Archive for ફેબ્રુવારી, 2007

પરિચય

ફેબ્રુવારી 25, 2007

mahabharat_sml.jpg

પરિચય એટલોજ કે વાંસળીથી વિખુટો થયેલો સુર છું
છું સદાથી તારો પોતાનો અને આજે તારાથી દુર છું
*** *** *** *** *** *** *** *** ***

ફુલોનો પ્રાણ છું, ને કળીઓનો જીવ છું
પ્રેમ સાહિત્યમાં હું આદમ અને ઇવ છું

અધર્મનો નાશ કરવા આ કુરુક્ષેત્રમાં
શ્રી કૃષ્ણના વ્હાલા પાર્થનુ ગાંડિવ છું

શબ્દ ઘુંટુ, શબ્દ શ્વસુ, શબ્દમાં વહુ
હા,એજ શબ્દોના સથવારે “રાજીવ” છું

– રાજીવ

Advertisements

ચાલ્યો છું

ફેબ્રુવારી 24, 2007

walk-in-the-wood.jpg

લીધા વિના કોઇનો પણ, આધાર ચાલ્યો છું
સતત, નિરંતર, એકલો, લગાતાર ચાલ્યો છું

ન થાકુ કદી અધવચ્ચે આ સંસાર-સફરમાં
ધીમી રાખી તેથી મારી રફતાર ચાલ્યો છું

ચાલતો રહ્યો, પામતો રહ્યો, ગુમાવતો રહ્યો
લાગણી અને સંબંધોની આરપાર ચાલ્યો છું

મારી શ્રધ્ધાજ છે દિવાદાંડી મારી નાવની
મારા પરજ રાખી બધો આધાર ચાલ્યો છું

સુર્ય ડુબી જાય છે રોજ સાંજે ક્ષિતિજ પર
એ ક્ષિતિજની પણ પેલે પાર ચાલ્યો છું

ચાલ્યા કરવુ એકલા સહેલુ નથી હોતુ છતાં
વણથોભ્યે “રાજીવ” સાંજને સવાર ચાલ્યો છું

બોજ હવે નથી ઉચકાતો ચાલતા ચાલતા
શ્વાસોનો હળવો કરવા એ ભાર ચાલ્યો છું

કહે છે સંસારમાં નથી ખરેખર સાર કોઇ
હૂં શોધવા સંસારનો તે સાર ચાલ્યો છું

બ્રહ્માંડના અણુ અણુ મહી છે વાસ જેનો
શોધવા એ નિરાકારનો આકાર ચાલ્યો છું

ચિતર્યા છે જેણે સુંદર ચિત્રો સંસારના
શોધવા એ ચિત્રોનો ચિત્રકાર ચાલ્યો છું

– રાજીવ

શ્વાસની દરેક આશમાં

ફેબ્રુવારી 22, 2007

0256.jpg

આંખોમાં તારી યાદના દરિયા ઉભરાય છે
કિનારા તોડી એ બધા,
મઝધાર છોડી એ બધા,
પાંપણોની આ પાર પણ છલકાય છે

શ્વાસમાં તારા શબ્દોની આંધી ફેલાય છે
શ્વાસની દરેક આશમાં,
આશના વિશ્વાસમાં
જીવતરની પેલે પાર પણ અથડાય છે.

રુવે રુવે તારા સ્પર્શની વર્ષા થાય છે
હ્રદય મહે ઉછળી ઉછળી,
અંતર મધ્યે બળી બળી,
ફરીથી શાંત થઇ રુધિરમાં ઠલવાય છે

– રાજીવ

તારાથી વિખુટા થયા બાદ

ફેબ્રુવારી 17, 2007

taarathhi.jpg

તારી વેદનાને ઓછી કરવાને બહાને પણ
તારાથી વિખુટા થયા બાદ તને મળ્યો નથી

તારા આંસુઓ લુછવાના બહાને પણ
તારાથી વિખુટા થયા બાદ તને મળ્યો નથી

તુ રડી હશે ઘણુ, આપણે ના મળી શક્યા
છેલ્લી વખત વળગી એક્મેકને ના રડી શક્યા
આપણા સપનાઓ હકીકતના બની શક્યા
તને સાંત્વન આપવાના બહાને પણ
તારાથી વિખુટા થયા બાદ તને મળ્યો નથી

તારા હાથની મહેંદી હતી બીજાના નામની
તારા પાનેતર પર ભાત હતી બીજાના નામની
તારા લગ્નની કંકોત્રી હતી બીજાના નામની
આપણો એ પ્રેમ યાદ અપાવવાના બહાને પણ
તારાથી વિખુટા થયા બાદ તને મળ્યો નથી

હાથમાં હાથ લઇ આપણે જ્યાં જ્યાં ફર્યા હતા
સાથે રહેવાના કાયમ જે વાયદા કર્યા હતા
જે જગ્યાઓ પર નામ આપણા કોતર્યા હતા
તે બધુ ભુલી જવા સમજાવવાના બહાને પણ
તારાથી વિખુટા થયા બાદ તને મળ્યો નથી

તું નથી મળી છતા “રાજીવ” જીવી રહ્યો છે
તને આપેલુ છેલ્લુ વચન નિભાવી રહ્યો છે
ખરેખર તો તારા વિરહમાં ઝુરી રહ્યો છે
તને મૃત્યુ પહેલા એકવાર જોવાના બહાને પણ
તારાથી વિખુટા થયા બાદ તને મળ્યો નથી

– રાજીવ

સંત વેલેન્ટાઇનની કહાની…!

ફેબ્રુવારી 14, 2007

valentine.jpg

ચાલો મિત્રો આજના દિવસે હું તમને સંત વેલેન્ટાઇનની કહાની સંભળાવુ, કદાચ તમે જાણતા હશો અને કદાચ કઇ નવુ જાણવા પણ મળે…!

સંત વેલેન્ટાઇન ત્રિજી સદીમાં થઇ ગયા અને તેઓ રોમમાં રહેતા હતા. એ સમયે રોમ પર ક્લોડિયસ નામના રાજાનુ શાસન ચાલતુ હતું.સંત વેલેન્ટાઇનને તે રાજા પ્રત્યે ખાસ માન હતુ નહી અને રાજ્યના મોટા ભાગના લોકોનો પણ આજ મત હતો.

ક્લોડિયસ ખુબ મોટુ લશ્કર બનાવવા માંગતો હતો. તે ઇચ્છતો હતો કે લોકો સામે ચાલીને લશ્કરમાં જોડાય. મોટા ભાગના લોકો લડાઇ કરવા અને લશ્કરમાં જોડાવા ઇચ્છતા નહતા. તેઓ તેમના બાળકોને અને પત્નીને છોડવા માંગતા નહતા. અને તમે વિચારીજ શકો છો તેમ ખુબ ઓછા માણસો લશ્કરમાં પોતાની મરજીથી જોડાયા. આ હકીકતે ક્લોડિયસને ખુબ ગુસ્સે કર્યો. અને તે એક ગાંડા માણસ જેવો વિચાર લઇને આવ્યો. તેણે વિચાર્યુ કે જો પુરુષો પરણેલા નહી હોય તો તેઓને લશ્કરમાં જોડાવામાં કોઇ વાંધો નહી આવે. અને તેથી ક્લોડિયસે નક્કી કર્યુ કે હવે પછી તેના રાજ્યમાં કોઇને લગ્ન કરવા દેવામાં આવશે નહી. જુવાનીયાઓએ વિચાર્યુ કે આ તો એક ઘાતકી નિર્ણય કહેવાય. સંત વેલેન્ટાઇનને પણ ખુબ દુઃખ થયુ અને તેમણે નક્કી કર્યુ કે તેઓ આ હુકમની નાફરમાની કરશે.

સંત વેલેન્ટાઇન એક પાદરી હતા અને તેમને ગમતા કામમાં સૌથી મોખરે હતુ લોકોના લગ્ન કરાવવા. રાજા ક્લોડિયસના ફરમાન પછી પણ સંત વેલેન્ટાઇન લોકોના લગ્ન છુપાઇ છુપાઇને કરાવતા રહ્યા. તેમને તે રીતે લોકોના લગ્ન કરાવવામાં ખુબ આનંદ આવતો અને લોકો તેમને સાચા મનથી દુવા આપતા. તેઓ એક નાના રુમમાં વર અને વધુ સાથે એક નાની મિણબત્તીના અજવાળે, સૈનિકોના પરેડના અવાજ સાંભળતા સાંભળતા, ખુબ સાવચેતીથી, મંત્રોચ્ચાર કરી લોકોના લગન કરાવતા.

એક રાતની વાત છે, અમે કોઇના પગલાનો અવાજ સાંભળ્યો. તે ખુબ ભયાનક ક્ષણ હતી, લગ્ન કરવા આવેલા યુવક અને યુવતીને સંતે સાચવીને ત્યાંથી રવાના કરી દિધા પણ તેઓ પકડાઇ ગયા. તેમને જેલમા પુરવામાં આવ્યા અને રાજાએ તેમને મૃત્યુની સજા આપી.
સજા સાંભળ્યા પછી પણ સંત ખુબ આનંદમાંજ રહ્યા. તેમને જેલમાં મળવા માટે લોકોના ટોળા ઉમટતા રહ્યા. લોકો તેમના પર ફુલો અને પત્રોનો વરસાદ કરતા રહ્યા. તેમની જેલની બારી પર લોકો ફુલો અને કાગળ મુકી જતા હતા. તે બધા જાણે કે સંતને કહેતા હતા કે અમે પણ “પ્રેમ”માં માનીયે છિયે.
તે બધા જુવાનીયાઓમાં એક છોકરી હતી કે જેના પિતા સંત વેલેન્ટાઇનની જેલના ગાર્ડ હતા. ત છોકરી સંત વેલેન્ટાઇનને જેલની અંદર મળવા આવતી, તેઓ ઘણી વાતો કરતા અને તે છોકરી સંત વેલેન્ટાઇનને કહેતી કે તમે ખુબ સારુ કામ કર્યુ છે.

જે દિવસે સંત વેલેન્ટાઇનને મારી નાખવામાં આવ્યા તે દિવસે તેઓએ તેમની મિત્ર માટે એક કાગળ પર તેની પ્રામાણીકતા અને મિત્રતા માટે એક નોંઘ લખી હતી. તેમા લખ્યુ હતુ “Love from your Valentine.” સંત વેલેન્ટાઇનને આ રીતે પ્રથમ વાર પ્રેમ સંદેશો આપવાની શરુઆત કરી. તે સંદેશો તેમના મુત્યુના દિવસે લખાયો હતો તારીખ હતી ફેબ્રુઆરી ૧૪, ૨૬૮ એ.ડી.
અને આજે સદીઓ વિત્યા પછી પણ લોકો તેમને યાદ કરે છે. સંત વેલેન્ટાઇન માટે મહત્વની વાત એ છે કે લોકો પ્રેમ અને મિત્રતામાં વિશ્વાસ રાખે. અને તેઓ જ્યારે ક્લોડિયસનો વિચાર કરે ત્યારે તેઓ યાદ રાખે કઇ રીતે તેણે પ્રેમના રસ્તામા આવ્યો હતો અને તેઓ તેના પર હસે… કેમકે તે બધ સમજે છે કે પ્રેમને ક્યારેય હરાવી શકાય નહી…!

સંત વેલેન્ટાઇનને માટે નીચે આપેલી પંક્તિઓ લોકો ગાતા હતા…

Good morning to you, valentine;
Curl your locks as I do mine —
Two before and three behind.
Good morning to you, valentine.

– રાજીવ

પ્રેમ એટલે

ફેબ્રુવારી 12, 2007

prem-atle.jpg

આ રચનાની પ્રેરણા માટે ઉર્મિસાગર નિમિત છે…
તેમણે સહિયારા સર્જન મા મુકેલા પ્રશ્નનો જવાબ શોધવાનો પ્રયાસ… આભાર…

પ્રેમ સાગરને તરવામાં કાગળ ને કલમ બધા ટુંકા લાગે
પ્રેમ વિષે લખવા બેસુને મને આ શબ્દો બધા સુકા લાગે

આવી હાલત થઇ છે મારી છતા કઇ લખવાનો પ્રયત્ન કરુ છું

પ્રેમ એટલે આશ, પ્રેમ એટલે શ્વાસ…
પ્રેમ એટલે
આપણી વચ્ચેનો આ અતુટ વિશ્વાસ…

પ્રેમ એટલે
આપણા અલગ-અલગ સપનાઓને
એક તાંતણે બાંધવાનો પ્રયાસ…

પ્રેમ એટલે
એક મેકના મન તરફ, મન માટે
જીદંગીભરનો સુંદર પ્રવાસ…

પ્રેમ એટલે
આપણે બે હતા હવે એક થયા
જાણે આ ધરતી ને આકાશ…

પ્રેમ એટલે
તને ઓઢુ, તને પહેરુ, તને શ્વસુ
તુંજ રહે સદા મારી આસ-પાસ…

પ્રેમ એટલે
હજી નથી કરી શક્યો વ્યાખ્યા
“રાજીવ” પ્રેમમાં રહી ગઇ કચાશ…

– રાજીવ

પળ પળ

ફેબ્રુવારી 9, 2007

pal-pal.jpg

ઝરણુ વહેતુ જાય ખળ ખળ
જીવન વહેતુ જાય પળ પળ

સપનાની કરચો આ તિક્ષ્ણ
દિલ-દર્પણમાં થાય તડ તડ

રેતીના એ મહેલ તો જુઓ
એક ક્ષણમાં થાય જળ જળ

યાદ આવે દિલમાં જ્યારે
આંખો “રાજીવ” થાય રડ રડ

– રાજીવ