Archive for માર્ચ, 2007

પ્રેમ એ ક્યો છંદ છે

માર્ચ 31, 2007

chhand.jpg

આપણા બન્ને વચ્ચે આ કેવો સંબંધ છે
કે જે ફક્ત બે શબ્દ વચ્ચે અક્બંધ છે

માનવી પહોંચી જાય છે કોઇના દિલ સુધી
હ્રદયથી હ્રદય વચ્ચે એવો નાજુક બંધ છે

મારી જીંદગી તે બીજુ કઇ જ નથી પણ
તારા શ્વાસે મારા દિલ પર લખેલો નિબંધ છે

પ્રેમ કહે છે જેને, આ દુનિયાના લોકો
તે ખરેખર બે લાગણીઓનો સુસંબંધ છે

રાજીવ નથી જાણતો શબ્દોની માયાજાળને
તેથીજ નથી જાણતો, પ્રેમ એ ક્યો છંદ છે

(રચના તારીખઃ ૨ જી માર્ચ ૧૯૯૮)

– રાજીવ

Advertisements

આંસુની તાણ

માર્ચ 26, 2007

arkhee-tears.jpg

મારા દિલમાં શુ છે તેની જો કોઇને જાણ થાય
દુઃખ શુ હોય છે સાચુ, તેની બધાને ઓળખાણ થાય

એ બેવફા છે જાણું છું છતા ચાહું છું તેને હજી
મારી કલમથી તે બેવફાનાં આજે પણ વખાણ થાય

આ કેવુ કે આંખોના સાગર પણ સુકાઇ ગયા
નહતો જોવો આવો દિવસ જ્યારે આંસુની તાણ થાય

નહી વાંચી શકો તમે મારા જીવનની કહાની
એ પાના ફાડી નાખજો જ્યાથી શરુ મારુ લખાણ થાય

(રચના તારીખઃ ૧૮મી એપ્રિલ ૧૯૯૯)

– રાજીવ

મળે

માર્ચ 22, 2007

0192.jpg

જો તારી સાથે થોડી એકલતા મળે
તો મારા પ્રેમને ખરી સફળતા મળે

તે પત્રમાં મુકીને આપ્યા હતા જે
પ્રેમના તે પુષ્પો હમેશા મહેકતા મળે

તું નજીકથી નીકળી ગઇ હતી એકવાર
જીવનભર હ્રદયના તાર ઝણઝણતા મળે

તને ખોઇ બેઠો, હ્રદય પણ ગુમાવ્યુ અને
હવે હાલ છે કે શ્વાસો પણ લાપતા મળે

મારા પ્રેમમાં ક્યાંય જરાય ખોટ નથી
નિષ્ફળ આપણા પ્રેમમાં તારી ખતા મળે

તને યાદ કરુ ને આંખોમાં નુર આવે
“રાજીવ”ની આંખોના જામ છલકતા મળે

(રચના તારીખઃ ૧૨મી ઓક્ટોબર, ૧૯૯૮)

– રાજીવ

તું હોય

માર્ચ 16, 2007

0167.jpg

હ્રદયની ધરતી પર પ્રેમના પગરણ થયા હોય
મનમાં ઉંડે સુધી ફકત તારા સ્મરણ ગયા હોય
અને સાથે તું હોય

ઝાંકળથી ભીંજાયેલ સુંદર એવી પ્રભાત હોય
આકાશમાં ઉષાના ફેલાયેલા રંગો સાત હોય
અને સાથે તું હોય

સાંજનો ઢળતો સોનેરી સુરજ પિગળતો હોય
“રાજીવ” તે જોઇ તારા રુપમાં નીતરતો હોય
અને સાથે તું હોય

શાંત કોઇ દરિયા કિનારે માઝમ રાત હોય
મોજાઓની કિનારા સાથે મીઠી મુલાકાત હોય
અને સાથે તું હોય

