કઈ ખાસ નથી જાણતો…

kai-khas-nathi.jpg

મારા વિશે ખરેખર તો હું પણ કઇ ખાસ નથી જાણતો…
અને એટલે જ અહી, તમને કઇ ખાસ નથી જણાવતો…!

મિત્રો મળ્યા તા ઘણા, અને મિત્રતા પણ ઘણી ગાઢ હતી..
પણ આજે નથી કઇ કેમ, તે વિશે કઇ ખાસ નથી જાણતો…

ચાહયા હતા જેમને મે મારી જાત થી વધુ, તે બધા
આજેકોને ચાહી રહયા છે, તે વિશે કઇ ખાસ નથી જાણતો…

એટલે જ તો સંબંધોના રણમાં એકલો ભટકે છે “રાજીવ”
કારણ કે તે,સંબંધો નિભાવવા વિશે કઈ ખાસ નથી જાણતો…

– રાજીવ

Advertisements

5 Responses to “કઈ ખાસ નથી જાણતો…”

 1. ઊર્મિસાગર Says:

  Hello રાજીવ, ગુજરાતી બ્લોગ જગતમાં હાર્દિક સ્વાગત!

  તમારા શબ્દોની કાવ્યાત્મક અભિવ્યક્તિઓ ખુબ જ સુંદર છે! અભિનંદન!

  ‘સહિયારું સર્જન’ પર અપાતા અઠવાડિક વિષયો પર તમને પણ કંઇક લખવા માટે આમંત્રણ… જુઓ http://sarjansahiyaaru.wordpress.com/ આગળનાં વિષયો માટે જુઓ પાનું ‘જુની પોસ્ટ લિંકસ’

  ઊર્મિસાગર
  http://urmi.wordpress.com

 2. ...* Chetu *... Says:

  આપની વાત સાચી પણ છેલ્લી પંક્તિ બરોબર નથી ..જો આટલુ કોમળ હ્ર્દય હોય તો સંબંધો નિભાવવા મા પણ એટલી જ કોમળતા હોય ..પણ નસીબ ને કારણે આવુ બને કે મિત્રો સાથ છોડી જાય છે…!

 3. વિનય ખત્રી Says:

  આપની આ રચનાની ઓર્કૂટ પર બહુ નકલ થઈ છે. લોકોએ પોતાનું નામ મૂકીને આ રચના પોતાના પ્રોફાઈલ અથવા કોમ્યુનિટિમાં મૂકી છે. કેટલાકે વળી બ્લોગ પર પણ મૂકી છે! આ જુઓ!

 4. રાજીવ Says:

  પ્રિય વિનયભાઈ,

  મે પણ મારી આ રચના ને કેટલીય જ્ગ્યા એ અન્યના નામ સાથે જોઈ છે… પણ તમે તો જાણો છો કે આવુ રોકવુ કેટલુ અશક્ય છે… ખુબ જ જાણીતા બ્લોગરો પણ બીજાની રચના પોતાના નામે કોપી પેસ્ટ કરતા હોય છે ત્યારે સામાન્ય લોકો તો એવુ કરવાના જ ને…!

  આપની પાસે આનો કોઈ માર્ગ હોય તો જરુર જણાવજો…!

  રાજીવ

 5. હું જ મને કેમ સમજાતો નથી…? / Why I can't understand myself…? - વિચારોના વમળમાં… / Vortex of Thoughts… Says:

  […] મે મારા બ્લોગ પર મુકી હતી અને તે આપ અહી ક્લીક કરી જોઈ શકો […]

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s


%d bloggers like this: