Archive for May, 2009

ભીખુદાન ગઢવી- લાઈવ – ભાગ ૨

May 29, 2009

कब वह सुनता है कहानी मेरी

May 27, 2009

paul_villinski_ardor_1100_86

कब वह सुनता है कहानी मेरी
और फिर वह भी ज़बानी मेरी

ક્યારે એ સાંભળે છે કહાની મારી
અને એ પણ પછી હો જબાની મારી

कया बयां कर के मिरा रोएंगे यार
मगर आशुफ़तह-बयानी मेरी

શું કરી યાદ રડશે મિત્રો મારા
ફક્ત છે સૌથી અલગ અંદાઝે બયાની મારી

हूं ज़ ख़वुद-रफ़तह-ए बैदा-ए ख़याल
भूल जाना है निशानी मेरी

મિત્રોની યાદોમાં તો હું હતો જ નહી ક્યારેય
ભુલે જો મને તો તે હશે નિશાની મારી

मुतक़ाबिल है मुक़ाबिल मेरा
रुक गया देख रवानी मेरी

મારા હરીફ નકરી શક્યા બરાબરી મારી
થંભી ગયા જોઈ કલમની રવાની (ચાલ) મારી

क़दर-ए सनग-ए सर-ए रह रखता हूं
सख़त अरज़ां है गिरानी मेरी

મારી મિલ્કતમાં નથી એક પથ્થર પણ,
મારુ વજન પણ છે જાણે ગીરાની (ગરીબાઈ) મારી

गिरद-बाद-ए रह-ए बेताबी हूं
सरसर-ए शौक़ है बानी मेरी

હું ચક્રવાત છુ જાણે કે બેતાબીનુ
લાગણીઓનો પવન છે બાની (અવાજ) મારી

दहन उस का जो न म`लूम हुआ
खुल गई हेच-मदानी मेरी

હું તેના ચહેરાને ન ઓળખી શક્યો,
જાહેર થઈ ગઈ આ (હેચ-મદાની)અજ્ઞાનતા મારી

कर दिया ज़ु`फ़ ने `आजिज़ ग़ालिब
ननग-ए पीरी है जवानी मेरी

નબળાઈઓએ મને બનાવ્યો પાંગળો ગાલિબ,
બુઢાપાનુ અપમાન છે જવાની મારી

ગુજરાતી અનુવાદ રાજીવ ગોહેલ દ્વારા

- ग़ालिब

અમારા બધા સુખ તમોને મુબારક…

May 25, 2009

સંધ્યાના નભમાં છે લાલી શરાબી…
પણ ઈશ્ક છે ફરેબી ને આલમ ખરાબી…!

અમારા બધા સુખ તમોને મુબારક,
મહેલોની મહેફીલ તમોને મુબારક
તન્હાઈઓમાં યાદી તમારી
અમારા બધા સુખ તમોને મુબારક…

પ્રેમ તણી કશ્તીને દિલમાં હિલોળી,
મૌનનાં ખડક થઈ તમે રે ડુબાળી.
સાગરના મોતી, તમોને મુબારક
તન્હાઈઓમાં યાદી તમારી
અમારા બધા સુખ તમોને મુબારક…

કરુ હાથ ઉંચા, ન બંદગી સમજશો,
બતાવી રહ્યો ત્યાં વફાની તબાહી.
ખુદાની ખુદાઈ તમોને મુબારક,
તન્હાઈઓમાં યાદી તમારી
અમારા બધા સુખ તમોને મુબારક…

કમલ તણી યાદોના ભ્રમર કદી બનશો,
પંકમાં ખીલ્યા’તા ને પંકમાં બીડાયા
બહારોની બરકત તમોને મુબારક
તન્હાઈઓમાં યાદી તમારી
અમારા બધા સુખ તમોને મુબારક…

રચનાઃ અજ્ઞાત
સ્વરઃ ભુપિન્દર
આલ્બમઃ સંમોહન

ભીખુદાન ગઢવી- લાઈવ – ભાગ ૧

May 22, 2009

કે હું ગુજરી ગયો

May 20, 2009
19DeadTree001

પાંદડા ખર્યા અને મરી ગયો છું હું.... સરવર કાંઠે એક મૃત વૃક્ષ બની ગયો છું હું...

મને કરજો યાદ કે હું ગુજરી ગયો છું,
ને વ્હેંચજો પ્રસાદ કે હું ગુજરી ગયો છું.

ગુરૂ, ભગત, મહંત સઘળાં ગયા જ ને,
શા કામનો વિષાદ કે હું ગુજરી ગયો છું.

કોની આંખમાં, કોની નજરમાં, કોના દિલમાં હતો,
મુકી જ દો વિવાદ કે હું ગુજરી ગયો છું.

પૃથ્વી પરનો થોડો બોજ ઓછો થયો દોસ્ત,
સરવાળે થયો બાદ કે હું ગુજરી ગયો છું.

સ્તબ્ધ મહેફીલ તખલીય તખલીયા મૌન,
કોણ આપશે દાદ કે હું ગુજરી ગયો છું.

શરીસની જાળમાં ફસાયો હતો આત્મા,
થઈ ગયો આઝાદ કે હું ગુજરી ગયો છું.

“ફકત” ચાલો ઉઠાવો જનાજો, આપો કાંધ,
ઇરસાદ ઇરસાદ કે હું ગુજરી ગયો છું.

કવિઃ તરુણ ઢોલીયા (ફકત તરુણ)
કાવ્ય સંગ્રહઃ એક હતો હું (ફકત તરુણ)

આજ રીસાઈ અકારણ રાધા

May 18, 2009

આજ રીસાઈ અકારણ રાધા, આજ રીસાઈ અકારણ
આજ રીસાઈ અકારણ રાધા, આજ રીસાઈ અકારણ
બોલકણી એ મુંગી થઈ તોય, મુંગુ એનુ મારણ
આજ રીસાઈ અકારણ રાધા, આજ રીસાઈ અકારણ

મુરલિના સુર છેડે માધવ, વિધ વિધ રીતે મનાવે,
નીલભુરા નીજ મોરપીચ્છને, ગોરા ગાલ લગાવે.
આજ નજાણે કોઈ બહાને નેણથી નીતરે શ્રાવણ,
આજ રીસાઈ અકારણ રાધા, આજ રીસાઈ અકારણ.

છાની છેડ કરે છોગાળો, જાય વળી સંતાઈ,
તોય ન રીજે રાધા કાનનુ કાળજુ જાય કંતાઈ
થાય રે આજે શામળીયાને અંતરમાં અકળામણ
આજ રીસાઈ અકારણ રાધા, આજ રીસાઈ અકારણ.

આજ રિસાઈ અકારણ રાધા, આજ રિસાઈ અકારણ
આજ રિસાઈ અકારણ રાધા, આજ રિસાઈ અકારણ
બોલકણી એ મુંગી થઈ તોય, મુંગુ એનુ મારણ
આજ રીસાઈ અકારણ રાધા, આજ રીસાઈ અકારણ.

રચનાઃ અજ્ઞાત
સ્વરઃ સરોજ ગુંદાણી
આલ્બમઃ અંતરયામી

રંગીલો ડાયરો – ભાગ ૨

May 15, 2009