સોરઠી-અરમાન

india.jpg 

નથી કંગાળ માનસ ઓગળ્યુ, પણ યથાવત છે,
અને કહેવા માટે સૌ કહે છે, અમારો દેશ ભારત છે

નરી પશ્ચીમની સજધજ પૂર્વમાં લહેરાય છે
ખબર પડતી નથી આ હિંદ છે કે વિલાયત છે

ધરાં પર ધાન્યના ઢગલા, ફરી ઠલવાય તો સારુ
સરીતા દુધ અને દહીંની, ફરીથી છલકાય તો સારુ

ઝમાનો વેજીટેબલ ઘી તણો, આ જાય તો સારુ
અને સાચુ ઘી શરીરોંમા હવે સીંચાય તો સારુ

અમારા સોરઠી સંતોના દીલમાં એકજ અરમાન છે…
કે અમારો દેશ નંદનવન ફરીથી થાય તો સારુ

નજર કરડી અમારા દેશ પર મંડાઇ છે આજે…
અમે ભાઇ ગણ્યા તા તે કસાઇ થાય છે આજે…

વતન વાળા ઉઠો દુઃખની ઘટા ઘેરાઈ છે આજે…
હીમાલયના હૃદયમાં આગ ભડકાં થાય છે આજે…

વતનની લાજ આવા વખતે જો સચવાય તો સારુ…
કે અમારો દેશ નંદનવન ફરીથી થાય તો સારુ

– “અનમોલ” કુતુબ આઝાદ

Advertisements

11 Responses to “સોરઠી-અરમાન”

 1. સુરેશ જાની Says:

  સરસ ભાવ .
  ‘ફરીથી થાય તો સારું ‘ એમ લખો તો વધારે ઠીક લાગશે.

 2. Rajiv Says:

  સુરેશ દાદા,
  ટાઈપ કરવામાં ભુલ થઈ ગઈ હતી, ખરેખર તમે જણાવ્યુ એમ જે છે.
  આભાર
  -રાજીવ

 3. Amit Says:

  ખુબ ધારદાર રચના

 4. વિશ્વદીપ બારડ Says:

  અમારા સોરઠી સંતોના દીલમાં એકજ અરમાન છે…
  કે અમારો દેશ નંદનવન ફરીથી તો સારુ
  very nice poem..

 5. Dharmesh Says:

  વતનની લાજ આવા વખતે જો સચવાય તો સારુ…
  Great…!

 6. Ritesh Says:

  નથી કંગાળ માનસ ઓગળ્યુ…. true

 7. ઊર્મિસાગર Says:

  સુંદર રચના…. કવિનું નામ?

 8. Rajiv Says:

  Sorry, don’t sure about the name of Poet but will try to find and post it. The poet is from Saurastra.

 9. Rajiv Says:

  એક નવી પંક્તિ સાથે કવિનુ નામ પણ મુકી રહ્યો છું
  -રાજીવ

 10. ઊર્મિસાગર Says:

  આ પ્રથમ બે બોલ્ડ કરેલી પંક્તિઓ તમારી લખેલ છે? કાંઇ ખબર ના પડી…

  એક સૂચન કરું? જ્યારે કવિનું નામ ખબર ના હોય ત્યારે “અજ્ઞાત” લખશો તો કોઇને મુંઝવણ નહીં થાય…

 11. Rajiv Says:

  સુચન સ્વીકાર્ય છે…!
  અને ઉપરની પંક્તિ કદાચ “ઘાયલ” દ્વારા લખાયેલી છે…! મને પાકી ખબર નથી…!
  કુતુબ આઝાદ બગસરાના કવિ છે…!
  આભાર

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s


%d bloggers like this: