દઇ દીધું ફુલ

bulbul.jpg 

એણે કાંટો કાઢીને મને દઇ દીધું ફુલ
હું તો છાતીમાં સંઘરીને લાવી બુલબુલ

પછી ઢોલીયે જરાક પડી આડી તો,
અરે! અરે! ટહુકાથી ફાટફાટ ચોળી,
ઓશીકે બાથ ભરી લીધી તો
ફરર દઇ ઊડી પતંગીયાની ટોળી;
મારે કંદોરે લળી પડી મોતીની ઝુલ
મેં તો શરમાતી ઓઢણીમાં સંતાડી ભુલ

હવે દીવો ઠારુંકે પછી દઇ દઉં કમાડ?
હું તો મુંઝારે રેબઝેબ બેઠી,
આઘે વઇ જાઉં પછી ઓરી થઇ જાંઉ
પછી પગલું માંડું તો પડું હેઠી!
હું તો પડછાયો પાથરીને કરતી’તી જુલ,
કોઇ મારામાં ઓગળીને પરબારું ડુલ…

-વિનોદ જોશી

Advertisements

5 Responses to “દઇ દીધું ફુલ”

 1. Rajiv Says:

  વ્હાલા મિત્રો,

  કોઇ અન્યના બ્લોગ પર આજ રચના હોઇ તો માફ કરી દેશો…!
  મારો ઇરાદો કોઇ બ્લોગરના બ્લોગનો કોપીરાઇટ ભંગ કરવાનો નથી…!
  અહી હૂ મારી પોતાની અને મને ગમતી રચનાઓ મુકી રહ્યો છું…
  અને બની શકે કે તે જ રચના અન્ય બ્લોગ પર હોય…!
  મારો ઇરાદો કોઇના દિલને દિભાવવાનુ નથી.
  છતા કોઇને એમ લાગતુ હોઇ કે આનાથી કોઇ રચનાનુ humiliation થાય છે તો મને તેમના પ્રત્યે સહાનુભુતિ છે…
  કેમકે કોઇ સારી રચના પર માત્ર એકાદ બે નો હક હોતો નથી…
  તે બધાની સહીયારી સંપતિ છે… અને એક થી વધારે જગ્યાએ તેને પ્રસારિત કરી તેની લોકપ્રિયતા જ વધશે, તેમા તે રચનાનુ humiliation ન થાય…

  આભાર સહ
  – રાજીવ

 2. Neela Kadakia Says:

  સુંદર શબ્દોને સથવારે સુંદર ચિત્ર છે.

 3. વિવેક Says:

  સુંદર ગીત….

  પ્રિય મિત્ર રાજીવ,

  આપના આ નવા બ્લોગની લિન્ક મેં મારા શબ્દ-જગત (http://vmtailor.com/gujarati-shabd-jagat/) માં ઉમેરી દીધી છે. આશા રાખું કે આપ સાતત્ય જાળવીને ટોચ સુધી પહોંચો…. શુભેચ્છાઓ…

  -વિવેક

 4. સુરેશ જાની Says:

  ભાઇ રાજીવ !
  અભીનંદન, આ બ્લોગ માટે. અહીં વધારે સારી સગવડો છે. મેં પણ આમ જ કર્યું હતું .

  કોઇની કવીતા મુકો તેમાં માત્ર કવીનો જ કોપીરાઇટ ભંગ થતો હોય છે. કોઇ બ્લોગરનો નહીં. જો કવીનું નામ ખબર ન હોય તો ‘અજ્ઞાત’ એમ પણ લખવું, નહીં તો કોઇ વાચકને એમ લાગે કે તમે તમારા નામે તે કવીની રચના આપો છો. તેમાં મોટો વીવાદ થઇ શકે.

 5. Kirit Says:

  Too good.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s


%d bloggers like this: