જો કોઈમા હોય કમાલ તો સારો છે (हम-सुख़न = એકસાથે, तेशे = કુહાડી)

क़त्‌रह दर्‌या में जो मिल जाए तो दर्‌या हो जाए
काम अच्‌छा है वह जिस का कि मआल अच्छा है

પાણીનુ એક ટીપુ દરિયામાં મળી, દરિયો બની જાય છે. તે કામ સારુ હોય છે જેનુ પરિણામ સારુ હોય છે. (मआल = પરિણામ)

ख़िज़्‌र सुल्‌तां को रखे ख़ालिक़-ए अक्‌बर सर-सब्‌ज़
शाह के बाग़ में यह ताज़ह निहाल अच्छा है

બાદશાહ ઝફરના પુત્રને ભગવાન સૌથી મહાન બનાવે અને વધારે સુખ-સંતતિ આપે, બાદશાહના બાગમાં તાજ માટેનુ વૃક્ષ સારુ છે. (ख़िज़्‌र सुल्‌तां = બાદશાહ ઝફરનો એક પુત્ર, ख़ालिक़ = રચયિતા / ભગવાન, अक्‌बर = સૌથી મહાન, सर-सब्‌ज़ = ફળદ્રુપ, निहाल = વૃક્ષ)

हम को म`लूम है जन्‌नत की हक़ीक़त लेकिन
दिल के ख़्‌वुश रख्‌ने को ग़ालिब यह ख़ियाल अच्छा है

અમને ખબર છે બધુજ સ્વર્ગ અને સ્વર્ગની પ્રાપ્તિ વિશે, પણ હૃદયને ખુશ રાખવા ‘ગાલિબ’ એ વિચાર પણ સારો છે

– ग़ालिब

ગુજરાતી અનુવાદ રાજીવ ગોહેલ દ્વારા

આ ગઝલ અહીં સાંભળૉ…!

નેવેથી વરસ્યો

મે 24, 2007

નેવેથી વરસ્યો મેહુલીયો, ને આંગણામાં પાણી પાણી
લીલી લીલી લાગણીઓની, હૈયામાં ફુટી સરવાણી

ઇર્ષાની તોળાતી આંખો કાયા પર જાણે એવી છે મંડાણી
લથબથતી લથબથતી રંગીલી સંધ્યા મારા પાલવડે પથરાણી
નેવેથી વરસ્યો મેહુલીયો, ને આંગણામાં પાણી પાણી
લીલી લીલી લાગણીઓની, હૈયામાં ફુટી સરવાણી

દરિયાઓ દરિયાઓ ખાલી થઈ ગયાને આંખોમાં આળોટ્યા કેવા
શમણાંના એકાંતે બેસીને આજે આંખો મારી છે રીસાણી
નેવેથી વરસ્યો મેહુલીયો, ને આંગણામાં પાણી પાણી
લીલી લીલી લાગણીઓની, હૈયામાં ફુટી સરવાણી

– અજ્ઞાત

ઉજાગરા

મે 22, 2007

lonelynight.jpg

મારા સપનાઓ આંસુ સાથે વહી ગયા
મારી રાતોમાં હવે ઉજાગરાં રહી ગયા

જીંદગીમાં તુ નથી તે નડ્યા કરે છે મને
મારી એકલતા આવી અડ્યા કરે છે મને
અને આ એકલતા પણ અમે સહી ગયા
મારી રાતોમાં હવે ઉજાગરાં રહી ગયા

તું જ્યારે સામે હોય ત્યારે તને જોયા કરું
તું જ્યારે દુર જાય ત્યારે હૂં રોયા કરું
જો ફરી સપનાઓ આસુંથી પલળી ગયા
મારી રાતોમાં હવે ઉજાગરાં રહી ગયા

તું હકીકત નથી ફક્ત એક ખ્વાબ છો
નથી સર્જાયો મારા માટે તે આફતાબ છો
નથી મારી ‘તું’, મને એવુ બધા કહી ગયા
મારી રાતોમાં હવે ઉજાગરાં રહી ગયા

-રાજીવ

મૌન / કલમ

મે 20, 2007

silent.jpg

૧) તારા મૌનને લઇ, મે મારા હૃદયમાં સજાવ્યુ છે. મને તેમાથી મારુ નામ સંભળાઈ રહ્યુ છે અને તે અવાજ સાંભળી હું જીવી રહ્યો છું.

૨) જીવનમાં જે ક્ષણે દિલ યાદોથી ઘેરાય જાય છે, કોઈની ખુબ યાદ આવે છે, કોઈની ખુબ જરુરત જણાય છે, જ્યારે રડવાનુ ખુબ મન થાય છે, ત્યારે હું મારી કલમમાંથી આંસુઓના સાગરરૂપી શાહીને સંજોગોની ધરતીરૂપી કાગળ પર રેલાઈ જવા દઉ છું.

૩) તું સાથે હોય છે તો ક્ષણ વિતતી હોય એવુ લાગે છે અને જ્યારે તું આસ પાસ નથી હોતી, સર્વ ક્ષણો એકસામટી કોણ જાણે ક્યાં અટવાય જાય છે? હું ખુબ પ્રયત્ન કરુ છું તેને મુક્ત કરવાનો, કે જેથી તે સમય સાથે વહી શકે અને તેના મુકામે પહોચી શકે, પણ હું તેને મુક્ત કરી શકતો નથી.

– રાજીવ

પેલી તરફ

મે 18, 2007

birds.jpg

આ વિજેતાઓના જયજયકારની પેલી તરફ
ને કરોડોના ચિત્કારની પેલી તરફ

લશ્કરી વિમાનો ધસમસતાં જતાં અવકાશમાં
નભમાં પારેવાં ઉડતી હારની પેલી તરફ

અશ્રુઓને લોહીના ઝરણાંઓ ફૂટી નીકળે
યુધ્ધનાદોના અડગ નિર્ધારની પેલી તરફ

ખંડિયેરોમાંથી અગ્નિજ્વાળા માંથું ઊચકે
આ વરસતા બોંબ મૂશળધારની પેલી તરફ

સાત પૃથ્વી, સાત આકાશો વહેરાઈ ગયાં
વીજળીના ઝીણેરા ઝબકારની પેલી તરફ

હા વતનની ધૂળની ડમરી સતત સાથે રહે
હીજરતી છાયાઓની વણઝારની પેલી તરફ

એમને હું શબ્દના પોલાણમાં શોધ્યા કરું
જે રહે છે મૌન અપરંપારની પેલી તરફ

ગુલબદનના રંગની મૌસમ છલકતી મહેકતી
ફૂલ પાંખડીઓની તિક્ષ્ણ ધારની પેલી તરફ

ઢેફાંઓ વચ્ચે ગઝલ-અંકૂર ફૂટી નીકળે
રોજના આદિલ આ હાહાકારની પેલી તરફ

– આદિલ મન્સુરી

ગુજરાતી સાહિત્ય જગત અને શબ્દ જગતના એક જાણીતા અને ખુબજ આદરણીય સ્થાન ઘરાવતા ગુજરાતના પનોતા પુત્રના જન્મદિવસ પ્રસંગે, એમની જ લખેલી રચના, એમનાજ શબ્દો, એમને ભેટ ધરી રહ્યો છું.

ગુજરાતી સાહિત્યના આ ઝળહળતો દિપ સદા ઝળહળતો રહે, અને વધુને વધુ પ્રકાશ પાથરતો રહે તેવી પ્રભુને પ્રાર્થના.

– રાજીવ