जी ढूंड्‌ता है फिर वुही

By રાજીવ ગોહેલ

ફિલ્મ મૌસમનુ પેલુ ખુબ જ પ્રખ્યાત ગીત કે જે ભુપિન્દર સીંઘના અવાજમાં છે તે… સાંભળવા માટે ક્લીક કરો

દીલ ઢૂંઢતા હૈ ફિર વહી ફુરસત કે રાત દિન…
બૈઠે રહે તસ્સવ્વુર-એ-જાના કિયે હુવે

मुद्‌दत हुई है यार को मिह्‌मां किये हुए
जोश-ए क़दह से बज़्‌म चिराग़ां किये हुए

ઘણો સમય થયો કે મે મારા એ યારને મહેમાન બનાવ્યો નથી, અને ઘણા સમયથી શરાબના કાચના પ્યાલાને રોશન ચિરાગ બનાવ્યા નથી

कर्‌ता हूं जम`अ फिर जिगर-ए लख़्‌त-लख़्‌त को
`अर्‌सह हुआ है द`वत-ए मिज़ह्‌गां किये हुए

હું ફરીથી ભેગા કરી લઊ હૃદયના દરેક ટુકડાને કે, ઘણો સમય થયો કે આંખોને દરિયો બનાવ્યો નથી.

फिर वज़`-ए इह्‌तियात से रुक्‌ने लगा है दम
बर्‌सों हुए हैं चाक-ए गरेबां किये हुए

આ આટલી સાવચેતી પછી પણ શ્વાસ ઘુંટાવા લાગ્યો છે કે, વરસો વિતી ગયા કે મે મારા કોલરને ફાડ્યો નથી

फिर गर्‌म-ए नालहहा-ए शरर-बार है नफ़स
मुद्‌दत हुई है सैर-ए चिराग़ां किये हुए

ફરીથી સ્વ-ઈચ્છા, કે શ્વાસમાં કોઈ દુઃખનો ભાર નથી, વરસો વિતી ગયા કે હું ક્યાંય ભટક્યો નથી.

फिर पुर्‌सिश-ए जराहत-ए दिल को चला है `इश्‌क़
सामान-ए सद-हज़ार नमक्‌दां किये हुए

ફરીથી આવેગો આગળ આવી પહોચ્યા છે હૃદયનો હાલ પુછવા, હજારો મીઠાં (નમક)ના ઔજાર લઈને…!

फिर भर रहा हूं ख़ामह-ए मिज़ह्‌गां ब ख़ून-ए दिल
साज़-ए चमन-तराज़ी-ए दामां किये हुए

ફરીથી હું ભરી રહ્યો છું આંખોની કલમને હૃદયના લોહી વડે, કે હું એના પહેરણની કિનારીઓ પર ગુલાબના રંગની ભાત પાડી શકું

बा-हम-दिगर हुए हैं दिल-ओ-दीदह फिर रक़ीब
नज़्‌ज़ारह-ए जमाल का सामां किये हुए

ફરીથી હૃદય અને આંખો એકમેકના શત્રુ બની ગયા છે કે, હૃદય એક ચહેરાની કલ્પના કરે છે જ્યારે આંખો એક ચહેરાને જુવે છે

दिल फिर तवाफ़-ए कू-ए मलामत को जाए है
पिन्‌दार का सनम-कदह वीरां किये हुए

ફરીથી હૃદય એ ગુમનામ આરોપની ગલીના ચક્કર ફરવા લાગ્યુ છે કે, તેણે આદર્શ, સ્વ-અભિમાન અને આત્મવિશ્વાસની મુર્તિને તોડી છે.

फिर शौक़ कर रहा है ख़रीदार की तलब
`अर्‌ज़-ए मत`-ए `अक़्‌ल-ओ-दिल-ओ-जां किये हुए

ફરીથી આવેગો કરી રહ્યા છે કોઈ ખરીદારની શોઘ, દિલ દિમાગ અને બધુ જ ખરીદવા માટૅ

दौड़े है फिर हर एक गुल-ओ-लालह पर ख़याल
सद गुल्‌सितां निगाह का सामां किये हुए

દોડે છે ફરીથી દરેક ફુલ પર વિચાર (કોઈ એક ખુબસુરત તરફ્) કે, એક જ નજરમાં કઈ કેટલાય બાગ-બગીચાઓ ફરી વળ્યા

फिर चाह्‌ता हूं नामह-ए दिल्‌दार खोल्‌ना
जां नज़्‌र-ए दिल-फ़रेबी-ए `उन्‌वां किये हुए

ફરીથી હું ઉઘાડવા માંગુ છુ મારા દિલદારનો પત્ર કે, હું એના લખાણ પર મારી જાતને નિછાવર કરવા માંગુ છું

मांगे है फिर किसी को लब-ए बाम पर हवस
ज़ुल्‌फ़-ए सियाह रुख़ पह परेशां किये हुए

ફરીથી ઈચ્છા માંગે છે કોઈને છતની કિનાર પર એના રેશમી કાળા વાળને ચાંદ સમા ચહેરા પર વિખરાયેલા રાખીને

चाहे है फिर किसी को मुक़ाबिल में आर्‌ज़ू
सुर्‌मे से तेज़ दश्‌नह-ए मिज़ह्‌गां किये हुए

કોઈને ફરીથી બાંહોમાં જોવા ઈચ્છે છે હૃદય, સુરમાથી રંગેલી એની કટાર જેવી પાંપણો સાથે

इक नौ-बहार-ए नाज़ को ताके है फिर निगाह
चह्‌रह फ़ुरोग़-ए मै से गुलिस्‌तां किये हुए

ફરીથી નજરો શોધી રહી છે કોઈ પ્રસંશકને, શરાબ જેવા નશીલા ચહેરા સાથે, ફુલોના બાગની જેમ

फिर जी में है कि दर पह किसी के पड़े रहें
सर ज़ेर-बार-ए मिन्‌नत-ए दर्‌बां किये हुए

ફરીથી મન થયા કરે છે કે અમે પડ્યા રહીયે કોઈના દરવાજે, કે એના કેટલાય ઉપકારોનો ભાર ઉચકીને

जी ढूंड्‌ता है फिर वुही फ़ुर्‌सत कि रात दिन
बैठे रहें तसव्‌वुर-ए जानां किये हुए

દિલ ગોતી રહ્યુ છે ફરીથી તે ફુરસતના દિવસ અને રાત, બેઠા રહીયે કોઈના ચહેરાની કલ્પના કરીને

ग़ालिब हमें न छेड़ कि फिर जोश-ए अश्‌क से
बैठे हैं हम तहीयह-ए तूफ़ां किये हुए

ગાલિબ, અમને ન સતાવ હવે તારા આંસુઓના જોર થ કે અમે બેઠાં છીયે કઈ કેટલાય તોફાનોને આંખોમાં સમેટીને

ગુજરાતી અનુવાદ રાજીવ ગોહેલ દ્વારા

- ग़ालिब

7 Responses to “जी ढूंड्‌ता है फिर वुही”

  1. રાજીવ Says:

    વહાલા મિત્રો,

    આપનામાંથી બહુો ઓછા હશે કે જેમણે ફિલ્મ મૌસમનુ પેલુ ખુબ જ પ્રખ્યાત ગીત કે જે ભુપિન્દર સીંઘના અવાજમાં છે તે નહી સાંભળ્યુ હોય…

    દીલ ઢૂંઢતા હૈ ફિર વહી ફુરસત કે રાત દિન…
    બૈઠે રહે તસ્સવ્વુર-એ-જાના કિયે હુવે…

    ખરેખરે આ પંક્તિ ગુલઝાર ભાઈની નહી પણ ગાલિબ સાહેબની છે… વાંચો આ ગાલિબની ગઝલ (તેના ગુજરાતી અનુવાદ સાથે) અને જાતે જ જોઈ લો…!

    રાજીવ

  2. Advocate Rashmi saurana Says:

    bhut sundar rachana ko padhane ke liye aabhar. jari rhe.

  3. jayeshupadhyaya Says:

    ગાલીબના શેર વીષે લખવું હૈસીયત બહારની વાત છે અને વાત મૌસમ ના એ ગીત ની સંગીતકાર મદનમોહને એની કેટલીય ધુનો બનાવી હતી એમાંથી બે વાપરવામાં આવી હતી

  4. હેમંત પુણેકર Says:

    સરસ ગઝલ અને સરસ અનુવાદ રાજીવ! આ ગઝલનો છંદ

    “ગા ગાલગાલ ગાલલગા ગાલગાલ ગા” છે.

    આ છંદના પઠનમાં સરસ લય આવે છે. ગુજરાતી અને ઉર્દુમાં આ છંદ ઘણો વપરાયો છે.

  5. pragnaju Says:

    આ ફ રી ન

  6. વિવેક ટેલર Says:

    ગાલિબની ખૂબ વિખ્યાત ગઝલ અને એનો અનુવાદ ખાસ તો ખૂબ સરસ થયો છે.

  7. વિજેશ શુકલ Says:

    Excellent !

Leave a Reply