ચાલ્યો છું

walk-in-the-wood.jpg

લીધા વિના કોઇનો પણ, આધાર ચાલ્યો છું
સતત, નિરંતર, એકલો, લગાતાર ચાલ્યો છું

ન થાકુ કદી અધવચ્ચે આ સંસાર-સફરમાં
ધીમી રાખી તેથી મારી રફતાર ચાલ્યો છું

ચાલતો રહ્યો, પામતો રહ્યો, ગુમાવતો રહ્યો
લાગણી અને સંબંધોની આરપાર ચાલ્યો છું

મારી શ્રધ્ધાજ છે દિવાદાંડી મારી નાવની
મારા પરજ રાખી બધો આધાર ચાલ્યો છું

સુર્ય ડુબી જાય છે રોજ સાંજે ક્ષિતિજ પર
એ ક્ષિતિજની પણ પેલે પાર ચાલ્યો છું

ચાલ્યા કરવુ એકલા સહેલુ નથી હોતુ છતાં
વણથોભ્યે “રાજીવ” સાંજને સવાર ચાલ્યો છું

બોજ હવે નથી ઉચકાતો ચાલતા ચાલતા
શ્વાસોનો હળવો કરવા એ ભાર ચાલ્યો છું

કહે છે સંસારમાં નથી ખરેખર સાર કોઇ
હૂં શોધવા સંસારનો તે સાર ચાલ્યો છું

બ્રહ્માંડના અણુ અણુ મહી છે વાસ જેનો
શોધવા એ નિરાકારનો આકાર ચાલ્યો છું

ચિતર્યા છે જેણે સુંદર ચિત્રો સંસારના
શોધવા એ ચિત્રોનો ચિત્રકાર ચાલ્યો છું

– રાજીવ

Advertisements

5 Responses to “ચાલ્યો છું”

 1. સુરેશ જાની Says:

  બહુ જ સરસ રચના અને બહુ જ ખુમારી વાળી રચના.
  ક્યાંક થોડો લય ભંગ થાય છે, તે થોડું મઠારશો તો ઓર નિખાર આવશે.
  તમારામાં અભિવ્યક્તિ અને શબ્દ લાલિત્ય ભારોભાર પડ્યા છે. બસ થોડું મઠારવાનું રાખો.

 2. Suresh Says:

  તમને માઠું લાગવાની આશંકા છતાં એક જ શેર મઠારું છું .

  સુર્ય ડુબી જાય છે રોજ સાંજે ક્ષિતિજ પર
  એ ક્ષિતિજની પણ પેલે પાર ચાલ્યો છું

  હવે વાંચો –
  સુર્ય ડુબી જાય છે હરરોજ સાંજે ક્ષિતિજ પર
  એ ક્ષિતિજને આંબીને હે દોસ્ત! હું ચાલ્યો જ છું.

 3. Neela Says:

  આપની રચના સુંદર છે સાથે સાથે સુરેશભાઈ દ્વાર મઠારાયેલી રચના પણ સુંદર છે.

 4. Neela Says:

  આપની રચના સુંદર છે સાથે સાથે સુરેશભાઈ દ્વાર મઠારાયેલી રચના પણ સુંદર છે.

 5. વિનય ખત્રી Says:

  આપની આ સુંદર સ્વરચિત રચના રવિ હિરાણીના બ્લોગ પર વાંચવા મળી!

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s


%d bloggers like this: