પ્રેમ એ ક્યો છંદ છે

chhand.jpg

આપણા બન્ને વચ્ચે આ કેવો સંબંધ છે
કે જે ફક્ત બે શબ્દ વચ્ચે અક્બંધ છે

માનવી પહોંચી જાય છે કોઇના દિલ સુધી
હ્રદયથી હ્રદય વચ્ચે એવો નાજુક બંધ છે

મારી જીંદગી તે બીજુ કઇ જ નથી પણ
તારા શ્વાસે મારા દિલ પર લખેલો નિબંધ છે

પ્રેમ કહે છે જેને, આ દુનિયાના લોકો
તે ખરેખર બે લાગણીઓનો સુસંબંધ છે

રાજીવ નથી જાણતો શબ્દોની માયાજાળને
તેથીજ નથી જાણતો, પ્રેમ એ ક્યો છંદ છે

(રચના તારીખઃ ૨ જી માર્ચ ૧૯૯૮)

– રાજીવ

Advertisements

4 Responses to “પ્રેમ એ ક્યો છંદ છે”

 1. હેમંત પુણેકર Says:

  આપણા બન્ને વચ્ચે આ કેવો સંબંધ છે
  કે જે ફક્ત બે શબ્દ વચ્ચે અક્બંધ છે

  એ બે શબ્દો ક્યા જરા અમને પણ જણાવજો. ક્યાંક બે અક્ષરો (એટલે કે “પ્રેમ”) વચ્ચે અકબંધ છે એમ કહેવાનો ભાવાર્થ હતો?

  લાગણીના સુસંબંધ વાળી વાત તમારા અનુભવમાંથી લખાઈ હશે. મોટેભાગે આપણે લાગણીના સુસંબંધને જ પ્રેમ માની લઈએ છીએ. અને પછી મોટો ગોટાળો સર્જાય છે. કારણ કે લાગણીઓ તો મનની પેદાશ છે. બહુ જ ચંચળ. આજે આમ તો કાલે તેમ. આજે સુસંબંધ છે એટલે પ્રેમ છે અને પછી કાલે જ્યારે બન્નેની લાગણીઓ વચ્ચેનો આ સુમેળ તુટે ત્યારે? તો પછી આ જ તર્કથી પ્રેમ જેવું કંઈ બચે નહીં. પ્રેમ જ્યાં સુધી મનના સ્તર પર રહેશે ત્યાં સુધી આ થવાનું જ.

  એક સ્તર ઉપર ઉઠવું પડે. બુદ્ધિ સુધી જવું પડે. બુદ્ધિનું કામ નિર્ણય લેવાનું છે. તો પ્રેમ એક નિર્ણય છે મારા માટે. જ્યારે લાગણીઓ દગો દેશે ત્યારે હું કહીશ કે ભલે લાગણીનો સુમેળ તુટી ગયો હોય તેમ છતાં આ વ્યક્તિને મેં પ્રેમ કર્યો છે અને એ મારો નિર્ણય છે નિશ્ચય છે. પ્રેમ-સંબંધ જ્યારે મુશ્કેલ સમય માંથી પસાર થાય ત્યારે આ નિશ્ચય જ સંબંધ ટકાવવાનું કારણ બની જાય છે.

 2. Neela Says:

  પ્રેમ કહે છે જેને, આ દુનિયાના લોકો
  તે ખરેખર બે લાગણીઓનો સુસંબંધ છે
  good

 3. Pratham Says:

  Prem e chhand chhe e to aaje j khabar padi…!

  Nice by the way…!

 4. RAVI Says:

  yes you are write i accept to your ancestor

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s


%d bloggers like this: