मुझे इब्‌राम बहुत है

By રાજીવ ગોહેલ

ग़म खाने में बोदा दिल-ए ना-काम बहुत है
यह रन्‌ज कि कम है मै-ए गुल्‌फ़ाम बहुत है

દુઃખને સહન કરવામાં મારુ દિલ નબળુ બહુ છે, એ વાતનુ દુઃખ છે કે લાલ રંગનો શરાબ પણ ઓછો છે – બહુ છે.

कह्‌ते हुए साक़ी से हया आती है वर्‌नह
है यूं कि मुझे दुर्‌द-ए तह-ए जाम बहुत है

કહેવામાં શરાબ પીવડાવનારને મને શરમ આવે છે બહુ નહી તો, મારા જામમાં સાકીએ આપી શરાબ બહુ ઓછી છે.

ने तीर कमां में है न सैयाद कमीं में
गोशे में क़फ़स के मुझे आराम बहुत है

ન તો તીર કમાન પર છે કે ન શિકારી છે, આ પિંજરાના ખુણામાં મને આરામ બહુ છે.

ज़म्‌ज़म ही पह छोड़ो मुझे क्‌या तौफ़-ए हरम से
आलूदह ब मै जामह-ए अह्‌राम बहुत है

મને ઝમઝમની વાવ (કુવા) પાસે છોડી મુકો કે હું મારા પહેરણ પરથી શરાબના ડાઘા ઘોઈ શકુ, શરાબના ડાઘા વાળા પહેરણ સાથે હું કાબામાં કઈ રીતે જઈશ?

है क़ह्‌र गर अब भी न बने बात कि उन को
इन्‌कार नहीं और मुझे इब्‌राम बहुत है

છે હજી ખુબ જ મુશ્કેલ કે વાત કદાચ આગળ ના વધે કે એમની, ના નથી અને છતાં મને અજંપો બહુ જ છે

ख़ूं हो के जिगर आंख से टप्‌का नहीं अय मर्‌ग
रह्‌ने दे मुझे यां कि अभी काम बहुत है

હૃદય હજી લોહી બની આંખથી ટપક્યુ નથી પણ, રહેવા દે મને અહી કે મારે કામ (અરમાન/ઈચ્છા) બહુ જ છે

होगा कोई ऐसा भी कि ग़ालिब को न जाने
शा`इर तो वह अच्‌छा है पह बद्‌नाम बहुत है

હશે એવુ પણ કોઈ કે જે ગાલિબને ન જાણે, શાયર તો તે બહુ સારો છે પણ તે બદનામ પણ બહુ છે.

ગુજરાતી અનુવાદ રાજીવ ગોહેલ દ્વારા

– ग़ालिब

5 Responses to “मुझे इब्‌राम बहुत है”

  1. Rajiv Says:

    વહાલા મિત્રો,

    ગાલિબ સાહેબની આ ગઝલ ગુજરાતી અનુવાદ સાથે મુકી રહ્યો છુ… અનુવાદ કરતા વખતે હું અન્યાય કરતો હોવ એવો અનુભવ તો જરુર થાય છે… ગાલિબ સાહેબના દરેક શેરમાં એટલુ તો ઉંડાણ હોય છે કે ન પુછો વાત… દરેક શાયર ગાલિબને પોતાની રીતે સમજાવવાનો પ્રયાસ કરે છે… અને હુ પણ મારા અનુભવની હદમાં રહી તેનો અનુવાદ કરવાનો પ્રયાસ કરુ છું… હું સીધો અનુવાદ અને સીધો મતલબ મુકવાનો પ્રયાસ કરુ છું… અને ઘણી વખત તે એટલો પ્રભાવી નથી હોતો… પણ જો શેરના ઉંડાણમાં જઈ મતલબ કરુ તો કદાચ આ જીવન ઓછૂં પડે…

    ગાલિબ સાહેબે જ કહ્યુ છે ને કે…

    ब क़द्‌र-ए शौक़ नहीं ज़र्‌फ़-ए तन्‌ग्‌ना-ए ग़ज़ल
    कुछ और चाहिये वुस`अत मिरे बयां के लिये

    (આ ગઝલની ક્ષમતા નથી કે સમાવી શકે મારા બધા ભાવને, થોડો વધારે ભાવ સમાવવાની ક્ષમતા જોઈએ મારા ભાવને સમાવા માટે.)

    એ રીતે જ મારી ક્ષમતા નથી કે હું ગાલિબ સાહેબને સમજી કે સમજાવી શકુ… પણ ક્ષમતા મુજબના પ્રયાસ કર્યા કરુ છું…!

    આ ગઝલમાં મને ગમતા શેર…

    ने तीर कमां में है न सैयाद कमीं में
    गोशे में क़फ़स के मुझे आराम बहुत है

    કેટલી મોટી વાત, કેટલી સરળતાથી, કેટલા ઉંડા ભાવ સાથે પ્રસ્તુત કરી છે…! વાહ…!

    है क़ह्‌र गर अब भी न बने बात कि उन को
    इन्‌कार नहीं और मुझे इब्‌राम बहुत है

    છે હજી ખુબ જ મુશ્કેલ કે વાત કદાચ આગળ ના વધે કે એમની, ના નથી અને છતાં મને અજંપો બહુ જ છે

    આ પણ એક અદભુત શેર છે… કેટલો અજંપો, કેટલી હદ સુધીની બેચૈની બતાવી છે કોઈ પ્રેમીની… ખરેખર… વાહ વાહ અને વાહ…!

    રાજીવ

  2. pragnaju Says:

    ब क़द्‌र-ए शौक़ नहीं ज़र्‌फ़-ए तन्‌ग्‌ना-ए ग़ज़ल
    कुछ और चाहिये वुस`अत मिरे बयां के लिये
    એકદમ સાચી વાત
    બધાં જ સુંદર શેર
    ख़ूं हो के जिगर आंख से टप्‌का नहीं अय मर्‌ग
    रह्‌ने दे मुझे यां कि अभी काम बहुत है
    है क़ह्‌र गर अब भी न बने बात कि उन को
    इन्‌कार नहीं और मुझे इब्‌राम बहुत है
    શુભાન અલ્લાહ્
    આટલા ઓછા કેમ???

  3. RAZIA MIRZA Says:

    સુંદર રચના આપવા બદલ ધન્યવાદ.અનુવાદ ચોક્કસ તેના સ્થાનેજ છે. ઉમદા કાર્ય નિભાવું.શાબાશ.
    આશા રાખું આપના પેજ પર મારા બ્લોગ ની લિંક આપશો તો ગમશે.
    http://razia786.wordpress.com

  4. Ramesh Patel Says:

    Best gift to mother language,Noticeable
    effort.
    Rameshchandra Patel

  5. jayeshupadhyaya Says:

    ગાલીબની ગઝલ વીષે કહેવાનું તો ગજું નથી પણ આપે સરસ રસસ્વાદ કરાવ્યો

Leave a Reply