આપ સૌને જણાવતા ઘણો જ આનંદ થાય છે કે મારા ત્રણ બ્લોગને સાંકળતી આ મારી પોતાની વેબસાઈટ ચાલુ કરી છે…! છેલ્લા થોડા દિવસથી વેબસાઈટને ઉભી કરવામાં અને વાચક મિત્રોને બધી સગવડતા મળી રહે તે માટે મથામણ કરતો હતો…! સૌથી મોટી તકલીફ પડી ત્યારે કે જ્યારે બધી પોસ્ટને ઇમ્પોર્ટ કરી અને મારી વેબસાઈટ પર ગુજરાતીને જગ્યાએ ??? પ્રશ્નાર્થ ચિન્હો દેખાવા લાગ્યા…!
પછી થઈ ખરી શરુઆત… બહુ મથામણ કરી… આમ તો કોમ્પ્યુટર ઈન્જીનીયર હોવાથી મને બહું તકલીફ પડતી નથી મારા બ્લોગ સંબંધી કોઈ પણ મુસ્કેલીઓ માટે… પણ આ વખતે હું જાણે ફસાઈ ગયો હતો… અને ત્રણ દિવસના અથાગ પ્રયત્ન પછી વર્ડપ્રેસનુ વર્ઝન ડાઉનગ્રેડ કર્યુ અને ચમત્કાર થયો અને બધુ બરાબર ચાલવા લાગ્યું…!
હવે વાત… થોડા પરિવર્તનોની… ત્રણ બ્લોગ એકજ જગ્યાએ… અવાજ અને દૃશ્યની સગવડતા અને અન્ય ઘણી સગવડતાઓ સાથે આપ નીચે જણાવેલી વસ્તુઓ અપેક્ષી શકો છો…
બ્લોગ ૧ – શબ્દ સાગરના કિનારે – (http://vortexofwords.com/shabd/) – મારી લખેલી તથા મને ગમતી રચનાઓ… શક્ય હોય ત્યાં અવાજ અને દૃશ્ય સાથે… ઉપરાંત, હાસ્ય જગત વિભાગમાં ગુજરાતી હાસ્ય જગતનો સૌથી મોટો ખજાનો… મિર્ઝા ગાલિબ વિભાગમાં જનાબ મિર્ઝા ગાલિબની રચનાઓનુ સૌથી મોટા પાયે ગુજરાતીમાં અનુવાદનો સ્વ-રચિત સંગ્રહ…
બ્લોગ ૨ – વિચારોના વમળમાં – (http://www.vortexofwords.com/thoughts/) – મારો તાજેતરમાં ચાલુ થયેલો બ્લોગ કે જે સળાગતા સવાલોને વિચારોના વમળમાં મુકીને તેનુ મનોમંથન કરે છે…
બ્લોગ ૩ – ભકિતરસ - (http://www.vortexofwords.com/god/) – પ્રભુભકિતની વાતો… ભજન… આરતી… પ્રભાતિયા… આધ્યાત્મની વાતો… સ્વર સહિતની રચનાઓ… અને અન્ય પ્રભુમય ગમતીલી વાતો…
આપ સૌને ભાવભીનુ આમંત્રણ છે મારી નવી વેબસાઈટની મુલાકાત લેવા માટૅ…! મિત્રો કે જેઓ પોતાના બ્લોગ પર ગુજરાતી બ્લોગ જગતની સુચી ધરાવે છે તે બધાને મારા બ્લોગની લીંક અપડેટ કરવાની નમ્ર નિવેદન…
આપનો મિત્ર
રાજીવ

મે 4, 2010 at 9:46 PM
આપ પણ મારી વેબસાઈટ http://www.vicharo.comની મુલાકાત લેશો. પ્રતિભાવ જણાવશો. આપને સુંદર વેબસાઈટ શરુ કરવા બદલ અભિનંદન. સમય લઈને વિગતે ત્રણેય બ્લોગ જોઈશ. આભાર.
મે 4, 2010 at 10:05 PM
આપ પણ મારી વેબસાઈટ http://www.hostsewa.com ની મુલાકાત લેશો.
ગુજરાતી બંધુઓને ને પોતાની વેબ સાઇટ બનાવવા માટે અમારા દરેક પ્લાનમાં 50%
ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે.
July 8, 2010 at 8:42 AM
saheb,
have amari site in mulakat lo – http://www.madhav.in
you will like it
awaiting your commments and suggestions…
and btw – your site’s cool.