કોને ખબર ?

પાંદડું કેવી રીતે પીળું થયું કોને ખબર ?
એટલે કે ઝાડમાંથી શું ગયું કોને ખબર ?

શહેર પર ખાંગી થઈ વરસી પડી આખી વસંત,
એક જણ નખશીખ ઉજ્જડ રહી ગયું કોને ખબર ?

શાહીમાંથી આમ કાં ઢોળાય છે તારાં સ્મરણ ?
એને મારું એક મન ઓછું પડ્યું ? કોને ખબર ?

સ્વપ્નમાં વહેતી’તી નહેરો તારા ચહેરાની,
ને સવારે આંખમાંથી શું વહ્યું ? કોને ખબર ?

માછલીએ એકદા જળને પૂછ્યું કે તું કોણ છે ?
એનો ઉત્તર શોધવા જળ ક્યાં ગયું, કોને ખબર ?

મેં અરીસાને અમસ્તો ઉપલક જોયો, ‘રમેશ’,
કોણ એમાંથી મને જોતું રહ્યું, કોને ખબર ?

—રમેશ પારેખ 

Advertisements

3 Responses to “કોને ખબર ?”

 1. વિવેક Says:

  શાહીમાંથી આમ કાં ઢોળાય છે તારાં સ્મરણ ?
  એને મારું એક મન ઓછું પડ્યું ? કોને ખબર ?

  -સુંદર ગઝલ…

  નવા બ્લૉગ બદલ અભિનંદન… બંને બ્લૉગને એક જ સ્થળે એકત્રિત ન કરી શકાય? બ્લોગસ્પોટ પરથી આખા બ્લોગને (તમામ કોમેન્ટ્સ અને જૂની જ તારીખ મુજબ)વર્ડપ્રેસ પર લાવી શકાય એવી સુવિધા ઉપલબ્ધ છે.

 2. Mohammedali 'wafa' Says:

  This poem is repeatedly posted at many blog.During the life time of Ramesh Parekh I have satired it with atitlee “Pandu peeruN thayun to shuN tha you.
  It is very easy tomake search using google search machine to locate about the posting of any item,to avod humiliating repeat.
  Sorry for straight remark.no ill feeling.
  Wish you best.
  wafa

 3. ઊર્મિસાગર Says:

  Nice gazal…. it’s really ok if it is repeated. No one owns this great poems by our great poets but poets themselves… and there are many many poems gets repeated around many many blogs… it is impossible to read all the blogs anyway. Everyone just chooses few blogs to read regularly!

  Keep it up Rajiv!

  Congrats for making combining your both blogs here…!

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s


%d bloggers like this: