ભાગ ૪
ભાગ ૫
ભાગ ૬
ભાગ ૪
ભાગ ૫
ભાગ ૬
પ્રિય મિત્રો,
આજે નાતાલના શુભ પ્રસંગે આપ સૌને અને આપના પરિવારના દરેક સભ્યને “શબ્દ સાગરના કિનારે…” (રાજીવ) તરફ્થી ખુબ ખુબ શુભકામનાઓ…!
આવનાર વર્ષ આપ સૌ માટૅ સુખદ અને લાભદાયક નિવડે તેવી અભ્યર્થના સાથે…!
Happy Christmas
આપનો મિત્ર
રાજીવ
***********************************************************
बहुत सही ग़म-ए गेती शराब कम क्या है
ग़ुलाम-ए साक़ी-ए कौसर हूं मुझ को ग़म क्या है
तुम्हारी तर्ज़-ओ-रविश जान्ते हैं हम क्या है
रक़ीब पर है अगर लुत्फ़ तो सितम क्या है
सुख़न में ख़ामह-ए ग़ालिब की आतिश-अफ़्शानी
यक़ीं है हम को भी लेकिन अब उस में दम क्या है
ગાલિબની શાયરીઓમાથી તો આગ દહેકતી રહે છે, વિશ્વાસ તો અમને પણ છે પણ હવે એ વાતમાં પણ દમ ક્યા છે?
ગુજરાતી અનુવાદ રાજીવ ગોહેલ દ્વારા
- ग़ालिब
કેટલા હસમુખ હતા ને કેવા દીવાના હતા,
આપણે જ્યારે જીવન માં એકબીજાના હતા
મંદીરો ને મસ્જીદો મા જીવ ક્યાંથી લાગશે,
રસ્તે રસ્તે જ્યા સફર માં એના મયખાના હતા
આપને એ યાદ આવે તો મને યાદ આપજો,
મારે શું કેહવુ હતુ, શું આપ કેહવાના હતા
કેટલુ સમજાવશે એ લોકને તું પણ “આદિલ”
તારા પોતાના તને ક્યાથી સમજવાના હતા
- આદિલ મન્સુરી
સ્વરઃ મનહર ઉધાસ
આલ્બમઃ આવાઝ
શબ્દો આભારસહ ગુજરાતી ગઝલ પરથી લેવામાં આવ્યા છે…!
ચાલતો રેજે… હો હો… ચાલતો રેજે…
જીવનની વાટે, મંઝિલની માટે
વિસામો ના લેજે… વિસામો ના લેજે
ચાલતો રેજે… હો હો… ચાલતો રેજે…
કોઈને મળ્યો છે સીધો રસ્તો, કોઈને આડો અવળો
કોઈનો મારગ ફુલોનો, કોઈનો છે કાંટાળો
ફુલ મળે તો સૌને દેજે, કાંટા તુ પોતે સહેજે
ચાલતો રેજે… હો હો… ચાલતો રેજે…
- ફિલ્મઃ કુલવધુ, ગાયકઃ કિશોર કુમાર