
સ્નેહ સંદેશ દિવાળી પર્વે ઝીલું
ઊજાશ આંગણીએ પાથરી હર્ષ વેરું
આંખોમાં આંજી અમી દિવાળી ઊજાળું
હૃદયમાં ભરી ઉષ્મા જ્યોતિ પ્રગટાવું
ગોખલે ગોખલે પ્રગટાવું દીવા માયાળું
આચાર વિચાર શુધ્ધિથી ઘર શણગારું
ત્યાગી વેરઝેર શુભ સંકલ્પે વિચારું
ભૂલી અહંકાર સર્વને સ્નેહથી આવકારું
જ્યોતથીજ જગ વિસ્તર્યું ખીલ્યું સત્ત્વે
નિર્ગુણ શોભ્યું સગુણે છાયી વિશ્વે
દિપમાલાથી જેવા શોભે ઝરુખા પ્રકાશે
વિધ્યા ઉપાસનાથી સંસાર ખીલશે ઊજાશે
વદે બુધ્ધ આત્માના અજવાળે વિહરજો
ગ્યાન અજવાળે ચીંતવી આયખું ઊજાળજો
- રમેશ પટેલ ‘આકાશદીપ’
October 14, 2009 at 2:27 PM
જ્યોતથીજ જગ વિસ્તર્યું ખીલ્યું સત્ત્વે
નિર્ગુણ શોભ્યું સગુણે છાયી વિશ્વે
Excellent ,something above than routine and nicely supported by
unique picture of shri Rajivbhai.
congratulation to Aakashdeep with Happy Divali
Thanks for sharing.
Vital Patel
October 15, 2009 at 1:00 AM
Happy Diwali to you all! Bina
October 15, 2009 at 5:10 AM
ગોખલે ગોખલે પ્રગટાવું દીવા માયાળું
આચાર વિચાર શુધ્ધિથી ઘર શણગારું
ત્યાગી વેરઝેર શુભ સંકલ્પે વિચારું
ભૂલી અહંકાર સર્વને સ્નેહથી આવકારું
શુભ વિચારો અને આચારો જ દિવાળીને ઉમંગી બનાવે છે.
એક એક પંક્તિ પ્રભુના અન્નકૂટ જેટલી સાહિત્યિક વાનગી જેવી મધુર લાગી.
આ કવિતા ગૌરવવંતી લાગી અને ફોટો પણ કમાલનો પ્રકાશ પર્વ ઉજવતો લાગ્યો.
સૌને દિવાળી મુબારક,ઑસ્ટ્રેલીઆ ,અમેરીકા .ડાકોર્ થી લંડન અને સકળ ભારતીયોને.
બોલો શ્રી રણછોડરાયની જય.
ચીરાગ પટેલ
October 15, 2009 at 7:24 AM
વદે બુધ્ધ આત્માના અજવાળે વિહરજો
ગ્યાન અજવાળે ચીંતવી આયખું ઊજાળજો
Enjoyed.
Happy Divali
Paresh Patel