મંજીલની તલાશમાં “રાજીવ” ભટકતો હોય
તને જોવા માટે દરેક ક્ષણે અટકતો હોય
અને સાથે તું હોય

જીવનમાં શું જોઇએ આનાથી વિશેષ ?
પ્રેમ સિવાય કશું નહી રહે શેષ….
જો મારી જીંદગીમાં તું હોય

(રચના તારીખઃ ૨૪ સપ્ટેમ્બર ૧૯૯૬)

– રાજીવ

તારા વિશે…

માર્ચ 11, 2007

b456.jpg

એક વાર તારા વિશે…
કાવ્ય લખવા વિચાર કર્યોને…
મારી કલ્પનાઓ અટવાઇ ગઇ

કાગળો વચ્ચે… વાદળો વચ્ચે…
મનમાં ઉગેલા… સવાલો વચ્ચે…
આંખોમા આવેલા… આંસુઓ વચ્ચે…

ધગધગતા આ… રણો વચ્ચે…
અંતર ભીંજવતા… સમંદરો વચ્ચે…
વસંત વચ્ચે… વર્ષા વચ્ચે…

ફુલો વચ્ચે… કંટક વચ્ચે…
પ્રભાત વચ્ચે… ઝાંકળ વચ્ચે…
મંદિર વચ્ચે… દેરીઓ વચ્ચે…

ગામ વચ્ચે… શેરીઓ વચ્ચે…
તારા અને મારા વચ્ચે…
મારા વિચારો હજીયે અટવાય છે…

અને હું વિચારુ છું…
કાવ્ય લખવા…
તારા વિશે…!!!

(રચના તારીખઃ ૧ જુન ૧૯૯૮)

– રાજીવ

કોણ કરે છે પ્રયાસ ?

માર્ચ 9, 2007

mainpic2.jpg

એક એક ધડકન પર
એક એક શ્વાસ પર
છવાઇ જવા કોણ કરે છે પ્રયાસ ?

એક એક ઝાડ પર
એક એક પાન પર
ફેલાઇ જવા કોણ કરે છે પ્રયાસ ?

એક એક કિનાર પર
એક એક ધાર પર
રેલાઇ જવા કોણ કરે છે પ્રયાસ ?

એક એક સુર પર
એક એક તાર પર
અટવાઇ જવા કોણ કરે છે પ્રયાસ ?

એક એક માર્ગ પર
એક એક મુકામ પર
અટકાઇ જવા કોણ કરે છે પ્રયાસ ?

એક એક રંગ પર
એક એક અંગ પર
ઘુંટાઇ જવા કોણ કરે છે પ્રયાસ ?

“રાજીવ”ના દિલ અને દિમાગ પર
“રાજીવ”ના અંતર અને પ્રાણ પર
સમાઇ જવા કોણ કરે છે પ્રયાસ ?

શું તે તુંજ છે ?

(રચના તારિખઃ ૨૪ સપ્ટેમ્બર ૧૯૯૮)

– રાજીવ

મિત્રતા

માર્ચ 8, 2007

friendship.jpg

આભાર તારો કે આવી સુંદર મિત્રતા આપી
અને આપણા સંબંધમાં કેવી સુંદરતા આપી

દુનિયામાં લોહીના સંબંધ પણ છળી જાય છે
અને મને દોસ્તીમાં પણ કેવી પવિત્રતા આપી

કોઇપણ વાત કહી શકીયે છીએ એક્મેકને
મિત્રના દુઃખો દુર કરવાની કેવી સત્તા આપી

નહિ છોડી શકીયે આ મિત્રતાને કોઇપણ કાળે
અમારા સંબંધમાં પ્રભુએ કેવી અખંડતા આપી

“રાજીવ” અપુર્ણ હતો તમારી મિત્રતા વગર
તમે બધાએ સાથે મળી કેવી પુર્ણતા આપી

(રચના તારીખઃ ૧૬મી ઓક્ટોમ્બર ૧૯૯૮)

– રાજીવ