ઈન્ટરનેટ-સનમ

internet_girl.jpg

બાગમાં ક્યાં હવે ફરે છે સનમ
વૅબસાઈટ ઉપર મળે છે સનમ

ફ્લૉપિ ડિસ્ક જેવો આ ચહેરો તારો
અન્ય ઉપમા તો ક્યાં જડે છે સનમ

મૅમરીમાં ય હું સચવાયો નહીં
તું મને સૅઈવ ક્યાં કરે છે સનમ

ડબ્લ્યુ ડબ્લ્યુ ડબ્લ્યુની પાછળ
ડૉટ થઈને તું ઝળહળે છે સનમ

આ હથેળીના બ્લૅન્ક બૉર્ડ ઉપર
સ્પર્શની કી જ ક્યાં મળે છે સનમ

શી ખબર કઈ રીતે ડીકોડ કરું
સિલિકોન ચિપ કશું કહે છે સનમ

ક્યાં છે રોમાંચ તારા અક્ષરનો
ફક્ત ઈ-મેઈલ મોકલે છે સનમ

દિલની ધડકન છે સૉફ્ટવૅર હવે
એને ગ્રૅફિકમાં ચીતરે છે સનમ

લાગણી પ્રૉગ્રામ્ડ થઈ ગઈ છે
ઍન્ટર ઍક્ઝિટ ફક્ત કરે છે સનમ

Advertisements

5 Responses to “ઈન્ટરનેટ-સનમ”

 1. વિવેક Says:

  સરસ ગઝલ….

 2. Jugalkishor Says:

  સાત સાત સલામ તમારા સનમને ને તમને !

 3. પ્રતીક નાયક Says:

  શુ વાત છે…મારા બ્લોગ પર પણ આજ “કવિતા” છે…

 4. Mohammedali 'wafa' Says:

  સનમ

  પળેપળમાં જૂઓતો હવે બદલાય છે સનમ.
  છતાં પણ તે કયાં કદી સમજાય છે સનમ.

  વેબસાઈટ પર રંગ થઈ રેલાયછે સનમ
  મળો ભૉળા થઈને જો કદી સંતાયછે સનમ.

  બધા ડીજીટલ વાયદા બોદા જ નીકળ્યા
  એચટીએમએલ માં કયાં કોડાયછે સનમ.

  જાવા લિપી એમની રહી ગોપનીય હરદમ
  સર્ફમાંપણ કયાં ના કદી પકડાય છે સનમ .

  બ્લુ ચીપમાં તો’ વફા” મળતી હશે કદી
  વાયરસ માં જઈને એ સંતાય છે સનમ.

  ___’વફા’
  ((છંદ સમારકામ બાકીછે_વફા)

 5. Kartik Mistry Says:

  વાહ!

  સનમ હવે મળે છે ઇન્ટરનેટ પર,
  ને મિત્રો મળે છે ચેટ પર!
  બીજી તો શું વાત કરવી હવે,
  હવે તો ડેડી મળે છે ઓરકુટ પર!

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s


%d bloggers like this: