શ્રાવણી પૂનમે હસતા ઉપવન
સ્નેહ સુમનથી મહેંકે આંગણ
આંખ ધરે, પ્રેમ મોતીના થાળા
કે આજ ખીલ્યા પૂનમના અજવાળા
ફૂલ હસે ને હસે બહેનડી
તારા હસે ને હસે ભાઈલો
સ્નેહે છલક્યા સરોવર સારા
કે આજ ખીલ્યા પૂનમના અજવાળા
ઝરમર વરસે મેઘ આભલે
બહેનનાં હૈયાં હરખે હેતે
મીલન મધુરાં મોંઘાં ભાળ્યાં
કે આજ ખીલ્યાં પૂનમનાં અજવાળાં
રેશમનો દોરો સ્નેહનો ગોટો
ભાલે તીલક કરી હેતે બાંધ્યો
આરતી કરે સ્નેહ ફૂવારા
કે આજ ખીલ્યા પૂનમના અજવાળા
ખોલ રે મુખ, ઓ મારા ફૂલ
આશીષ પ્રસાદે ઓવારું સુખ
જુગજુગ જીવજો ભાઈલા મારા
કે આજ ખીલ્યા પૂનમના અજવાળા
મંગલ જોડી ભાઈ બહેનની
વીરો પૂરસે આશડી તારી
છલકાવું અમર પ્રેમના પ્યાલા
કે આજ ખીલ્યા પૂનમના અજવાળા
- રમેશ પટેલ (આકાશદીપ)

જુન 19, 2008 at 10:46 PM
રમેશની સારી રચના
છલકાવું અમર પ્રેમના પ્યાલા
કે આજ ખીલ્યા પૂનમના અજવાળા
પંકતીઓ ગમી
જુન 20, 2008 at 6:05 AM
રક્ષા બંધનના ભાવને અતી અતી સુંદર શબ્દ શૃગાર અને કલ્પનામાં ઝબોળે લી રચના વાંચી ખૂબજ આનંદ થયો.
ચન્દ્ર પટેલ
જુન 20, 2008 at 11:35 AM
sundar rachana
જુન 20, 2008 at 11:54 AM
ફૂલ હસે ને હસે બહેનડી
તારા હસેને હસે ભાઈલો…સુંદર કલ્પના….રમેશભાઈ (આકાશદીપ)ને અભિનંદન
કેયુર પટેલ(યુ એસ એ)
જુન 24, 2008 at 1:40 AM
Beautiful poem, enjoyed very much.
Vital Patel
જુન 28, 2008 at 6:30 AM
શ્રાવણી પૂનમ ..સુંદર કાવ્ય
આરતી કરે સ્નેહ ફૂવારા
કે ખીલ્યા આજ પૂનમના અજવાળા.. મન .સાગરમાં ભરતી લાવે તેવી કૃતિ
સ્વેત પટેલ
જુન 30, 2008 at 4:14 AM
સરસ રચના..રક્ષા બંધનની સુંદર કવિતા..શોધે ના મળે તેવી, તમારી સાઈટ પર માણવા મળી.
ચિરગ પટેલ
July 6, 2008 at 10:06 AM
કે ખીલ્યા આજ પૂનમના અજવાળા..
ગમી જાય તેવુ સુંદર ગીત
Pragnesh Patel