હમણાં થોડા સમયથી સમય મળતો નથી… પોતાના માટૅ… કંઈ નવુ વિચારવા માટૅ… કઈ નવું લખવા માટૅ… અને ખબર નહી કેમ પણ જીવનમાં કંઈ ખુટ્તુ હોય તેવુ લાગ્યા કરે છે… ખાસા ત્રણ વરસ સુધી બ્લોગજગતમાં સક્રીય રહ્યા બાદ અચાનક જાણે ઊર્મિઓની ખોટ સાલવા લાગી અને શબ્દોના અભાવે અંતરના આવેગોને ઓસરાવી દીધા… શબ્દ-સાગરના કિનારે, કે જ્યાં લાગણીની ભરતી આવતી હતી ત્યાં હવે ઓટ વરતાવા લાગી…!
થોડા સમય સુધી અંદરના અને અંતરના આવેગોને વિસારી દિધા બાદ આજે ફરીથી કઈ નવા સ્વરુપે આરંભ કરવાનુ મન થઈ રહ્યું છે… પણ હવે પદ્યને બદલે ગદ્યનો આસરો લેવાનો વિચાર છે…
મારા નવા બ્લોગનુ નામ છે “વિચારોના વમળમાં…”
અહી આ નવા બ્લોગમાં હું આપ સૌનો પહેલા જેવોજ મીઠો સહકાર અને સાથ ઝંખીશ અને મને વિશ્વાસ છે કે આપ સૌ ગુજરાતી સાહિત્ય રસિક મને સહકાર આપશો જ…!
મારા બ્લોગ વિશે વધુ જાણવા નીચેની લીંક પર ક્લીક કરો…!
About Blog / આ બ્લોગ વિશે…!
મારા બ્લોગ પરની પ્રથમ પોસ્ટ વાંચવા માટે નીચેની લીંક પર ક્લીક કરો…!
Why sometimes I got tears in my eyes? / મારી આંખો કેમ ભરાઈ આવે છે?
આપના પ્રતિભાવોની અપેક્ષા સહ…
આપનો મિત્ર
રાજીવ

April 19, 2010 at 6:09 AM
શ્રી રાજીવભાઈ
આપે ગઝલ અને સુંદર વિચારોથી સરસ સેતુ બાંધ્યો છે.
આ વિચાર થાળની પ્રસાદી પણ પુષ્પોની જેમ મહેંકશે જ.
અંતરની શુભેચ્છા
રમેશ પટેલ(આકાશદીપ)
June 16, 2011 at 9:55 PM
great thinking