વીજળી ઝબુકે ને ઘનનાદ ગાજે, ઉભા છે નંદના કિશોર
વાગે છે વાંસળીને વાગે છે મોરલી, મધુવન ગહેકે છે મોર
ઝરમર ઝરમર મેહુલો વરસે, ભીંજે છે રાધાના ચીર
ભરપુર યમુનાજી હલકે ને છલકે લોઢણીયે લહેરાતા નીર
વીજળી ઝબુકે ને ઘનનાદ ગાજે, ઉભા છે નંદના કિશોર…
જમુનાજી ઘાટે પનઘટ ગાજે, કાન્હાને નીરખે નૈન
મંદ મંદ હસીને ગોપીઓ ખેલે, મીઠલડાં લાગે છે વેણ
વીજળી ઝબુકે ને ઘનનાદ ગાજે, ઉભા છે નંદના કિશોર…
વાગે છે વાંસળીને વાગે છે મોરલી, મધુવન ગહેકે છે મોર…
- ગીતઃ અજ્ઞાત,
ગાયકઃ અચલ મેહતા, રીષભ ગરબા વૃંદ


ચિત્રમાં બતાવ્યા પ્રમાણે "પ્લે" બટન પર ક્લીક કરો, ગીત થોડી ક્ષણોમાં વાગશે.