Archive for July, 2009
ક્યુંકી સાંસ ભી કભી બહુ થી – ભાગ ૧
July 31, 2009પરાકાષ્ઠા (મહોબ્બતની) – ફક્ત તરુણ
July 29, 2009


અંદર તો એવુ અજવાળુ અજવાળુ
July 27, 2009અંદર તો એવુ અજવાળુ અજવાળુ,
અંદર તો એવુ અજવાળુ અજવાળુ.
ટળવળતી હોય આંખ જેને જોવાને,
એ મીંચેલી આંખે ભાળુ.
અંદર તો એવુ અજવાળુ અજવાળુ,
અંદર તો એવુ અજવાળુ અજવાળુ.
ઉંડે રે ઉંડે ઉતરતા જઈએ ને તોયે,
લાગે કે સાવ અમે તરીયે.
મરજીવા મોતીની મુઠ્ઠી ભરે ને એમ,
ઝળહળતા શ્વાસ અમે ભરીયે.
પછી આરપાર ઉઘડતા જાય બધા દ્વાર,
નહી સાંકળ કે ક્યાંય નહી તાળુ.
અંદર તો એવુ અજવાળુ અજવાળુ,
અંદર તો એવુ અજવાળુ અજવાળુ.
સુરજ કે છીપમાં કે આપણાંમાં આપણે જ
ઓતપ્રોત એવા તો લાગીયે,
ફુલની સુવાસ સહેજ વાગતી હશે ને એમ
આપણને આપણે જ વાગીયે.
આવુ જીવવાની એકાદ પળ જો મળે,
તેને જીવનભર પાછી ના વાળુ.
અંદર તો એવુ અજવાળુ અજવાળુ,
અંદર તો એવુ અજવાળુ અજવાળુ.
ટળવળતી હોય આંખ જેને જોવાને,
એ મીંચેલી આંખે ભાળુ.
અંદર તો એવુ અજવાળુ અજવાળુ,
અંદર તો એવુ અજવાળુ અજવાળુ.
સ્વરઃ ???
રચનાઃ ???
લગનના લાડવા – ભાગ ૨
July 24, 2009
ઓ માઝમ રાતની તારલી
July 20, 2009ઓ માઝમ રાતની તારલી, જરી સાંભળ મારી વાત
સ્વરઃ ગીતા દત્ત
લગનના લાડવા – ભાગ ૧
July 17, 2009
વ્યવહાર છે – રમેશ પટેલ
July 15, 2009
લીંલુડી ઘરતી...!
રમાડો જો તલવાર તો સદા ઘાવ છે
તણખતા વેરઝેરના એ વ્યવહાર છે
શાખાએ જો ખીલે પુષ્પ તો મહા પ્યાર છે
મહેંકતી મધુરપના એ વ્યવહાર છે
ચાંદ છે તો ચાંદનીના સરપાવ છે
કેવા શીતળ પ્રકૃતિના આ વ્યવહાર છે
મેઘ છે તો સદા ભીંના ઉપહાર છે
મા ધરતીના કેવા લીલુડા વ્યવહાર છે
છે અષાઢી પૂનમ ને પુનિત ગુરુ ચરણ
પરખ પ્રભુની એ આતમનો વ્યવહાર છે
કરુણા ભર્યા જો ભાવ માનવ ઉર છે
‘આકાશદીપ’ એજ તીર્થંકરના વ્યવહાર છે
રમેશ પટેલ(આકાશદીપ)

ચિત્રમાં બતાવ્યા પ્રમાણે "પ્લે" બટન પર ક્લીક કરો, ગીત થોડી ક્ષણોમાં વાગશે.