Archive for જાન્યુઆરી, 2007

વાત વાત માં

જાન્યુઆરી 31, 2007

vat-vat-ma.jpg

વાત વાત માં કેટલીયે વાત થઇ ગઇ
એક નવા સંબંધની શરુઆત થઇ ગઇ

વરસો જુની તે સોગંદ આજે તુટી ગઇ
ફરી વાર પ્રેમની રજુઆત થઇ ગઇ

આંખોથી આંખો મળી ક્યારે ખ્યાલ નથી
પણ દિલ થી દિલ સુધીની રાહ થઇ ગઇ

અમે એકમેકમાં હજી ખુલાસો કર્યો નથી
અને શરુ ગામની પારકી પંચાત થઇ ગઇ

એ હતા ત્યાં સુધી જ રોશની રહી શકી
તેઓ ગયાને “રાજીવ”ની રાત થઇ ગઇ

– રાજીવ

Advertisements

જીવાય છે…

જાન્યુઆરી 31, 2007

jivaay-che.jpg

શ્વાસો આવે છે ને શ્વાસો જાય છે…
બસ આમજ રાજીવથી જીવાય છે…

યાદો આવે છે ને યાદો જાય છે…
બસ આમજ રાજીવથી જીવાય છે…

દુઃખો આવે છે ને દુઃખો જાય છે…
બસ આમજ રાજીવથી જીવાય છે…

આંસુઓ આવે છે ને આંસુઓ જાય છે…
બસ આમજ રાજીવથી જીવાય છે…

શબ્દો આવે છે ને શબ્દો જાય છે…
બસ આમજ રાજીવથી લખાય છે…

– રાજીવ

તુ નથી ક્યાંય પણ

જાન્યુઆરી 30, 2007

tu-nathi-kyay.jpg

તુ નથી ક્યાંય પણ, ને તું જ બધે વસે છે
અને તેથીજ આ જીવ તને પામવા તલસે છે

કહે છે બધા, તું છે નિરાકાર એકજ આ વિશ્વમાં
અને દરેક રુપમાં જગતના તું જ બધે શ્વસે છે

આવ તુ ફરી રાસ લીલા કરવા જમુના તટે
તને જોવા એ રુપમાં આ આંખો તરસે છે

આવ આ ધરતીને જરુર છે તારા સ્પર્શની
તારા વિના અહી બધે ફક્ત પાપ વરસે છે

– રાજીવ

મારા શહેરને

જાન્યુઆરી 29, 2007

mara-shaher-ne.jpg

કેવુ શહેર હતુ કશુ જાણતો નથી…
મારા શહેરને જ હું હવે જાણતો નથી…

વડોદરા કહે ઘણા, ને કે ઘણા બરોડા…
યાદો પર મારી પડતા રહે છે દરોડા..

એક વરસમાં શુ અમે થઇ ગયા પરાયા?
આવા સવાલોના જવાબ હું હવે જાણતો નથી

ફ્લીંડર સ્ટ્રીટ પર ફરી ફરીને, અને
ફેડરેશન સ્ક્વેર પર ભમી ભમીને…
અલ્કાપુરી, સુભાનપુરા, છાણી અને
ન્યાય મંદિર, માંડવીને હું હવે જાણતો નથી

હંગ્રી જેક નુ બર્ગર ને, મેલબોર્નના પીઝા..
સેફ્વે અને કોલ્સની જિવન જરુરિયાતની વસ્તુઓ..
મહાકાળીનુ સેવ ઉસળ, ગુપ્તાના સમોસા…
શ્રિજીના વડાપાંઉ ને હું હવે જાણતો નથી

સ્વીનબર્ન યુની અને તેની લાયબ્રેરી…
ઇ એન બિલ્ડંગ અને આઇ સી ટી ફેકલ્ટી…
એસ વી આઇ ટી ના જલ્સાને, એમ એસની મજા
સોનેરી ભુતકાળ વિશે “રાજીવ” હવે જાણતો નથી

– રાજીવ

તું મને મળતી નથી

જાન્યુઆરી 24, 2007

tu-malti-nathi.jpg

રોજ સાંજ ઢળે છે, પણ તારી યાદો ઢળતી નથી
હું શોધ્યા કરુ તને, પણ તું મને મળતી નથી

તારી સાથે વિતાવેલ ક્ષણો સળગાવી નાખી બધી
છતાં મારા હ્રુદય અંદરની તું પિગળતી નથી

ક્યારેક તારામાં શોધતો હતો મારી કવિતાઓ બધી
હવે મારી કવિતાઓમાં પણ તું મને મળતી નથી

કદાચ તું આવી જસે વ્હેલી પરોઢનું સ્વપ્ન બની
એજ આશમાં આંખો મારી હવે ઉઘડતી નથી

“રાજીવ” હવે આંખો મારી પથ્થર થઇ ગઇ છે
અને એટલેજ હવે આંખો મારી રડતી નથી

તારા પત્રોની સાથે સળગાવી મારી જાત પણ
છતાં આજે લાશ “રાજીવ”ની સળગતી નથી

– રાજીવ

મને સ્પર્શ…

જાન્યુઆરી 22, 2007

mane-sparsh.jpg

પાનખરનુ પાન સમજી મને સ્પર્શ…
અને કદાચ હું થોડુ વધારે શ્વસી શકુ

સુકાયેલી સરિતા સમજી મને સ્પર્શ…
અને કદાચ હું સાગરને મળી શકુ

આખરી મુલાકાત સમજી મને સ્પર્શ…
અને કદાચ હું મૃત્યુને છળી શકુ

રેતનો એક સાગર સમજી મને સ્પર્શ…
અને કદાચ હું મધદરીયે ઉછળી શકુ

તારો રેશમી પાલવ સમજી મને સ્પર્શ…
અને કદાચ હું તારા પર ઢળી શકુ

તારો ચહેરો, તારી યાદો, તારો સ્પર્શ…
“રાજીવ” આ બધા પર હું મરી શકુ

– રાજીવ

તાળુ મળશે…!

જાન્યુઆરી 21, 2007

taalu-male.jpg

ખબર નહતી મને, આભ પણ આટલુ કાળુ મળશે…!
મૃત્યુના દરવાજે પહોચીશુને ત્યાં પણ તાળુ મળશે…!

હ્રદય મારુ તો સર્જ્યુ પ્રભુ એ, સૌને ચાહવા માટે
ખબર નહતી મને, અંદરથી આટલુ ઠાલુ મળશે…!

દિલરુબા નથી હોતી દુર દિલદારના હ્રદય થી કદી…!
ઢંઢોળજો હ્રદયને “રાજીવ”, એમનુ સરનામુ મળશે…!

– રાજીવ